હુથીઓના હુમલા વચ્ચે સાઉદી ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ! Oct 13, 2026 નવી દિલ્હી,સુરક્ષા કારણોસર ૪૧ વર્ષીય પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સતત બદલ્યું લોકેશન વધતા જોખમ અને સુરક્ષાના ગંભીર પડકારોને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ૪૧ વર્ષીય ક્રાઉન પ્રિન્સ છેલ્લા એક અઠવાડિયાથી જાહેરમાં દેખાયા નથી અને તેમને વિશેષ સુરક્ષા તેમજ સિક્રેટ બંકર ધરાવતા મહેલોમાં સલામત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે.સુરક્ષાના ભાગરૂપે તેમનું લોકેશન પણ સતત બદલવામાં આવી રહ્યું છે. બીજી તરફ, હુથી બળવાખોરોના મિસાઈલ અને ડ્રોન હુમલાના જોખમને જોતાં સાઉદી સરકારે કડક આદેશ જારી કર્યા છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે મિસાઈલ કે ડ્રોન હુમલા અને તેના કાટમાળ સંબંધિત વિડિયો કે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરનાર સામે સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે. Previous Post Next Post