વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાતો

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી આજે જે મુખ્ય 10 જાહેરાતો કરી છે તે આવનારા દિવસો ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે

1.કરોડ યુવાનોને AI સ્કિલિંગ: 
આગામી એક વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની તાલીમ આપવામાં આવશે.

2.મફત ઓનલાઈન કોચિંગ: 
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગ વ્યવસ્થા શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી.

3.દેશવ્યાપી ‘સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ’: 
વર્ષ 2036 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગામડાઓ અને શહેરોમાંથી 5 થી 15 વર્ષના બાળકો માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ ચલાવાશે, જેમને વિશ્વસ્તરીય કોચિંગ મળશે.

4.નવા 5 થી 8 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ:
ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે આગામી 1-2 વર્ષથી લઈને 7-8 વર્ષના સમયગાળામાં 5 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે.

5.‘મેડ ઇન ઇન્ડિયા 6G’ મિશન:
વર્ષ 2030 સુધીમાં 6G ટેકનોલોજીના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવા અને 6G સેવાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરાયું.

6.100 GW પરમાણુ ઊર્જાનું લક્ષ્ય: 
ભારત 2047 સુધીમાં 100 ગિગાવાટ (GW) ન્યુક્લિયર એનર્જી ક્ષમતા હાસલ કરશે.

7.5 નવા ન્યુક્લિયર રિએક્ટર: 
આગામી 6 થી 7 વર્ષની અંદર દેશમાં 5 નવા પરમાણુ (ન્યુક્લિયર) રિએક્ટર કાર્યરત કરવામાં આવશે.

8.સિવિલ ડિફેન્સમાં સુધારા: 
આધુનિક સુરક્ષા જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમને આધુનિક ટ્રેનિંગ અને વધુ ક્ષમતાઓ સાથે મજબૂત કરાશે.

9.રમતગમતમાં ‘મેડલ પાવરહાઉસ’ :
બનવાનો સંકલ્પ: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓની ભાગીદારી વધારીને ભારતને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરાશે.

10.ઈલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઈસ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન: 
સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી આધારિત ઈલેક્ટ્રોનિક તથા મેડિકલ સાધનોનું ઉત્પાદન ભારતમાં જ વધારી નિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ