મુંબઈમાં ગરબા રમતાં ગુજરાતી યુવકનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મુંબઈમાં ગરબા રમતાં ગુજરાતી યુવકનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મુંબઈ,

મૂળ બગસરાના અને ભાયંદરમાં રહેતા ૩૦ વર્ષીય યુવકનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ

મુંબઈ નજીક આવેલા મીરા રોડ ખાતે નવરાત્રિ ઉત્સવના આનંદ અને ઉમંગ વચ્ચે મૂળ સૌરાષ્ટ્રના બગસરાના વતની અને હાલ ભાયંદર વેસ્ટમાં શિવસેના ગલી સ્થિત પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૦ વર્ષીય ગુજરાતી યુવક મીત રજનીકાંતભાઈ રૂપાડાનું ગરબા રમતી વખતે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવવાથી કરૂણ મોત નીપજ્યું છે.

મીત ગત શનિવારે રાત્રે મીરા રોડ વિસ્તારમાં આયોજિત એક નવરાત્રિ મહોત્સવમાં ગરબા-દાંડિયા રમવા માટે ગયા હતા. ગરબા રમતી વેળાએ તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાયંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કાંબળેએ આ દુર્ઘટના પાછળનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાની પુષ્ટિ કરી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!