એક કરોડથી વધુ અરજીઓ સાથે વિશ્વનો પ્રથમ IPO બનાવી જિયોએ ઈતિહાસ રચ્યો Oct 23, 2026 મુંબઈ,વારી એનર્જીસ અને બજાજ જેવા દિગ્ગજો પાછળ છૂટ્યાભારતીય શેરબજાર અને વૈશ્વિક બિઝનેસ ક્ષેત્રે રિલાયન્સ ગ્રૂપની અગ્રણી ડિજિટલ કંપની ‘જિયો પ્લેટફોર્મ્સ’ના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) ઈશ્યૂ બંધ થવાના હજુ પાંચ કલાક બાકી હતા, ત્યારે જ રોકાણકારો તરફથી કુલ 1 કરોડથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી હતી. આ સાથે જિયો પ્લેટફોર્મ્સ 1 કરોડ અરજીઓનો આંકડો પાર કરનાર ભારતનો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનો સૌપ્રથમ IPO બનીને વૈશ્વિક સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ અગાઉ ભારતીય શેરબજારમાં સૌથી વધુ અરજીઓ મેળવવાનો રેકોર્ડ ‘વારી એનર્જીસ’ના નામે હતો, જેને આશરે 97 લાખ અરજીઓ મળી હતી. આ ઉપરાંત ‘બજાજ હાઉસિંગ ફાઇનાન્સ’ અને ‘બીસીસીએલ’ જેવા અન્ય મોટા આઈપીઓ પણ આશરે 90 લાખ અરજીઓ મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ જિયો પ્લેટફોર્મ્સે આ તમામ જૂના રેકોર્ડ્સને પાછળ છોડીને ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે પોતાનું નામ નોંધાવી દીધું છે. Previous Post Next Post