અદમ્ય સાહસનો ઇતિહાસ આલેખતી 70 વર્ષની "પેન"ગાથા, રાજકોટમાં પેનનો "વિકાસ" અને "વિકાસ"ની પેન

અદમ્ય સાહસનો ઇતિહાસ આલેખતી 70 વર્ષની "પેન"ગાથા, રાજકોટમાં પેનનો "વિકાસ" અને "વિકાસ"ની પેન

રાજકોટ,

1956માં આલેખાયેલું વિશ્વાસનું વાક્ય આજે સૌરાષ્ટ્રની સૌથી વિશ્વસનીય પર્સનોલાઇઝ પેન બ્રાન્ડનો આલેખ બની ગયું

વ્યવસાય માત્ર માલ વેચવાનું નામ નથી. વ્યવસાય એટલે વિશ્વાસ, સંબંધો અને પેઢીઓ સુધી જળવાઈ રહે તેવી પ્રતિષ્ઠા. વિકાસ પબ્લિસિટી ગ્રુપ  ના Vikas Pen World ની સફર આ વાતનું જીવંત ઉદાહરણ છે. આ સફરની શરૂઆત વર્ષ 1956માં સ્વ. ઇન્દુભાઈ ગોરધનદાસ મહેતા દ્વારા રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરથી થઈ. તે સમયના મર્યાદિત સાધનો વચ્ચે તેમણે પેનના વ્યવસાયનો પાયો નાખ્યો અને ગુણવત્તા તથા પ્રામાણિકતાના સિદ્ધાંતો પર વ્યવસાય આગળ વધાર્યો.

થોડા જ વર્ષોમાં તેમના મોટા પુત્ર મહેન્દ્રભાઈ ઇન્દુભાઇ મહેતા માત્ર 11 વર્ષની ઉંમરે પિતાના ખભે ખભો મિલાવી વ્યવસાયમાં જોડાયા. તેઓ વિવિધ દુકાનોમાં ફરીને ₹1માં 5 પેન વેચતા અને ગ્રાહકોનો વિશ્વાસ જીતતા. આ જ મહેનતના પરિણામે ધર્મેન્દ્ર રોડ પર પોતાની દુકાન ખરીદવામાં આવી અને "Modern Pen Centre" તરીકે નવી ઓળખ મળી. પરિવારના અન્ય બે સભ્યો હરેશભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા પણ વ્યવસાય સાથે જોડાયા. ત્રણેય ભાઈઓએ મળીને ઇન્ક પેન અને કોર્પોરેટ ગિફ્ટિંગ પેનના ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઉભી કરી.

વર્ષ 1984માં મહેન્દ્રભાઈ મહેતાએ જાહેરાત ક્ષેત્રે Vikas Publicityની સ્થાપના કરી, જ્યારે હરેશભાઈ મહેતાએ મુંબઈમાં Him Enterprise શરૂ કરી. બીજી તરફ સંજયભાઈ મહેતાએ પેનના વ્યવસાયને સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધાર્યો.

2017 મહેતા પરિવાર માટે જીવનની સૌથી કઠિન કસોટી લઈને આવ્યું. સંજયભાઈ મહેતાને છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું. કંપની પાસે અંદાજે ₹25 લાખનો સ્ટોક હતો, લેણદારોના બાકી નાણાં હતાં અને વ્યવસાયનું ભવિષ્ય અનિશ્ચિત લાગતું હતું. ઘણા લોકો માટે આ અંત હોત, પરંતુ મહેતા પરિવાર માટે આ નવી શરૂઆત હતી. મહેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વમાં ત્રીજી પેઢીના રીશીત મહેતા અને શ્રેયાંસ મહેતાએ જવાબદારી પોતાના ખભે લીધી. તમામ લેણદારોના દેવા ચૂકવ્યા, વ્યવસાયને નવી દિશા આપી અને નવા વિઝન સાથે "Vikas Pen World" તરીકે નવી ઓળખ આપી.

"દરેક પેન માત્ર એક પ્રોડક્ટ નથી... પરંતુ લાગણી, સંબંધ અને યાદગાર પળોને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે." આ જ વિચાર સાથે Vikas Pen World આજે પણ ગુણવત્તા, વિશ્વાસ અને તાત્કાલિક સેવાને પોતાનું સૌથી મોટું મૂલ્ય માને છે અને આગામી પેઢીઓ સુધી આ પરંપરાને આગળ વધારવાનો સંકલ્પ ધરાવે છે.

સૌરાષ્ટ્રમાં Personalized Metal Pens માટે બની પ્રથમ પસંદગી

આજે Vikas Pen World માત્ર પેન વેચતું શોરૂમ નથી, પરંતુ Personalized Gifting Solutions માટે વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. ₹50થી શરૂ થતી પ્રીમિયમ મેટલ પેન, એક જ પીસથી લઈને હજારો પીસ સુધી, દરેક ગ્રાહકની જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવે છે.
વ્યક્તિગત નામ, કંપનીનો લોગો અથવા ખાસ સંદેશ સાથે પેન પર Laser Engraving દ્વારા મિનિટોમાં જ પર્સનલાઇઝેશન કરવાની સુવિધા આજે Vikas Pen Worldની સૌથી મોટી વિશેષતા છે. વ્યક્તિગત ગિફ્ટ, કોર્પોરેટ ગિફ્ટિંગ, સરકારી વિભાગો, બેન્કો, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને વિવિધ સંસ્થાઓ માટે Vikas Pen World આજે સૌરાષ્ટ્રનું વિશ્વાસપાત્ર નામ છે.


દર વર્ષે 1 લાખથી વધુ પેનનું વેચાણ કંપનીની સતત વધી રહેલી લોકપ્રિયતાનો પુરાવો

સાત દાયકાથી વધુ સમયથી હજારો પરિવારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ સાથે Vikas પરિવારનો સંબંધ માત્ર વ્યવસાય સુધી મર્યાદિત નથી રહ્યો. આજે પણ અનેક ગ્રાહકો ત્રીજી પેઢી સુધી Vikas Pen World સાથે જોડાયેલા છે, જે કંપની માટે સૌથી મોટું સન્માન છે.


… જ્યારે પીએમ મોદી માટે ખાસ પેન બનાવી...!

વર્ષ 2026માં Vikas Pen World માટે ઐતિહાસિક ક્ષણ આવી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની વિશેષ પર્સનલાઇઝ્ડ મેટલ પેન Vikas Pen Worldમાં તૈયાર કરવામાં આવી. આ પેન એક ગ્રાહક દ્વારા પ્રધાનમંત્રીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી અને તેમણે તે સૌજન્યપૂર્વક સ્વીકારી હતી. Vikas પરિવાર માટે આ ક્ષણ વર્ષોની મહેનત, ગુણવત્તા અને વિશ્વાસને મળેલું ગૌરવપૂર્ણ સન્માન બની રહી. તે જ વર્ષમાં Vikas Pen Worldને દિવ્ય ભાસ્કર ગ્રુપના MY FM દ્વારા "Most Trusted Personalized Pen Store of Saurashtra" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. આ એવોર્ડ ગ્રાહકોના અતૂટ વિશ્વાસ, ઉત્તમ સેવા અને નવીનતાની કદરરૂપે એનાયત કરવામાં આવ્યો હતો.

You may also like

રશિયન ઓઈલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકી સેનેટમાં ૧૦૦% ટેરિફનું બિલ પાસ

રશિયન ઓઈલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકી સેનેટમાં ૧૦૦% ટેરિફનું બિલ પાસ

જાપાનમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપથી 13ના મોત

જાપાનમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપથી 13ના મોત

NEET પેપર લીક કાંડ મામલે 13 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

NEET પેપર લીક કાંડ મામલે 13 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

બિહાર-આસામમાં વિદ્યાર્થીઓ સામેની FIR રદ્દ  કરવાનો સરકારનો મોટો નિર્ણય

બિહાર-આસામમાં વિદ્યાર્થીઓ સામેની FIR રદ્દ કરવાનો સરકારનો મોટો નિર્ણય