ઓછા ફોર્સની ફરિયાદોના નિકાલ માટે તંત્રનો નિર્ણય, રવિવારની રાત્રિથી જ પાણી પુરવઠામાં કાપ અમલી

ઓછા ફોર્સની ફરિયાદોના નિકાલ માટે તંત્રનો નિર્ણય, રવિવારની રાત્રિથી જ પાણી પુરવઠામાં કાપ અમલી

રાજકોટ,

રાજકોટનાં વોર્ડ નં. ૪ની ૧૦૦થી વધુ સોસાયટીઓમાં સોમવારે પાણી કાપ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટના વોર્ડ નંબર-૪માં વસતા હજારો નાગરિકોએ પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે. વોર્ડ નંબર-૪ હેઠળ આવતી ૧૦૦થી વધુ સોસાયટીઓમાં તા. ૧૭ ઓગષ્ટના રોજ પાણીનું વિતરણ સદંતર બંધ રાખવાનો મનપાના તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી આ વોર્ડ વિસ્તારના રહીશો દ્વારા પાણીના ઓછા ફોર્સ અંગેની ફરિયાદો કરવામાં આવી રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને અને પાણી પુરવઠા વ્યવસ્થાને સુધારવાના હેતુથી તંત્રએ આ આકરો નિર્ણય લીધો છે. પાણીના ઓછા ફોર્સની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે મેઈન લાઈનમાં જરૂરી સમારકામ તથા ટેકનિકલ સુધારા કરવાના હોવાથી આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારની રાત્રિથી જ પાણી પુરવઠામાં કાપની સ્થિતિ શરૂ થઈ જશે, જેના કારણે સોમવારે સવારના સમયે પાણી વિતરણ થઈ શકશે નહીં. તંત્રએ વોર્ડ નંબર-૪ના અસરગ્રસ્ત સોસાયટીઓના રહીશોને આ બાબતની નોંધ લેવા અને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરી છે, જેથી સોમવારના દિવસે કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે. મનપાના આ પગલાથી આગામી દિવસોમાં પાણીના ફોર્સમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ