ગુજરાતની સરકારી શાળાઓમાં મંજૂરી વિના પ્રવેશ પર સખત પ્રતિબંધ Oct 22, 2026 ગાંધીનગર,ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરનાર સામે થશે પોક્સો હેઠળ કડક કાર્યવાહીગુજરાત રાજ્ય સરકારના નવા પરિપત્ર અનુસાર, હવે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કોઈપણ બાહ્ય કે બિનઅધિકૃત વ્યક્તિના મંજૂરી વગરના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ નવા આદેશ મુજબ, શાળા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે હવે સંબંધિત શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. માત્ર શાળા પરિસરમાં પ્રવેશ મળી જવાથી કોઈને પણ વર્ગખંડ, પ્રયોગશાળા કે પુસ્તકાલય જેવા શૈક્ષણિક વિભાગોમાં જવાની છૂટ મળશે નહીં; તેના માટે પણ અલગથી પરવાનગી લેવી પડશે. આ સાથે જ શાળાઓના ગેટ પર મુલાકાતીઓ માટે વિશેષ રજિસ્ટર રાખવામાં આવશે, જેમાં શાળાએ આવનાર દરેક વ્યક્તિએ પોતાની વિગતો નોંધાવવી ફરજિયાત રહેશે.શાળાઓની અંદર કોઈપણ પ્રકારની મંજૂરી વગર ફોટોગ્રાફી કરવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા, લાઇવ સ્ટ્રીમિંગ કરવા કે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાની પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા શાળાની નિયમિત શૈક્ષણિક કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો શાળા પ્રશાસનને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, આવા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહીની સાથે લાગુ પડતી પરિસ્થિતિમાં પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધવાની ચેતવણી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. Previous Post Next Post