પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી સહિતની કામગીરી આજથી ઠપ્પ

પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી સહિતની કામગીરી આજથી ઠપ્પ

અમદાવાદ,

પેનડાઉન કરી ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી દૂર રહેશે કર્મચારીઓ

મહેસૂલ કર્મચારીઓ બાદ લેન્ડ રેકોર્ડના કર્મચારીઓએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. લેન્ડ રેકોર્ડના કર્મચારીઓએ કાલે 11મી સપ્ટેમ્બરથી પેનડાઉન કરી તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી સહિતની તમામ કામગીરી ઠપ થઈ જશે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.

ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માગણીઓ અંગે સરકારને લેખિતમાં રજૂઆતો કરી હતી. પરંતુ સરકાર દ્વારા માગણીઓ અંગે કોઈ ધ્યાન નહીં અપાતા આખરે કર્મચારીઓ દ્વારા આખરીનામું આપીને જો 30 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન બાદ અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી મંડળ દ્વારા જમીન દફતર વિભાગના નાયબ નિયામકને પણ આ અંગેનો એક પત્ર સોંપીને જણાવ્યું હતું.

ગુજરાતમાં લેન્ડ રેકોર્ડના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

એક મહિનો થવા છતાં પ્રશ્નોનો નિવેડો નહીં આવતા આખરે કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરવાના છે. ઓનલાઈન તેમજ ઓફલાઈન સહિતની તમામ કામગીરીથી કર્મચારીઓ દૂર રહેશે. તેઓ કચેરીમાં હાજર હશે પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરે. મંડળે જણાવ્યું હતું કે આઈએલઆરની તમામ કચેરીઓમાં હડતાળના પગલે પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી, એએનએ અભિપ્રાય, જમીન સંપાદન સહિતની તમામ કામગીરી પર તેની અસર પડશે. સરકાર દ્વારા જ્યાં સુધી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સિનિયર સર્વેયરોનું પગાર ધોરણ મેટ્રિક લેવલ-૫માંથી મેટ્રિક લેવલ-7માં કરવા તેમજ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ મેટ્રિક લેવલ-4માંથી મેટ્રિક લેવલ-5માં કરવાની માંગણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યા છે કે મુખ્યમંત્રીએ 30મી ડિસેમ્બર 2025ના રોજ ગ્રેડ પે અંગેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે છતાં વિભાગ દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવતું નથી.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ