દિવાળી પહેલાં વીજ સંકટ: ગુજરાતમાં ઉદ્યોગો પર 8 કલાકનો વીજકાપ

દિવાળી પહેલાં વીજ સંકટ: ગુજરાતમાં ઉદ્યોગો પર 8 કલાકનો વીજકાપ

ગાંધીનગર,

ઊર્જા મંત્રીના ઓલ ઈઝ વેલના દાવા વચ્ચે સરકારે કેન્દ્ર પાસે માંગવી પડી ૧૦૦૦ મેગાવોટ વીજળી

દિવાળીના તહેવારો ટાણે જ ગુજરાતમાં વીજળીની માંગ રેકોર્ડ ૨૯,૦૦૦ મેગાવોટને પાર પહોંચી જતાં રાજ્યમાં ગંભીર વીજ કટોકટીનો ભડકો થયો છે. ભરૂચથી લઈને ઉમરગામ સુધીના સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં દરરોજ સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી સત્તાવાર રીતે ૮ કલાકનો વીજકાપ ઝીંકી દેવામાં આવતાં ઉદ્યોગકારોમાં ભારે રોષ અને નારાજગી ફેલાઈ છે.

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે તહેવારોના આ મહત્વપૂર્ણ સમયમાં વીજકાપના કારણે ટેક્સટાઈલ, ડાયમંડ, એમ્બ્રોઈડરી જેવા નાના અને મધ્યમ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ખોરવાઈ ગયું છે. બીજી તરફ, રાજ્યના ઊર્જા મંત્રી કાનજીભાઈ ભાલાળા વીજળીની સ્થિતિ એકદમ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે.

જોકે, વાસ્તવિકતા એ છે કે વીજ સંકટને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ૧,૦૦૦ મેગાવોટ વધારાની વીજળીની તાકીદે માંગણી કરવી પડી છે. આ ઉપરાંત, રાજ્યમાં ટેકનિકલ કે અન્ય કારણોસર બંધ પડેલા ૩૧ જેટલા વીજ પ્લાન્ટ્સને ત્વરિત ધોરણે પુનઃ શરૂ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. મંત્રીના 'બધું સામાન્ય છે'ના દાવા સામે ઉદ્યોગ જગતમાં પાયમાલીનો ભય સેવાઈ રહ્યો છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!