ગુરૂપૂર્ણિમાએ પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે ભક્તજનોનો મહેરામણ ઊમટ્યો Jul 29, 2026 રાજકોટ,મહાપ્રસાદ, ધૂન-કીર્તન અને સત્સંગના ત્રિવેણી સંગમ વચ્ચે દિવ્ય વાતાવરણથી આશ્રમ પરિસર ગુંજ્યુહિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શ્રદ્ધાના પ્રતિકસમાન ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિત્તે શહેર તથા આસપાસના વિસ્તારમાં આવેલા પૂજ્ય રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓનો અપાર ધસારો જોવા મળ્યો હતો. ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, કૃતજ્ઞતા અને સમર્પણ ભાવના અદભુત દર્શન આશ્રમ પરિસરમાં જોવા મળ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.આ પવિત્ર અવસરે ગુરુ પૂજન, મહાપ્રસાદ તેમજ ધૂન-ભજન અને સત્સંગના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી આવેલા હજારો ગુરુભક્તોએ ગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આશ્રમ દ્વારા આવનાર તમામ ભક્તો માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. ગુરુપૂર્ણિમાના આ પર્વે આશ્રમમાં જાણે કે આધ્યાત્મિક ઉર્જાનો નવો પ્રવાહ વહ્યો હોય તેવો અનુભવ ઉપસ્થિત તમામ ભક્તોએ કર્યો હતો. Previous Post Next Post