દિલ્હીમાં ફોટો પ્રદર્શનમાં રેહાન વાડ્રાની તસવીરો હટાવાતા પ્રિયંકા ગાંધી ભડક્યા

દિલ્હીમાં ફોટો પ્રદર્શનમાં રેહાન વાડ્રાની તસવીરો હટાવાતા પ્રિયંકા ગાંધી ભડક્યા

નવી દિલ્હી,
 
બીકાનેર હાઉસમાં પ્રદર્શન દરમિયાન ૭૪ વાંધાજનક તસવીરો હટાવવાનો આદેશ

દિલ્હી સ્થિત પ્રખ્યાત 'બીકાનેર હાઉસ'માં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનમાંથી અંદાજે ૭૪ જેટલી તસવીરો હટાવી લેવા માટે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ તસવીરોમાં ભારતીય ત્રિરંગાની તસવીરો તેમજ દિલ્હીમાં થયેલા વિવિધ વિરોધ પ્રદર્શનોના દ્રશ્યો સામેલ હતા, જેને સંચાલકોએ 'વાંધાજનક' ગણાવ્યા હતા.

રેહાને જણાવ્યું હતું કે તેમને પ્રદર્શન પૂરું કરવા માટે ખૂબ જ ટૂંકો સમય આપવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે જો સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ તસવીરો નહીં હટાવાય તો સમગ્ર પ્રદર્શન રદ કરી દેવામાં આવશે. 

આ મામલે પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર આકરા પ્રહાર કરી લખ્યું હતું કે જ્યારે સત્તાધારીઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાથી ડરવા લાગે છે ત્યારે તેઓ વાસ્તવિકતા સ્વીકારવામાં નિષ્ફળ નીવડે છે. પુત્રની સાથે મજબૂતીથી ઊભા રહેતા તેમણે ગર્વ અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!