રાજકોટમાં આજે સચેત–પરંપરાની મ્યુઝિકલ નાઇટ, ફાફડા–જલેબીની મોજ માણી, બોલ્યા જયશ્રી કૃષ્ણ રામના જયકાર

રાજકોટમાં આજે સચેત–પરંપરાની મ્યુઝિકલ નાઇટ, ફાફડા–જલેબીની મોજ માણી, બોલ્યા જયશ્રી કૃષ્ણ રામના જયકાર

રાજકોટ મહાપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે શહેરમાં આજ રોજ વિશેષ ઉત્સાહી વાતાવરણ સર્જાયું હતું. આ અવસરને યાદગાર બનાવવા મહાનગરપાલિકા દ્વારા ભવ્ય બોલીવુડ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકપ્રિય ગાયક જોડી સચેત ટંડન અને પરંપરા ટંડન ખાસ ઉપસ્થિત રહી શહેરવાસીઓને મોહી લેનારાં સંગીતમય પર્ફોર્મન્સ આપવા આવી પહોંચ્યા.

સવારથી જ શહેરમાં તેમની હાજરીને લઈને ઉત્સુકતા જોવા મળી. રાજકોટ આવતાં જ બંને ગાયકોએ શહેરના પ્રખ્યાત ફાફડા–જલેબી, થેપલા, સમરીયું અને અન્ય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણ્યો. વીડિયોમાં તેઓએ રાજકોટ માટે પ્રેમ વ્યક્ત કરતા “જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ” બોલ્યા હતા અને આજે સાંજના કાર્યક્રમમાં ભાગ લેવા રાજકોટવાસીઓને આમંત્રણ આપ્યું હતું. તેમની ખુશીના સ્વરો અને હાવભાવ પરથી સ્પષ્ટ જણાતું હતું કે રાજકોટના સ્વાદિષ્ટ ભોજનનો તેઓએ પુરેપુરો આનંદ માણ્યો.

પત્રકાર પરિષદ દરમિયાન સચેતએ જણાવ્યું કે તેમની ટીમમાં મોટા ભાગે ગુજરાતી સભ્યો છે, અને તેથી ગુજરાતી ભોજનનો સ્વાદ તેઓને સૌમ્ય રીતે પરિચિત છે. રાજકોટમાં મળતી વાનગીઓની ગુણવત્તાની તેમને ખાસ પ્રશંસા કરી. પરંપરાએ પણ જણાવ્યું કે દુનિયાના કોઈપણ ખૂણે જાય, ગુજરાતી ફૂડ હંમેશા તેમની પ્રથમ પસંદ રહી છે. તેમણે જણાવ્યુ કે રાત્રિના કાર્યક્રમની શરૂઆત કાલભૈરવ સ્તોત્રથી કરવામાં આવશે અને કાર્યક્રમ દરમિયાન મંગલ ભવન અમંગલ હારી… જેવા ભક્તિમય ગીતો પણ રજૂ થશે.

સાંજે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી મ્યુઝિકલ નાઈટમાં સચેત–પરંપરા તેમના જાણીતા ગીતો જેમ કે તેરા મેરા જહાં, મૈયા મૈનુ, બેખુદી અને કબીર સિંગના અન્ય લોકપ્રિય ગીતો રજૂ કરશે. કાર્યક્રમમાં લોક કલાકારોની રજૂઆત પણ થશે અને સમગ્ર વાતાવરણ સંગીત, આનંદ અને ઉત્સાહથી સરબોળ થશે. દર્શકો સાથે સીધો સંવાદ પણ થવાની શક્યતા છે, જે સમગ્ર કાર્યક્રમને વધુ આકર્ષક બનાવશે.

આ ભવ્ય ઉજવણીમાં મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, જનતા માટે કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ રાખાતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

રાજકોટના સ્થાપના દિવસના આ ખાસ પ્રસંગે સચેત–પરંપરાની યાદગાર હાજરીથી શહેરે સંગીત અને પરંપરાનું અનોખું સમન્વય અનુભવ્યો છે.

You may also like

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ