અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

નવી દિલ્હી,

ઈરાનની રાજધાનીમાં ટ્રમ્પ વિરુદ્ધ આક્રમક હોર્ડિંગ્સ પ્રદર્શિત; અમેરિકા અને ઈઝરાયલ સામે રોષ ભભૂક્યો

ઈરાનની રાજધાની તેહરાન ખાતે અત્યંત આક્રમક અને વિવાદાસ્પદ પગલું ભરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યાં વિશાળ હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ જાહેરમાં લગાવવામાં આવ્યા છે. તેહરાનના વ્યસ્ત એન્ગેલાબ સ્ક્વેર અને તજરીશ સ્ક્વેર પર લગાવવામાં આવેલા આ મોટા બેનરો પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, 'અમે ટ્રમ્પને મારી નાખીશું.'

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન બાદ અમેરિકા અને ઈઝરાયલ પ્રત્યે ઈરાની શાસન તથા જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. તેહરાનમાં પ્રદર્શિત કરાયેલા એક હોર્ડિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પને જેલના સળિયા પાછળ નિરાશ હાલતમાં ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક વિશાળ બેનરમાં ટ્રમ્પની સાથે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાન દ્વારા આપવામાં આવેલી આ ખુલ્લી અને ગંભીર ધમકીથી વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે.

You may also like

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ

દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ

યુએસ મિડટર્મ ચૂંટણી: સેનેટ બાદ હાઉસમાં પણ ટ્રમ્પ હારી જતા વિટો પાવરની ધમકી

યુએસ મિડટર્મ ચૂંટણી: સેનેટ બાદ હાઉસમાં પણ ટ્રમ્પ હારી જતા વિટો પાવરની ધમકી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર