ઉત્તરાખંડના ભૂગર્ભમાં પ્લેટ ફસાતા ૮.૧ની તીવ્રતાના ભૂકંપના એંધાણ Oct 22, 2026 નવી દિલ્હી, મુખ્ય હિમાલયન થ્રસ્ટ લોક થવાથી સતત વધી રહી છે વિનાશક ભૂકંપની સંભાવનાતાજેતરના એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ઉત્તરાખંડની જમીન નીચે ટેક્ટોનિક પ્લેટો અંદર ફસાઈ ગઈ છે અને મુખ્ય હિમાલયન થ્રસ્ટ સંપૂર્ણપણે લોક થઈ ગયો છે. પ્લેટો સરકવાને બદલે જકડાઈ જવાના કારણે જમીનની અંદર પ્રચંડ દબાણ અને ટેક્ટોનિક ઊર્જા સતત એકત્ર થઈ રહી છે.સંશોધકોના જણાવ્યા અનુસાર, આ પ્રકારે જમા થતી ઊર્જા દર ૧૦૦ વર્ષમાં ૮.૧ની તીવ્રતાના શક્તિશાળી મહા ભૂકંપ સર્જે તેટલી ક્ષમતા ધરાવે છે. આ વિસ્તાર સેન્ટ્રલ હિમાલયન સિસ્મિક ગેપ હેઠળ આવે છે, જ્યાં છેલ્લા કેટલાક સૈકાઓથી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી, જેના કારણે ભૂતકાળની સરખામણીએ જોખમ વધુ ગંભીર બન્યું છે. Previous Post Next Post