‘સાચી નવરાત્રિ’માં ફાયર NOC વિના જ હજારો ખેલૈયા ઉતાર્યા ગ્રાઉન્ડમાં! Oct 13, 2026 અમદાવાદ,અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ પર નિયમોના ધજાગરાઅમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ પર આવેલા સ્થળે ગાયક જિગરદાન ગઢવીના ‘સાચી નવરાત્રિ’ નામના ગરબા આયોજનના પ્રથમ દિવસે જ કાયદેસરની ફાયર NOC કે જરૂરી મંજૂરીઓ મેળવ્યા વિના વિશાળ એર-કન્ડિશન્ડ ડોમમાં ગરબા યોજવામાં આવ્યા હતા.ફાયર વિભાગની ટીમ દ્વારા ચાર વખત સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ઇમરજન્સી એક્ઝિટ, વાયરિંગ તેમજ ફાયર સેફ્ટી સાધનો સંદર્ભે ખામીઓ દર્શાવવામાં આવી હતી. તેમ છતાં, આયોજકોએ બેદરકારી દાખવીને પ્રથમ નોરતે જ આશરે ૩,૦૦૦ જેટલા ખેલૈયાઓને ગ્રાઉન્ડમાં પ્રવેશ આપી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.હવે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી આયોજન આગળ ચલાવી શકાશે નહીં. બીજી તરફ, વિવાદ વધતાં આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી લૂલો બચાવ રજૂ કર્યો હતો, જેના પગલે તંત્ર અને આયોજકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post