દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ Nov 04, 2026 ન્યુ દિલ્હી,કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ ઝોમેટો-સ્વિગી જેવી કંપનીઓ આપશે ૨% ટેક્સદેશભરના લાખો કેબ ડ્રાઈવર્સ, ઓનલાઈન ડિલિવરી બોય્ઝ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત રાહતરૂપ અને કલ્યાણકારી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શોર્ટ-ટર્મ કે પ્રોજેક્ટ-આધારિત કામ કરતા આ તમામ 'ગિગ વર્કર્સ' માટે સરકાર એક સર્વગ્રાહી સોશિયલ સિક્યોરિટી યોજના લાવી રહી છે, જેનાથી દેશભરના ૧.૨ કરોડથી વધુ શ્રમિકોને સીધો અને મોટો આર્થિક ફાયદો થશે.પ્રાપ્ત વિગતો અનુસાર, 'નેશનલ સોશિયલ સિક્યોરિટી બોર્ડ' દ્વારા આ શ્રમિકોના કલ્યાણ માટે એક વિશેષ ફંડ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ યોજનાના ભાગરૂપે ઝોમેટો, સ્વિગી, ઉબેર અને ઓલા જેવી એગ્રીગેટર કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વાર્ષિક ટર્નઓવરને બદલે દરેક ઓર્ડર કે ટ્રાન્ઝેક્શન પર ૨% સુધીની લેવી (ટેક્સ) વસૂલવામાં આવશે. આ એકત્રિત થનારા ફંડમાંથી ગિગ વર્કર્સને જીવન વીમો, આરોગ્ય વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ) અને અકસ્માત સામે રક્ષણ જેવા મહત્વના સામાજિક સુરક્ષા લાભો પૂરા પાડવામાં આવશે. વર્ષ ૨૦૨૭ સુધીમાં આ યોજનાને દેશભરમાં સંપૂર્ણપણે લાગુ કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. Previous Post Next Post