પીએમ મોદી પૂર્વ દિલ્હીમાં રાવણ દહનમાં હાજરી આપશે Oct 20, 2026 નવી દિલ્હી,ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૨,૫૦૦ સુરક્ષા જવાનો તૈનાત, ડ્રોનથી રખાશે કડક નજરવિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પૂર્વ દિલ્હીના આઈપી એક્સટેન્શન સ્થિત ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય દશેરા ઉજવણી અને રાવણ દહન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આ આગમનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષાના અત્યંત કડક અને અભેદ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.કાર્યક્રમના સ્થળે આશરે ૧૦,૦૦૦ જેટલા લોકોની ઉપસ્થિતિની શક્યતાને જોતાં ઉત્સવ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના ૨,૫૦૦ થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે થ્રી-લેયર (ત્રણ-સ્તરીય) સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે તેમજ આકાશમાંથી ડ્રોન કેમેરા દ્વારા પણ કડક નજર રાખવામાં આવી રહી છે. Previous Post Next Post