નવરાત્રિના વ્રત પૂર્ણ કર્યા બાદ ચાઉમીન ખાનાર ૧૨ વર્ષીય બાળકીનું રહસ્યમય મોત Oct 21, 2026 કાસગંજ,યુ.પીના કાસગંજમાં ચામુંડા માતાના દર્શને ગયેલી સગીરાએ મેળામાં ફાસ્ટ ફૂડ ખાધા બાદ તબિયત બગડીઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં નવરાત્રિના વ્રત પૂર્ણ કરનાર ૧૨ વર્ષની એક માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. દશેરાના પાવન પર્વ નિમિત્તે આ બાળકી પોતાના પરિવારજનો સાથે સ્થાનિક વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ માતા ચામુંડા મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી.મંદિર પરિસરમાં ભરાયેલા મેળામાં દર્શન બાદ બાળકીએ ચાઉમીન અને આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થો ખાધા હતા. આ ફાસ્ટ ફૂડ ખાધાની થોડી જ ક્ષણોમાં તેની તબિયત અચાનક લથડી હતી અને તે ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. પરિવારના લોકો તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ દોડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું હતું. આચાનક બનેલી આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. Previous Post Next Post