બ્લેક મનીનું શંકાસ્પદ નેટવર્ક: ગુજરાતના અજ્ઞાત રાજકીય પક્ષોએ મેળવ્યા ૨૬૯૨ કરોડ Oct 30, 2026 અમદાવાદ,શૂન્ય બેઠકો જીતનારા ગુજરાત આધારિત 6 પક્ષોએ મેળવ્યું દેશભરના ભંડોળનું ૭૦ ટકા ફંડગુજરાત આધારિત કેટલાક એવા અજ્ઞાત અને બિન-માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો સામે આવ્યા છે, જેમના વિશે સામાન્ય જનતા ભાગ્યે જ જાણતી હોય છે, છતાં તેમણે છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક રૂ. ૨,૬૯૨ કરોડનું પ્રચંડ ફંડ મેળવ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને ઇન્કમટેક્સ વિભાગના અહેવાલ મુજબ, આ રકમ દેશભરના આવા પક્ષોને મળેલા કુલ ભંડોળના આશરે ૭૦ ટકા જેટલી થાય છે.અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા આ પક્ષોમાં 'ભારતીય નેશનલ જનતા દળ', 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' અને 'ગરીબ કલ્યાણ પાર્ટી' સહિતના નામો મુખ્ય છે, જેમણે ચૂંટણીમાં એકપણ બેઠક જીતી ન હોવા છતાં અબજો રૂપિયાનું દાન મેળવ્યું છે. આ પક્ષોએ ટેક્સ છૂટની છટકબારીઓનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ અને બોગસ ડોનેશન કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે. હાલમાં સીઆઈડી ક્રાઈમ અને આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ તથા ગાંધીનગર સ્થિત આ પાર્ટીઓની ઓફિસો અને સંકળાયેલા ઓડિટરો સામે સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Previous Post Next Post