કોમનવેલ્થ ગેમ્સમાં ગુલવીર સિંહે ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને રચ્યો ઈતિહાસ Jul 29, 2026 નવી દિલ્હી,ગ્લાસગો ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર લોંગ-ડિસ્ટન્સ રનર ગુલવીર સિંહે પુરુષોની ૧૦,૦૦૦ મીટર દોડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આ સાથે જ ગુલવીર સિંહ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ૧૦,૦૦૦ મીટર દોડમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયા છે, જેણે ભારતીય રમતના ઈતિહાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.ગ્લાસગોના સ્કોટસ્ટાઉન સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક ફાઇનલ રેસમાં ભારે વરસાદ અને ભીના ટ્રેક વચ્ચે રમાયેલી આ ૨૫ લેપની લાંબી રેસમાં ગુલવીરે શરૂઆતથી જ પોતાની માનસિક મજબૂતી અને શિસ્તબદ્ધ રણનીતિનો પરિચય આપ્યો હતો. તેમણે અગ્રણી રનર્સના ગ્રૂપ સાથે તાલ મિલવીને પોતાની ઊર્જા બચાવી રાખી હતી. રેસના અંતિમ ચરણમાં અને છેલ્લા લેપની ઘંટડી વાગતાની સાથે જ ગુલવીરે અદભુત ગતિ અને સ્ટેમિના બતાવીને હરીફો પાછળ છોડી દીધા હતા અને શાનદાર સ્પ્રિન્ટ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.ગુલવીરે ૨૭ મિનિટ ૪૯.૭૮ સેકન્ડનો સમય નોંધાવીને આ ઐતિહાસિક સફળતા મેળવી હતી. આ રેસમાં ઓસ્ટ્રેલિયાના કાય રોબિન્સને ૨૭:૪૮.૯૩ ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આઇલ ઓફ મેનના ડેવિડ મુલાર્કીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ખાસ વાત એ રહી કે આ રેસમાં કેન્યા અને યુગાન્ડા જેવા લોંગ-ડિસ્ટન્સ રેસિંગના પરંપરાગત મહાસત્તા ગણાતા દેશો પોડિયમથી બહાર રહ્યા હતા. Previous Post Next Post