રાજકોટના કાંગશિયાળી ચોકડી નજીક બિલ્ડિંગો વચ્ચે જ કચરાના ડુંગરો ખડકાયા

રાજકોટના કાંગશિયાળી ચોકડી નજીક બિલ્ડિંગો વચ્ચે જ કચરાના ડુંગરો ખડકાયા

રાજકોટ,

૮૦ ફૂટ રોડ પર વ્યાપક દૂષિત વાતાવરણથી સ્થાનિકો ત્રસ્ત; રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
 
રાજકોટ નજીક આવેલી કાંગશિયાળી ચોકડી પાસે આવેલ 80 ફૂટ રોડ પર સ્થાનિક રસ્તાઓ અને ઊંચી બિલ્ડિંગોની બિલકુલ વચ્ચે જ ગંદકી તથા કચરાના મોટો ગંજ ખડકાઈ જતાં ભયંકર દૂષિત પરિસ્થિતિ નિર્માણ પામી છે. જ્યાં રહેણાંક બિલ્ડિંગોની આસપાસ જ ઠેર-ઠેર કચરાના ઢગલાઓથી સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.

આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરિવારજનો રહેતા હોવા છતાં, બિલ્ડિંગો વચ્ચે ઓપન સ્પેસ અને રસ્તાના કિનારે લાંબા સમયથી સફાઈ ન થવાને કારણે ગંદકીનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે. ખુલ્લામાં ફેંકવામાં આવતા કચરાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, સાથે જ મચ્છરો અને ઝેરી જંતુઓનો આતંક વધતાં સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય સતત સતાવી રહ્યો છે.

સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર કે જવાબદાર સત્તાધીશો દ્વારા આ કચરો હટાવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ 80 ફૂટ રોડ વિસ્તારની સફાઈ કરાવી કચરાના ગંજ દૂર કરવામાં આવે તેવી સખત માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!