ભારત પર ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ત્રણ શક્તિશાળી ચક્રવાત ત્રાટકવાની આશંકા

ભારત પર ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ત્રણ શક્તિશાળી ચક્રવાત ત્રાટકવાની આશંકા

નવી દિલ્હી,

ચક્રવાતોની તાકાતમાં ૮૩% સુધીનો મોટો વધારો થવાની સંભાવના 

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થા અને હવામાન સંબંધિત સેટેલાઈટ ડેટાના આધારે કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશના દરિયાકાંઠે ત્રણ શક્તિશાળી ચક્રવાતી તોફાનો (સાયક્લોન) ત્રાટકવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગામી ચક્રવાતોની તીવ્રતા અને વિનાશક ક્ષમતા છેલ્લા ૪૪ વર્ષના સરેરાશ સ્તર કરતા આશરે ૮૩ ટકા જેટલી વધુ શક્તિશાળી હોઈ શકે છે. સામાન્ય રીતે આ ચોમાસા પછીના સમયગાળામાં સમુદ્રમાં બનતા વાવાઝોડાની તુલનાએ આ વર્ષે ઊર્જા અને પવનની ગતિનું પ્રમાણ ઘણું ઊંચું રહેવાની ધારણા છે. વૈજ્ઞાનિક માપદંડ મુજબ આ સિઝનમાં તોફાનોની ગંભીરતા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે, જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા સાથે અતિભારે વરસાદ અને સમુદ્રમાં ઊંચી મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર, હવામાન વિભાગ અને દરિયાકાંઠાના રાજ્યોના આપત્તિ વ્યવસ્થાપન વિભાગો દ્વારા અત્યારથી જ સાવચેતીના પગલાં રૂપે પૂરતી તૈયારીઓ અને મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.