આતંકવાદ અને નશીલા પદાર્થોની તસ્કરી સામે એકજૂથ થઈ લડવા કેન્દ્રીય ગૃહમંત્રીની અપીલ Oct 13, 2026 નવી દિલ્હી,BIMSTEC સભ્ય દેશોને અમિત શાહનું આહ્વાનકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે આયોજિત પ્રથમ ‘BIMSTEC ગૃહમંત્રીઓની બેઠક’ દરમિયાન પ્રાદેશિક સુરક્ષા અને નશીલા પદાર્થોના દૂષણ સામે લડવા માટે એક મહત્ત્વપૂર્ણ હાકલ કરી સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સની તસ્કરી, આતંકવાદ, અને સીમાપારના સંગઠિત ગુનાઓ સામે સફળતા મેળવવા માટે BIMSTEC જૂથના તમામ સભ્ય દેશોએ મતભેદો ભૂલીને એકજૂથ થઈને મજબૂત લડત આપવી પડશે.ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા પદાર્થોની તસ્કરી માત્ર એક દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર પ્રદેશ માટે ગંભીર સુરક્ષા પડકાર ઊભો કરે છે. તેમણે ઉમેર્યું કે ગેરકાયદે નાણાકીય લેન-દેન, સાયબર ખતરા અને આતંકવાદના નેટવર્કને તોડી પાડવા માટે સભ્ય દેશો વચ્ચે નક્કર સહયોગ અને રિયલ-ટાઇમ માહિતીનું આદાન-પ્રદાન અત્યંત જરૂરી છે. બેઠકમાં ડ્રગ્સ મુક્ત પ્રદેશ બનાવવા તથા નશીલા પદાર્થોના નેટવર્ક પર સંપૂર્ણ પ્રહાર કરવા માટે સંયુક્ત વ્યૂહરચના અને મજબૂત તાલીમ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. Previous Post Next Post