ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર Nov 04, 2026 ગાંધીનગર,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE - વર્ગ-૩) અંતર્ગત ૧,૨૩૭ જગ્યાઓ (ગ્રુપ-A: ૨૪૩ અને ગ્રુપ-B: ૯૯૪) ની ભરતી માટેની સત્તાવાર જાહેરાત (ક્રમાંક: 468/2026-27) બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબશૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતક અથવા સરકારશ્રી દ્વારા તેને સમકક્ષ માન્ય કરેલી લાયકાત હોવી જરૂરી છે. ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ મુજબ કમ્પ્યુટર વપરાશનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની ગણતરી માટેની આખરી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૬ રહેશે. લઘુત્તમ વય ૨૦ વર્ષ અને મહત્તમ વય ૩૫ વર્ષ (ઓપન કેટેગરી અને અનામત વર્ગ માટે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાન્ય વર્ગ (મહિલા ઉમેદવાર): ૫ વર્ષની છૂટ (મહત્તમ ૪૦ વર્ષ). અનામત વર્ગ (EWS, SEBC, SC, ST પુરુષ): ૫ વર્ષની છૂટ (મહત્તમ ૪૦ વર્ષ) અનામત વર્ગ (EWS, SEBC, SC, ST મહિલા):૧૦ વર્ષની છૂટ (મહત્તમ ૪૫ વર્ષ),.દિવ્યાંગ ઉમેદવાર નિયમ મુજબ ૧૦ થી ૨૦ વર્ષ સુધીની છૂટછાટ (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) માજી સૈનિક માટે બજાવેલ સેવાનો સમયગાળો + ૩ વર્ષ રહશે. Previous Post Next Post