લોકમેળામાં માહિતી ખાતાના પ્રદર્શન સ્ટોલમાં કઠપુતળીના કલાકારો રંગ જમાવશે

લોકમેળામાં માહિતી ખાતાના પ્રદર્શન સ્ટોલમાં કઠપુતળીના કલાકારો રંગ જમાવશે

​રાજકોટ,

પરંપરાગત લોકકલાને પ્રોત્સાહન: કઠપુતળીના માધ્યમથી રજૂ થશે આકર્ષક કાર્યક્રમો

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાતા લોકમેળાને લઈને ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં ઉમટી પડતા મેળાના રસિયાઓ માટે આ વર્ષે મનોરંજનમાં વધુ એક નવો રંગ ઉમેરાયો છે. વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા મેળામાં આવતા મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં માહિતી ખાતા દ્વારા પ્રદર્શન સ્ટોલની સાથેસાથે મેળાના પ્રાંગણમાં પરંપરાગત કલાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી કઠપુતળીના વિશેષ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડિજિટલ યુગમાં પણ લોકહૈયામાં અમી છાંટણા કરતી આ પ્રાચીન કલા દ્વારા કલાકારો પોતાની અદભુત કલાના જોરે રંગ જમાવશે. કઠપુતળીના નાચ અને અનોખા સંવાદો દ્વારા મેળામાં આવતા નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના દર્શકો મંત્રમુગ્ધ બનશે. માહિતી ખાતાના સ્ટોલ પર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતીની સાથે-સાથે મનોરંજનના માધ્યમથી લોકજાગૃતિ ફેલાવવામાં આવશે. કઠપુતળીના કલાકારો દ્વારા પ્રસ્તુત થનારા આ કાર્યક્રમો મેળાની રોનક અને લોકપ્રિયતામાં વધુ ચાર ચાંદ લગાવશે તેવી પૂરી સંભાવના છે. 

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ