દેશભરમાં બેન્કિંગ કામગીરી ઠપ્પ: 7.5 લાખ કર્મચારીઓની સજ્જડ હડતાળ

દેશભરમાં બેન્કિંગ કામગીરી ઠપ્પ: 7.5 લાખ કર્મચારીઓની સજ્જડ હડતાળ

નવી દિલ્હી ,

બેંકો બહાર ઠેર ઠેર સરકાર વિરોધી સૂત્રોચાર, ધરણા અને દેખાવ

દેશ અને રાજ્યમાં બેન્કકર્મી દ્વારા આજે (11મી સપ્ટેમ્બર) હડતાળ અને દેખાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ બેન્કકર્મી દ્વારા 'મોદી તેરી તાનાશાહી નહીં ચાલે, બોલ મજુરા હાય હાય, પહેલે ભી હમ જીતે થે, હમ જો બેન્કના ખોલંગે સહિતના સૂત્રોચ્ચાર કેન્દ્ર સરકાર સામે કરવામાં આવ્યા છે. અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ, સમાન પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવની ફાળવણી અને IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવા જેવી મુખ્ય માંગણીઓ સાથે ગુજરાતના આશરે 75,000 કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે રાજ્યમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા છે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના આશરે 7.5 લાખથી વધુ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાતા કામકાજ ઠપ થઈ ગયું છે. 
મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા મુજબ, યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ હેઠળ સંગઠિત વિવિધ બેન્ક સંગઠનોના કર્મચારીઓ બેન્કિંગ ક્ષેત્રના પડતર પ્રશ્નોને લઈને દેખાવો કરી રહ્યા છે. તેની મુખ્ય માંગ એ છે કે એલઆઈસી અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની જેમ બેન્કોમાં પણ સપ્તાહમાં 5 દિવસનું કામકાજ અમલી બનાવવામાં આવે. આ બદલાવ સામે કર્મચારીઓ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા માટે પણ તૈયાર છે. સરકાર સાથે સમજૂતી કરાર (MoU)ને લાંબો સમય વિતી ગયો હોવા છતાં તેનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત, પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ નીચલા સ્તરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે થતો અન્યાય દૂર કરવા, IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવા તેમજ અન્ય સેવાકીય પ્રશ્નોના નિકાલ માટે આ હડતાળ યોજવામાં આવી છે.

ગુજરાતમાં 54 જેટલી બેન્કોની શાખાઓના કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા વહીવટી પ્રક્રિયાઓ અને ક્લિયરિંગ હાઉસના કામકાજને ભારે અસર પહોંચી છે. યુનિયનના પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે કેન્દ્રીય નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી કોઈ સાનુકૂળ ઉકેલ આવ્યો નથી. જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

આગામી 28 સપ્ટેમ્બરથી ત્રિ-દિવસીય અને ત્યાર બાદ અચોક્કસ મુદ્તની હડતાળની ચીમકી

બેન્ક યુનિયનોએ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય હડતાળ પાડવામાં આવશે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી અચોક્કસ મુદતની હડતાળ યોજાશે.

રાજકોટમાં 10 હજાર બેંક કર્મચારીઓનો ઉગ્ર વિરોધ

રાજકોટ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના 10,000 કરતા વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્લે કાર્ડ દર્શાવી અને જોરદાર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબ નેશનલ બેંક ઓફિસર્સ એસોસિએશનના સર્કલ પ્રેસિડેન્ટ તુષાર ગોયલે જણાવ્યું હતું કે, 5-ડે વર્કિંગ અને Performance Linked Incentive (PLI)નો વિરોધ છે. હાલમાં સરકારી બેંકોમાં ગ્રાહકોની સરખામણીએ કર્મચારીઓની પૂરતી ભરતી થતી નથી, જેથી પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી પણ અમારી માંગ છે.


આજથી ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે

ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યુનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સૅ (UFBU) બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. જે બાદ 12 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટે માંગણી ન સ્વીકારી, તો 26 ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાળ શરૂ થઈ જશે.

ગુજરાતમાં 15 હજાર કરોડના વ્યવહારને અસર UFBU જોડાયેલા સંગઠનોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય ન લેતા ગુજરાતમાં પણ તેની મોટી અસર થવાની શક્યતા છે. રાજ્યમાં આશરે 75 હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં સામેલ થઈ રહ્યા છે. લગભગ 5,400 બેંક શાખાઓની કામગીરી બંધ અથવા ખોરવાઈ છે. એટલું જ નહીં હડતાળને કારણે ગુજરાતમાં આશરે 15,000 કરોડના બેંકિંગ વ્યવહારોને અસર થઈ છે. બેંકમાં જઈને રૂપિયા જમા કે ઉપાડવા, ચેક સંબંધિત કામકાજ, કાઉન્ટર સેવા અને અન્ય શાખા આધારિત સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ