ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી Oct 30, 2026 અમદાવાદ,વાતાવરણમાં પલટા સાથે ઠંડી અને માવઠાનો થશે બેવડો અનુભવઆગામી બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં પવનની દિશા બદલાતા અને નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં અચાનક બદલાયેલા આ મૌસમથી નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ગુલાબી ઠંડીનો ચમકારો યથાવત છે, તો બીજી તરફ કમોસમી વરસાદના એંધાણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન નિષ્ણાતો અને IMD દ્વારા લોકોને સાવચેત રહેવા તથા આ ફેરફાર વચ્ચે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. Previous Post Next Post