‘અર્નબ’ વાવાઝોડાના ખતરા વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હજારો લોકોનું સ્થળાંતર Oct 27, 2026 નવી દિલ્હી,આગામી 36 કલાક અત્યંત સંવેદનશીલ: 53 ટ્રેનો રદ્દબંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અતિ રૌદ્ર ચક્રવાતી તોફાન 'અર્નબ' વધુ વિકરાળ બનીને આગામી 36 કલાકમાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આવેલા યાનમ નજીક દરિયાકાંઠે ટકરાશે, જ્યાં પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે.સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના આદેશ અનુસાર આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાંથી હજારો નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સંવેદનશીલ ગંજમ સહિતના જિલ્લાઓમાં એરપોર્ટ, પર્યટન સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ પર અસર પડી છે, તેમજ સુરક્ષાના ભાગરૂપે ગંજમ પ્રશાસન દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રો અને સ્કૂલ-કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, સંવેદનશીલ રૂટ પર દોડતી આશરે 53 જેટલી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. Previous Post Next Post