આધારકાર્ડમાં ૩૧ ડિસેમ્બર સુધી ઈમેલ અપડેટ કરવાની સેવા તદ્દન નિઃશુલ્ક

આધારકાર્ડમાં ૩૧ ડિસેમ્બર સુધી ઈમેલ અપડેટ કરવાની સેવા તદ્દન નિઃશુલ્ક

નવી દિલ્હી,

યૂઆઈડીએઆઈ દ્વારા ફી માફ; નાગરિકો કોઈપણ ચાર્જ વગર ઓનલાઈન સુધારી શકશે

સામાન્ય રીતે આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની વિગતો કે માહિતી અપડેટ કરવા અથવા સુધારવા માટે નાગરિકોએ નિર્ધારિત ફી ચૂકવવી પડતી હોય છે. અગાઉ આધાર કાર્ડમાં ઈમેલ આઈડી બદલવા કે લિંક કરવા માટે રૂ. ૭૫ નો ચાર્જ લેવામાં આવતો હતો. પરંતુ હવે યુઆઈડીએઆઈ દ્વારા આ ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે.

જાહેર કરાયેલા નવા આદેશ અનુસાર, દેશભરના નાગરિકો ૧ જુલાઈ ૨૦૨૬ થી આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી પોતાના આધાર કાર્ડમાં ઈમેલ આઈડી એકદમ મફતમાં અપડેટ કરી શકશે. આ વિશેષ પહેલનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો પોતાના આધાર સાથે ઈમેલ આઈડી જોડે જેથી સરકાર તરફથી મળતા મહત્વપૂર્ણ નોટિફિકેશન અને અપડેટ્સ સીધા તેમના ઈમેલ પર સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તમામ આધાર ધારકોએ આ સમયગાળાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!