ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

ગાંધીનગર,

કિસાન નેતા પાલ આંબલિયાનું ૧૨ નવેમ્બરથી આંદોલનનું એલાન

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ એમ ૪ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી હેક્ટરદીઠ માત્ર ₹૮,૫૦૦ની સહાયની મર્યાદા (મહત્તમ બે હેક્ટર સુધી) ખેડૂતો માટે પૂરતી ન હોવાના આક્ષેપ સાથે ભારે રોષ વ્યાપી ગયો છે.

કિસાન નેતા પાલ આંબલિયાએ સરકારના આ નિર્ણયને ખેડૂતોની સાથે કરાયેલી ક્રૂર મજાક ગણાવતા કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ખેતીમાં થયેલા વ્યાપક નુકસાન સામે આ રકમ અત્યંત ઓછી છે. ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે દુષ્કાળ સહાયના ધોરણોમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે અને ખેડૂતોનું ₹૩ લાખ સુધીનું ખેતધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. 

દ્વારકા સહિતના વિસ્તારોના ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર આ સહાયના ધોરણોમાં ફેરફાર નહીં કરે, તો આગામી ૧૨ નવેમ્બરથી સરકાર સામે સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન અને લડતનું રણશિંગુ ફૂંકવામાં આવશે.

You may also like

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

‘અર્નબ’ વાવાઝોડાના ખતરા વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હજારો લોકોનું સ્થળાંતર

‘અર્નબ’ વાવાઝોડાના ખતરા વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હજારો લોકોનું સ્થળાંતર