વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી સિંહે કિરણ ટ્રેનર વિમાનની અંતિમ ઉડાન ભરી Oct 21, 2026 નવી દિલ્હી,ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે HJT-16 કિરણ Mk-1 ટ્રેનર વિમાનમાં પોતાની અંતિમ ઉડાન ભરી હતી. આ વિશેષ ફ્લાઇટ સાથે જ ભારતીય વાયુસેનામાં ચાર દાયકાથી પણ વધુ લાંબી તેમની ગૌરવશાળી અને યાદગાર ઉડાન યાત્રાનો એક મહત્વપૂર્ણ અધ્યાય સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.દેશની સુરક્ષા અને વાયુસેનાની તાલીમમાં મહત્વનું યોગદાન આપનાર આ ટ્રેનર વિમાન સાથે એર ચીફ માર્શલ એપી સિંહની અનેક યાદો જોડાયેલી છે. તેમની આ અંતિમ ઉડાન માત્ર એક વ્યક્તિગત ઉપલબ્ધિ ન હતી, પરંતુ ભારતીય વાયુસેનાના અદભુત ઇતિહાસ અને પ્રશિક્ષણ પરંપરાને પણ ઉજાગર કરતી રહી છે. Previous Post Next Post