સગર્ભા પત્રકારને ધક્કો મારવાનો રાહુલ ગાંધી પર આરોપ

સગર્ભા પત્રકારને ધક્કો મારવાનો રાહુલ ગાંધી પર આરોપ

નવી દિલ્હી,

સમગ્ર ઘટના વીડિયો કેમેરામાં કેદ, પત્રકાર હોસ્પિટલમાં દાખલ

રાહુલ ગાંધી પર માર્ચ દરમિયાન મહિલા પોલીસકર્મી તેમજ પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રકારનું નામ રિચા પરાશર છે, જેઓ મૂળ બિહારના સીવાનની રહેવાસી છે અને એક ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ માટે કામ કરે છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમણે રડતાં-રડતાં સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે.

પીડિત પત્રકારએ જણાવ્યું કે, જ્યારે તેઓ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યા અને પોતાનું માઈક આગળ કર્યું, ત્યારે રાહુલે માઈક હટાવવાનો ઈશારો કર્યો અને તેમણે માઈક હટાવી લીધું હતું. પરંતુ, જ્યારે અન્ય મીડિયાકર્મીઓના માઈક પણ લાગી રહ્યા હતા, ત્યારે તેમણે ફરીથી પોતાનો માઈક આગળ કર્યો. આ જોઈને રાહુલ ગાંધી ગુસ્સામાં આગળ આવ્યા અને તેમનો ડાબો ખભો પકડીને માઇક ખેંચી લીધું. રાહુલ ગાંધીના બોડીગાર્ડ્સે તેમને જોરથી ધક્કો માર્યો, જેના કારણે તેઓ સીડીઓ પર મોંના બળે નીચે પડી ગયા. આ ઘટના તેમના કેમેરાપર્સનના કેમેરામાં રેકોર્ડ થઈ રહી હતી, તેથી રાહુલે કેમેરાપર્સનને પણ ધક્કો માર્યો, જેના કારણે તે પત્રકારની ઉપર જ પડી ગયો. આ દુર્ઘટનામાં તેમનો ફોન પણ તૂટી ગયો છે અને તેઓ ઘૂંટણ તથા પેટના બળે નીચે પડ્યા હતા. આ ઘટના બાદ કોઈ પણ વ્યક્તિ તેમની મદદ માટે આગળ આવી ન હતી, ઉલટાનું ત્યાં હાજર લોકો જૂઠું બોલવા લાગ્યા કે કોઈએ ધક્કો નથી માર્યો.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!