શુભમન ગિલની ઈજા પર BCCIનું અપડેટ: બીજી ટેસ્ટમાં રમશે કે નહીં, નિર્ણય 21 નવેમ્બરે

શુભમન ગિલની ઈજા પર BCCIનું અપડેટ: બીજી ટેસ્ટમાં રમશે કે નહીં, નિર્ણય 21 નવેમ્બરે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ઈજાને લઈને ચાહકોમાં ચિંતા વધી છે. કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન શુભમન ગિલને ગરદનમાં ઈજા થવાથી મેદાન છોડવું પડ્યું હતું. પ્રથમ ઈનિંગમાં ઈજા થતાં તેઓ રિટાયર્ડ હર્ટ થયા હતા અને બીજી ઈનિંગમાં બેટિંગ માટે પણ ઉતરી શક્યા નહોતા. મેચના બીજા દિવસની રમત પૂરી થયા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નિરીક્ષણ બાદ આગામી દિવસે તેમને રજા આપવામાં આવી હતી.

BCCIનું મેડિકલ બુલેટિન
બી.સી.સી.આઈ.એ 19 નવેમ્બરે જાહેર કરેલા અપડેટમાં જણાવ્યું કે શુભમન ગિલની સારવારને સારી અસર થઈ રહી છે. તેઓ ટીમ સાથે ગુવાહાટી જશે, જ્યાં બીજી ટેસ્ટ રમાવાની છે. જોકે તેમની ઈજાના સ્વરૂપને ધ્યાનમાં રાખીને મેડિકલ ટીમ આગામી દિવસોમાં તેમનું નિરીક્ષણ ચાલુ રાખશે. બીજી ટેસ્ટમાં તેઓ રમશે કે નહીં, તેનો અંતિમ નિર્ણય પણ તેના આધારે જ લેવાશે.

21 નવેમ્બરનો દિવસ નિર્ણાયક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરે ગુવાહાટીમાં શરૂ થશે. ટીમ આજે ગુવાહાટી જવા રવાના થશે. શુભમન ગિલ પણ ટીમ સાથે જ જશે, પરંતુ હાલની સ્થિતિ જોતા તેમની બીજી ટેસ્ટમાં ભાગીએદારી અંગે સંભાવનાઓ નબળી માનવામાં આવી રહી છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે નાની ઈજા વધુ ગંભીર ન બને, તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લેવાય.
શુભમનની રમવાની સ્થિતિ વિશે અંતિમ નિર્ણય 21 નવેમ્બરના રોજ લેવામાં આવશે.

ટીમ ઈન્ડિયા માટે આ મહત્વપૂર્ણ શ્રેણી છે, પરંતુ કેપ્ટનની તંદુરસ્તી પ્રાથમિકતા હોવાથી BCCI સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.

You may also like

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ