Rajkot રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ Read More
Lifestyle ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ Read More
Business ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ Read More
India જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી Read More
Ahmedabad ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ Read More
India મકરસંક્રાંતિ: પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાને ઉજવણી કરતાં દેશભરના લોકો માટે ઉત્સવ અને આનંદભર્યું પર્વ Read More
Gujrat કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે રાજ્યમાં શિયાળાની ઠંડી બાદ આજે ઘણા અંશે રાહત અનુભવાઈ હતી, પરંતુ આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડીનો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલના જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાશે અને અનેક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકી શકે છે. રાજ્યમાં તાપમાનની હાલની સ્થિતિઅશોકભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં નોર્મલ ન્યુનતમ તાપમાન 12થી 13 ડિગ્રી જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 10થી 11 ડિગ્રી ગણાય છે. 12 જાન્યુઆરી સુધી તાપમાન નોર્મલ કરતાં નીચું રહેવાની આગાહી અનુસાર ગઇકાલ સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.રાજકોટ, અમરેલી અને ભુજ જેવા શહેરોમાં ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું. જોકે 13 જાન્યુઆરીથી તાપમાનમાં થોડી રાહત જોવા મળી છે. શહેરવાર ન્યુનતમ તાપમાનરાજકોટ : 11.1 ડિગ્રી (નોર્મલ કરતાં 1.7 ડિગ્રી ઓછું)અમદાવાદ : 16 ડિગ્રી (નોર્મલ કરતાં 3.7 ડિગ્રી વધુ)વડોદરા : 15 ડિગ્રી (1.9 ડિગ્રી વધુ)ભુજ : 11 ડિગ્રી (0.4 ડિગ્રી ઓછું)ડિસા : 12.3 ડિગ્રી (2.3 ડિગ્રી વધુ)અમરેલી : 12.4 ડિગ્રી (1 ડિગ્રી વધુ) 14થી 16 જાન્યુઆરી : ફરી ઠંડીનો દોરઆગાહીમાં જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં પણ નીચું અને 10 ડિગ્રીથી ઓછું રહેવાની સંભાવના છે. બુધથી શુક્ર દરમિયાન રાજ્યના અનેક સેન્ટરોમાં કડક ઠંડી અનુભવાશે. 17 જાન્યુઆરીથી મળશે રાહત17 જાન્યુઆરી બાદ ઠંડીમાં ધીમે ધીમે રાહત મળશે. ન્યુનતમ તાપમાન ફરી નોર્મલ સ્તરે આવશે અને શિયાળાનો તીવ્ર પ્રભાવ ઘટશે. 17થી 20 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે. ઝાકળવર્ષાની શક્યતા 15થી 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઝાકળવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ખેતી અને વાતાવરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્તરાયણ માટે પવન અનુકૂળઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ પવન ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં 7થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.15 જાન્યુઆરીએ પવનની ઝડપ 8થી 20 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.આથી ઉત્તરાયણના પતંગપર્વ દરમિયાન નોર્મલ પવનના કારણે પતંગરસિયાઓને પૂરતો આનંદ માણવા મળશે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા17થી 20 જાન્યુઆરી દરમિયાન સર્જાનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હળવો-મધ્યમ બરફવર્ષા થવાની શક્યતા છે.
Rajkot રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. પ્રથમ વન-ડેમાં વડોદરામાં ભારતની ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે કિવી ટીમ શ્રેણીમાં બરાબરી કરવા મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડ ટીમની નેટ પ્રેક્ટિસમેચ પૂર્વે આજે બપોરે 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેપ્ટન માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, કાઇલ જેમીસન સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો. કિવી ટીમ માટે રાજકોટનું મેદાન નવું હોવાથી તેઓ પરિસ્થિતિને સમજવામાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સાંજે નેટમાં ઉતરશેટીમ ઈન્ડિયા આજે સાંજે 5.30 વાગ્યે નેટ પ્રેક્ટિસ કરશે. કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સહિતના ખેલાડીઓ મેદાનમાં દેખાશે. પંત અને વોશિંગટન સુંદર બહારઈજાને કારણે રિષભ પંત બાદ વોશિંગટન સુંદર પણ રાજકોટની મેચમાં નહીં રમે. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જુરેલે તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી વિજય હઝારે ટ્રોફીમાં 7 મેચમાં 558 રન સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ પિચ, રનનો વરસાદ શક્યનિરંજન શાહ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધી અહીં રમાયેલી મેચોમાં મોટા સ્કોર જોવા મળ્યા છે. આવતીકાલની મેચમાં પણ રનફેસ્ટ થવાની પૂરી શક્યતા છે. રોહિત-કોહલી માટે છેલ્લી વન-ડે?ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે રાજકોટની મેચ સંભવિત અંતિમ વન-ડે બની શકે છે. આ કારણે ચાહકોમાં મેચને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વન-ડેનો ઇતિહાસનિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી 4 વન-ડે મેચ રમાઈ છે.ભારતે માત્ર 1 મેચમાં જીત મેળવી3 મેચમાં હારનો સામનો કરવો પડ્યોકુલ મળીને અહીં 13 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટેસ્ટ, T20 અને વન-ડેનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ પહેલીવાર રાજકોટમાં વન-ડે રમશેન્યૂઝીલેન્ડ ટીમ માટે રાજકોટમાં આ પહેલી વન-ડે મેચ છે, જ્યારે ભારતના 8 ખેલાડીઓ અગાઉ અહીં રમવાનો અનુભવ ધરાવે છે. ખેલાડીઓનું ભવ્ય સ્વાગતસોમવારે રાજકોટ પહોંચેલી ટીમ ઈન્ડિયાનું પરંપરાગત ઢોલ-નગારાં અને રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.
Lifestyle ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ કડકડતી ઠંડી અને શીતલહેર દરમિયાન લોકો સામાન્ય રીતે તરસ ઓછી લાગતી હોવાથી પાણી ઓછું પીવે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી હૃદય પર વધારાનું ભારણ પડે છે અને બ્લડપ્રેસર તેમજ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. ❖ શિયાળામાં કેમ વધે છે બ્લડપ્રેસર?દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. સંજીવ નારંગના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં શરીરની ધમનીઓ સંકોચાઈ જાય છે. આ કારણે લોહીનું દબાણ વધે છે. જો પાણીનું સેવન ઓછું થાય તો લોહી વધુ ઘાટું બને છે, જેનાથી બ્લડપ્રેસર અને લોહીના થક્કા (ક્લોટ) બનવાનો જોખમ વધી જાય છે. ❖ ઓપીડીમાં વધી રહ્યા છે બ્લડપ્રેસરના દર્દીઓડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં ઓપીડીમાં એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જેમનું બ્લડપ્રેસર અગાઉ નિયંત્રણમાં હતું, પરંતુ શિયાળાની ઋતુમાં અચાનક વધી ગયું છે. કેટલાક દર્દીઓમાં પગમાં સોજા આવવાના કેસ પણ નોંધાયા છે. ❖ હાર્ટ એટેક અને શ્વાસની બીમારીનો વધતો ખતરોપાણી ઓછું પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે જ ઠંડી હવા સીધી શ્વાસ દ્વારા શરીરમાં જવાથી શ્વાસની નળી સંકોચાઈ જાય છે, જેના કારણે શ્વાસની તકલીફ, દમ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વધી રહી છે, તેમ ડો. સંજીવ સિંહાએ ચેતવણી આપી છે. ❖ ન્યુમોનિયાના કેસોમાં વધારોશિયાળાની ઋતુમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. ઠંડીને હળવાશથી લેવી નહીં, એવી ડોક્ટરોની સલાહ છે. ❖ ડોક્ટરોની મહત્વની સલાહસપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર બ્લડપ્રેસર ચેક કરવુંશક્ય હોય તો ઘરમાં બ્લડપ્રેસર મશીન રાખવુંપૂરતું પાણી પીવું, તરસ ન લાગે તો પણડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ વધુ ઠંડીમાં સવાર-સાંજ ફરવાનું ટાળવું ❖ બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજીવૃદ્ધોએ ન્યુમોનિયાની રસી લેવવીબાળકોને 3-4 ગરમ કપડાં પહેરાવવાંનવજાત બાળકનું ખાસ ધ્યાન રાખવુંમાથું, કાન અને ગળું ઢાંકીને રાખવુંયોગ્ય અને પોષણયુક્ત આહાર લેવોશિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગતી હોવા છતાં પૂરતું પાણી પીવું, નિયમિત તપાસ કરવી અને ઠંડીથી બચાવના પગલાં લેવાં અત્યંત જરૂરી છે. નાની લાપરવાહી પણ ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.
Business ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ મુંબઇ શેરબજારમાં એક દિવસની તેજી બાદ આજે ફરી એકવાર ભારે અફડાતફડી વચ્ચે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેકસમાં ઇન્ટ્રા-ડે 400 પોઇન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો અને અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. મોટા ભાગના શેરોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળતાં રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.શરૂઆતમાં બજાર સ્થિર ટોન સાથે ખુલ્યું હતું, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ઇરાન સાથે વેપાર કરવા બદલ વધુ 25 ટકા ટેરીફ લાદવાની ધમકી ઉચ્ચારતા જ બજારનું મનોબળ નબળું પડી ગયું હતું. આ નિવેદન બાદ શેરબજારમાં વેચવાલીનો દબાણ વધી ગયો અને માર્કેટ રેડ ઝોનમાં ઉતરી ગયું હતું.ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની સકારાત્મક અપેક્ષાઓ પણ આજના સત્રમાં ધૂંધળી પડતી જોવા મળી હતી. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકાના સતત બદલાતા વ્યાપાર નીતિ સંબંધિત પગલાં અને ટેરીફ વોરનું ચિત્ર જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજારમાં આવો ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.આજના સત્ર દરમિયાન મન્નાપુરમ ફાયનાન્સ, ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, એન્જલ-વન, એચડીએફસી બેન્ક, બીએસઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, નેલ્કો, વેદાંતા અને સ્ટેટ બેન્ક જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ડિક્સન ટેકનોલોજી, ટ્રેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આઇએસબી એગ્રો, વોડાફોન આઇડિયા અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.દિવસના અંતે મુંબઇ શેરબજારનો સેન્સેકસ 236 પોઇન્ટના ઘટાડા સાથે 83,641 પર બંધ થયો હતો. સેન્સેકસે દિવસ દરમિયાન 84,258નું ઊંચું સ્તર અને 83,262નું નીચું સ્તર નોંધાવ્યું હતું. જ્યારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 25,730 પર બંધ રહ્યો હતો. નિફ્ટીનું દિવસનું ઊંચું સ્તર 25,899 અને નીચું સ્તર 25,630 રહ્યું હતું.વિશ્લેષકોના મતે, વૈશ્વિક સ્તરે રાજકીય અને વેપાર સંબંધિત અનિશ્ચિતતા યથાવત રહેતાં ટૂંકા ગાળામાં શેરબજારમાં ચેતનાવાળી અને અસ્થિર ચાલ જોવા મળી શકે છે.
India જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી ભારતમાં હેચબેક કાર સેગમેન્ટ ફરી એકવાર ઉછાળો લેતું નજરે પડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SUV અને કોમ્પેક્ટ કારોના વધતા પ્રભાવે પાછળ ધકેલાયેલું નાની કારોનું બજાર હવે GSTમાં થયેલા ઘટાડા બાદ ફરી સજીવ બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલ અને મિની કાર સેગમેન્ટમાં ગ્રાહકોની રસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ભારતીય ઓટોમોબાઇલ બજાર માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.કોવિડ બાદના સમયગાળામાં હેચબેક કારોની માંગમાં ઘટાડો થયો હતો, પરંતુ સરકાર દ્વારા નાની કારો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા આ સેગમેન્ટને મોટી રાહત મળી છે. GSTમાં ઘટાડા પછી કાર ઉત્પાદક કંપનીઓએ ભાવ ઘટાડ્યા, જેના પરિણામે પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકો માટે હેચબેક કાર વધુ સસ્તી અને આકર્ષક બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઉપયોગકર્તાઓ હવે સીધા સ્મોલ કાર તરફ અપગ્રેડ કરતાં જોવા મળી રહ્યા છે.ઓટોમોટિવ કન્સલ્ટન્સી ફર્મ જાટો ડાયનેમિક્સના આંકડાઓ મુજબ, 2025ના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં મારુતિ સુઝુકી અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો, વેગન-આર, ટાટા અલ્ટ્રોઝ અને હ્યુન્ડાઇ i20 જેવી હેચબેક કારોના વેચાણમાં અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં માત્ર મારુતિ સુઝુકીની મિની કારોના વેચાણમાં જ 91.8 ટકાનો ઉછાળો આવ્યો છે, જે આ સેગમેન્ટમાં વધી રહેલી માંગ દર્શાવે છે.ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં હેચબેકનો હિસ્સો વધીને 24.4 ટકા થયો છે, જે વર્ષના પહેલાં નવ મહિનાના 23.5 ટકાની સરખામણીમાં વધુ છે. જો કે મહામારી પહેલાં આ હિસ્સો લગભગ 50 ટકા જેટલો હતો, પરંતુ હાલનો વધારો બજારમાં હેચબેક સેગમેન્ટ માટે હકારાત્મક સંકેત ગણાય છે.મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થી બેનર્જીના જણાવ્યા અનુસાર, GST ઘટાડા પછી એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે, GST ઘટાડા બાદ પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકોમાં હેચબેક પસંદગીમાં આશરે 5 ટકાનો વધારો નોંધાયો છે. વધતી માંગને કારણે કેટલીક લોકપ્રિય કાર મોડલ્સ માટે વેઈટિંગ પીરિયડ દોઢ મહિના સુધી લંબાયો છે, અને કંપની ઉત્પાદન ક્ષમતામાં ફેરફાર કરીને માંગ પૂરી કરવા તૈયારી કરી રહી છે.GST સુધારા બાદ મારુતિ સુઝુકીએ એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં 31 ટકાનો વોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે, જે સમગ્ર ઉદ્યોગ સ્તરે સ્મોલ કાર વેચાણમાં થયેલા 23 ટકાના વધારા કરતાં વધુ છે. આ આંકડા દર્શાવે છે કે હેચબેક સેગમેન્ટમાં કંપનીની મજબૂત પકડ યથાવત છે.ટાટા મોટર્સના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતના જણાવ્યા અનુસાર, 2026ના નાણાકીય વર્ષના બીજા અડધામાં હેચબેક સેગમેન્ટમાં મધ્યમ વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપની FY26 દરમિયાન તેની હેચબેક કારોના વેચાણમાં 18થી 20 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આવનારો ત્રિમાસિક સમયગાળો નિર્ણાયક સાબિત થશે.જાટો ડાયનેમિક્સના પ્રમુખ રવિ ભાટિયાના મત મુજબ, હેચબેક સેગમેન્ટને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ લાંબા ગાળે ગ્રાહકો વધુ આરામ, સુરક્ષા અને પ્રેક્ટિકલ ઉપયોગ ધરાવતા કોમ્પેક્ટ SUV અને ક્રોસઓવર તરફ આકર્ષાઈ રહ્યા છે, જે હેચબેક માટે પડકારરૂપ બની શકે છે.આમ, GSTમાં થયેલા ઘટાડાના કારણે હેચબેક કાર સેગમેન્ટને નવી ઉર્જા મળી છે. જોકે આ ઉછાળો લાંબા ગાળે ટકાઉ રહેશે કે નહીં તે આવનારા મહિનાઓમાં બજારની દિશા અને ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે.
Ahmedabad ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… ઉત્તરાયણ આવે એટલે આ પંક્તિ આપમેળે હોઠ પર આવી જાય છે. પતંગ માત્ર રમકડું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ સાથે ઊંડે જોડાયેલો એક જીવંત પ્રતીક છે. ખાસ કરીને ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ એકબીજાના પર્યાય સમાન બની ગયા છે. પતંગનો ઈતિહાસ જેટલો રંગબેરંગી છે, એટલી જ તેની ઓળખ, ઉપયોગિતા અને વૈશ્વિક મહત્તા પણ વિશાળ છે.‘પતંગ’ શબ્દ પોતે જ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો મૂળ અર્થ ‘સૂર્ય’ થાય છે. ભગવદોમંડલમાં પતંગના અનેક અર્થો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ઉત્તરાયણના પર્વ પર પતંગ અને પતંગ (સૂર્ય) બંને એકબીજા સાથે ઉમંગ અને ઉત્સાહથી જોડાઈ જાય છે. આ તહેવારમાં સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે અને પતંગો આકાશમાં ઉડતા જીવનમાં નવી ઊર્જા, આશા અને આનંદનો સંદેશ આપે છે.ગુજરાતમાં પતંગને તેના રંગ, આકાર અને કદ પરથી અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. રંગીન પતંગોને પીળી, બગલુ, ભૂરી જેવા નામ આપવામાં આવે છે, જ્યારે ભાતીગળ પતંગોને આંખદાર, કાગડી, ગિલંદર અને અણીદાર તરીકે ઓળખવામાં આવે છે. પછડાવાળા પતંગને પૂંછડીદાર અને કૂમતાવાળા પતંગને ફૂમતેદાર કહેવામાં આવે છે. પાંચ પતંગોના સમૂહને પંજો અને વીસ પતંગોના સમૂહને કુંડી કહેવાય છે. ભાષા બદલાય તેમ પતંગના નામ પણ બદલાય છે. હિન્દીમાં તેને ચંગ કહેવાય છે, મોટા પતંગને તુક્કલ કહેવામાં આવે છે. તાંજોરમાં પાવોલ, બિહારમાં તિલંગી, મારવાડમાં મકડ, કન્નડ ભાષામાં ગાલિપટ્ટુ અને માંજાને નાગુલ કહે છે.ભારત પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પતંગનું મહત્વ વિશેષ છે. જાપાનમાં પતંગને ‘સાજો’ કહે છે અને તેને પુગતી તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં માછલી, ડ્રેગન અને છ ખૂણાવાળા પતંગોની વિશેષ મહત્તા છે. જાપાનમાં ઇ.સ. 1936માં 2500 કિલો કાગળથી બનાવવામાં આવેલો અદ્ભૂત પતંગ વિશ્વવિખ્યાત છે, જે 39 ફૂટ ઊંચો, 21 ફૂટ પહોળો અને 3100 મીટર લાંબો હતો. તેનું કુલ વજન લગભગ સાડા નવ ટન હતું. જાપાનમાં વિશ્વની સૌથી વિશાળ પતંગ બનાવતી કંપની ‘ધ કાઇટ્સ’ પણ આવેલી છે.ભારતમાં પતંગના સંરક્ષણ અને ઇતિહાસને સાચવવા માટે અમદાવાદમાં ઇ.સ. 1986માં ભાનુભાઈ શાહ દ્વારા પતંગનું મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું હતું, જે આજે પણ પતંગપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અમેરિકા ખાતે ‘અમેરિકા કાઇટ ફ્લાયર્સ એસોસિએશન’ નામની સંસ્થા કાર્યરત છે, જેમાં વિશ્વભરના લગભગ 500 જેટલા પતંગપ્રેમી સભ્યો જોડાયેલા છે.ઇતિહાસમાં પતંગનો ઉપયોગ ફક્ત મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી. ઇ.સ. 500 આસપાસ ચીનના શાસક લિસાંગ મૂ પોતાના સૈનિકોને એકત્ર કરવા માટે પતંગ દ્વારા સંકેતિક સંદેશાઓ મોકલતા હોવાનું માનવામાં આવે છે. પંદરમી સદીમાં લિયોનાર્ડો દા વિન્ચીએ ખીણો અને નદીઓનું માપ લેવા પતંગનો ઉપયોગ કર્યો હતો અને તેણે જાતે અનેક અવનવા પતંગો તૈયાર કર્યા હતા. બેન્જામિન ફ્રેન્કલિનનો પતંગ સાથેનો પ્રયોગ તો વિજ્ઞાન જગતમાં ઐતિહાસિક માનવામાં આવે છે, જેમાં વીજળી અંગે મહત્વપૂર્ણ શોધ થઈ હતી.અઢારમી સદીમાં ડો. વિલ્સને પતંગ દ્વારા હવાના દબાણ, ગતિ અને તાપમાન માપવાના પ્રયોગો કર્યા હતા. ઘણા વૈજ્ઞાનિકોએ પતંગ સાથે થર્મોમીટર બાંધીને આકાશના તાપમાનનો અભ્યાસ કર્યો. 19મી સદીમાં યુદ્ધકાળ દરમિયાન દુશ્મનોના મથકની માહિતી મેળવવા, ટાર્ગેટ નિશ્ચિત કરવા અને ટોર્પિડો મૂકવા માટે પણ પતંગનો ઉપયોગ થયો હતો. અમુક યુદ્ધોમાં પતંગ પર નાનો કેમેરો લગાવી દુશ્મનની વ્યૂહરચના જાણી લેવામાં આવતી હતી.નાયગરા ધોધ પર ઝુલતો પૂલ બનાવતી વખતે પતંગ દ્વારા દોરા અને સળીયા સામે પાર પહોંચાડવામાં આવ્યા હતા. બ્રેડન પ્રોવેલે પતંગને વાયરલેસ સંચાર તરીકે ઉપયોગમાં લીધો હતો, જ્યારે ડગ્લાસ આર્કિબોલ્ડે પતંગ દ્વારા એનેમોમીટર ઉડાડી પવનની ઝડપનો અભ્યાસ કર્યો હતો.આ તમામ ઉદાહરણો સાબિત કરે છે કે પતંગ માત્ર ઉત્તરાયણનો આનંદ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિ, વિજ્ઞાન, સંચાર અને ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આજેય જ્યારે ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છલકાય છે, ત્યારે એ પતંગો માત્ર દોરા સાથે બંધાયેલા નથી, પરંતુ પેઢીદર પેઢી વહેતી આવતી પરંપરા, જ્ઞાન અને આનંદની વારસાગાથા સાથે જોડાયેલા છે.
India મકરસંક્રાંતિ: પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાને ઉજવણી કરતાં દેશભરના લોકો માટે ઉત્સવ અને આનંદભર્યું પર્વ ભારતના સૌથી પ્રાચીન અને લોકપ્રિય તહેવારોમાં મકરસંક્રાંતિનું નામ વિશેષ સ્થાન ધરાવે છે. આ તહેવાર માત્ર એક પરંપરા કે ધાર્મિક તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાની ઉજવણીનું પ્રતીક છે. દરેક વય અને વર્ગના લોકો આ દિવસે ખુશી અને ભક્તિ સાથે જોડાઈ જાય છે. મકરસંક્રાંતિનો મુલ્યો હવામાન, સૂર્ય અને કૃષિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.મકરસંક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ સૂર્ય દેવતાની ઉપાસના અને કૃતજ્ઞતા દર્શાવવાનો છે. જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રકાશ, ઉર્જા અને ઉત્સાહ લાવનાર સૂર્યનું આ દિવસ પર વિશેષ મહત્ત્વ છે. ભારતમાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, અને આ દિવસને દિનચર્યામાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. મકરસંક્રાંતિ અને કૃષિનું સંબંધમકરસંક્રાંતિ ખેડૂતો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ સમયે પાકો કાપવાની તૈયારી પૂર્ણ થઈ રહી હોય છે. ખેડૂત સમુદાય પોતાના સખત મહેનતના ફળ માટે પ્રકૃતિ અને સૂર્ય દેવતાના આભાર દર્શાવે છે. નવા પાક, જમીન અને કૃષિ સાધનોની પૂજા કરવી એ આ તહેવારની મુખ્ય પરંપરાઓમાં સામેલ છે. આ તહેવાર માત્ર વ્યક્તિગત પ્રસન્નતા નહીં, પરંતુ સમુદાયના શ્રમ અને સહિયારી ખુશીની ઉજવણી પણ છે. રાજ્યો પ્રમાણે ઉજવણીના વિવિધ સ્વરૂપોમકરસંક્રાંતિ દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે, પરંતુ સૂર્યની ભક્તિ અને કૃતજ્ઞતા એ સામાન્ય ભાવના છે. ગુજરાત: અહીં મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ તરીકે ખાસ પ્રખ્યાત છે. સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ સહિતના શહેરોમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરી જાય છે. પરિવારો છત પર ભેગા થઈ પતંગ ઉડાડતા આનંદ અનુભવે છે.તમિલનાડુ: અહીં તે ખોરાક અને સમૃદ્ધિનો ઉત્સવ છે. માટીના વાસણોમાં નવા ચોખા, દૂધ અને ગોળ સાથે પરંપરાગત વાનગીઓ તૈયાર થાય છે. ઘરો અને પ્રાણીઓની પૂજા પણ કરવામાં આવે છે.આંધ્રપ્રદેશ અને તેલંગાણા: આંગણાઓ રંગબેરંગી અલ્પના અને પતંગોથી શણગારવામાં આવે છે. હૂંફ અને લોક ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવાય છે.પંજાબ અને હરિયાણા: લોહરી તરીકે આ તહેવાર ઉજવાય છે. લોકગીતો, નૃત્યો અને તલ, મગફળી, ગોળ વગેરે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ: આ પ્રદેશોમાં મકરસંક્રાંતિ શ્રદ્ધા અને સામાજિક જોડાણ માટેનું પર્વ છે. નદીઓમાં સ્નાન અને દાન કરવું મુખ્ય પરંપરા છે.પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશા: અહીં લોક પરંપરા અને સમુદાય ઉજવણીનું વિશેષ મહત્વ છે. મીઠાઈઓ, આગનું પ્રદર્શન અને લોકગીતો આ તહેવારને ખાસ બનાવે છે. પ્રકાશ અને શુદ્ધતાસ્વચ્છતા અને શુદ્ધતાનો સંદેશ મકરસંક્રાંતિથી મળતો છે. સ્નાન કરવું, ઘરો અને આસપાસની જગ્યાઓને શણગારવું આ દિવસની ખાસ પરંપરા છે. માટીના વાસણોમાં નવા પાક અને દૂધ-ગોળથી બનાવેલી વાનગીઓ ઘરમાં પ્રસાદરૂપે વહેંચાય છે. ધ્યાન અને ભક્તિમકરસંક્રાંતિમાં ધ્યાન, પ્રાર્થના અને આધ્યાત્મિક અભ્યાસનું મહત્વ પણ છે. સૂર્ય, ખેતરો, કૃષિ સાધનો, પ્રાણીઓ અને અનાજની પૂજા કરવાથી પ્રકૃતિ અને સ્રષ્ટા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર પણ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો માટે ખુલ્લું રાખે છે, જ્યાં ભક્તો 41 દિવસના ઉપવાસ અને શિસ્તબદ્ધ જીવન પછી દર્શન કરે છે. દાન અને સમુદાય સેવામકરસંક્રાંતિનો એક મહત્વપૂર્ણ પાસો દાન અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે. નવી લણણી અને પાકમાંથી બનાવેલી વાનગીઓ જરૂરિયાતમંદો સાથે વહેંચી સમાજમાં સમૃદ્ધિ અને સહકારની ભાવના પેદા થાય છે.મકરસંક્રાંતિ ફક્ત એક તહેવાર નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિબિંબ છે. પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાની ઉજવણી સાથે જોડાયેલ આ પર્વ દરેક રાજ્ય અને સમુદાયમાં પોતાની અનોખી શૈલીમાં ઉજવાય છે. આ તહેવાર આપણા જીવનમાં આનંદ, ભક્તિ અને પરસ્પર સ્નેહનો સંદેશ લાવે છે અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય મૂલ્યોને આગળ લાવે છે.
Gandhinagar ગાંધીનગરમાં GBRCની BSL-4 સુવિધાનું ખાતમુહૂર્ત, રાષ્ટ્રીય મહત્વના બાયોકન્ટેઇનમેન્ટ કેન્દ્ર તરફ મહત્વપૂર્ણ પગલું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં અત્યાધુનિક BSL-4 Bio-containment Facilityનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા આ BSL-4 સુવિધાને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંશોધન કેન્દ્ર તરીકે અધિકૃત કરવા માટે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ સાથે **‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LoI)**નું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ પગલું દેશના આરોગ્ય અને બાયોટેક સંશોધન ક્ષેત્ર માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. ગંભીર વાયરસ સંશોધનમાં દેશને મળશે મજબૂત આધાર BSL-4 Bio-containment Facility એ એવી અતિઉચ્ચ સુરક્ષાવાળી પ્રયોગશાળા છે, જ્યાં નિપાહ, ઈબોલા, કોરોના જેવા જીવલેણ અને અત્યંત સંક્રમક વાયરસ પર સંશોધન કરવામાં આવે છે. આ સુવિધા કાર્યરત થવાથી ભારતને વિદેશી લેબ પર નિર્ભર રહેવું નહીં પડે અને સ્વદેશી સ્તરે રિસર્ચ, ડાયગ્નોસ્ટિક્સ અને વેક્સિન વિકાસને વેગ મળશે. ‘વિકસિત ભારત 2047’ના વિઝન સાથે સુસંગત પહેલકાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતે હંમેશા વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે અને BSL-4 સુવિધા તેનું ઉત્તમ ઉદાહરણ છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંશોધન, નવી ટેક્નોલોજી અને આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. GBRC ખાતે BSL-4 સુવિધા સ્થાપિત થવાથી ગુજરાત બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સ ક્ષેત્રનું રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનશે. વૈજ્ઞાનિક સંશોધન અને માનવ સંસાધન વિકાસને વેગઆ પ્રોજેક્ટ દ્વારા દેશના વૈજ્ઞાનિકોને ઉચ્ચ સ્તરના સંશોધનની તક મળશે, સાથે જ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે નવી રોજગાર અને તાલીમની તકો પણ ઊભી થશે. આરોગ્ય સુરક્ષા, રોગચાળો નિયંત્રણ અને રાષ્ટ્રીય બાયો-સિક્યુરિટી માટે આ સુવિધા મજબૂત કડી સાબિત થશે.આ રીતે, ગાંધીનગરમાં શરૂ થનારી BSL-4 Bio-containment Facility માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે આરોગ્ય અને વૈજ્ઞાનિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર બનશે.
India અમેરિકા પછી ડાયાબિટીસનો સૌથી મોટો આર્થિક ભાર ભારત પર, આરોગ્ય સાથે અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડતી ખતરનાક બિમારી ડાયાબિટીસ હવે ભારતમાં માત્ર વ્યક્તિગત આરોગ્યની સમસ્યા રહી નથી, પરંતુ તે દેશની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર બોજ બની ગઈ છે. તાજેતરમાં પ્રકાશિત આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, ડાયાબિટીસના કારણે ભારત પર અંદાજે 11.4 ટ્રિલિયન ડોલરનો આર્થિક ભાર પડે છે, જે વિશ્વમાં બીજો સૌથી મોટો ભાર ગણાય છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે, જ્યાં આ ખર્ચ 16.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચે છે, જ્યારે ચીન 11 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે છે.આ ચિંતાજનક તારણો એવા સમયે સામે આવ્યા છે, જ્યારે ભારત પહેલેથી જ દુનિયાનો સૌથી મોટો ડાયાબિટીસ દર્દીઓનો ભાર વહન કરી રહ્યું છે. NCD રિસ્ક ફેક્ટર કોલેબોરેશન (NCD-RisC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, વર્ષ 2022માં વિશ્વભરના કુલ 828 મિલિયન ડાયાબિટીસ દર્દીઓમાંથી ચોથા ભાગથી વધુ માત્ર ભારતમાં હતા. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં ડાયાબિટીસ ધરાવતાં આશરે 62 ટકા લોકો કોઈપણ પ્રકારની સારવાર લેતા નથી. હોસ્પિટલ ખર્ચથી પણ આગળ વધતો આર્થિક બોજનેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસમાં વર્ષ 2020થી 2050 દરમિયાન વિશ્વના 204 દેશોમાં ડાયાબિટીસના આર્થિક પ્રભાવનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં માત્ર સારવાર ખર્ચ જ નહીં, પરંતુ ઉત્પાદન ક્ષમતામાં થતો ઘટાડો અને દર્દીઓની સંભાળ રાખનારા (caregivers) પર પડતો બોજ પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.વિશ્વ સ્તરે જોવામાં આવે તો, પરિવારજનો દ્વારા આપવામાં આવતી બિનમૂલ્ય સંભાળનો સમાવેશ કર્યા વગર પણ ડાયાબિટીસનો કુલ ખર્ચ આશરે 10 ટ્રિલિયન ડોલર થાય છે, જે વિશ્વના વાર્ષિક GDPના લગભગ 0.2 ટકા બરાબર છે. પરંતુ જ્યારે અનૌપચારિક સંભાળનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારે આ ખર્ચ સીધો 152 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જાય છે, જે વૈશ્વિક GDPના લગભગ 1.7 ટકા જેટલો છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના કુલ આર્થિક ભારમાંથી લગભગ 90 ટકા ભાર અનૌપચારિક સંભાળમાંથી આવે છે. કારણ કે ડાયાબિટીસ ધરાવતાં લોકો દાયકાઓ સુધી આ રોગ સાથે જીવતાં રહે છે અને તેનો પ્રસાર મૃત્યુદર કરતાં ઘણો વધુ છે. પરિણામે સંભાળ રાખનારાઓ ઘણીવાર અંશતઃ અથવા સંપૂર્ણપણે રોજગાર બજારથી દૂર થઈ જાય છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને વધુ નુકસાન થાય છે. ભારત પર ભાર વધુ કેમ?આર્થિક દૃષ્ટિએ, અમેરિકા પર ડાયાબિટીસનો સૌથી વધુ ભાર છે, ત્યારબાદ ભારત અને ચીન આવે છે. ભારત અને ચીનમાં ઊંચા ખર્ચનું મુખ્ય કારણ ડાયાબિટીસથી પીડિત લોકોની વિશાળ સંખ્યા છે, જ્યારે અમેરિકા માટે ઊંચા સારવાર ખર્ચ અને ભૌતિક મૂડીના નુકસાનને જવાબદાર ગણવામાં આવે છે.અભ્યાસે ધનવાન અને ગરીબ દેશો વચ્ચેનો તફાવત પણ ઉજાગર કર્યો છે. ઊંચી આવક ધરાવતાં દેશોમાં ડાયાબિટીસના કુલ આર્થિક ભારમાંથી 41 ટકા ખર્ચ સારવાર પર થાય છે, જ્યારે નીચી આવક ધરાવતાં દેશોમાં આ આંકડો માત્ર 14 ટકા છે, જે આરોગ્ય સેવાઓ સુધી મર્યાદિત પહોંચ દર્શાવે છે. કેન્સર અને અલ્ઝાઇમર કરતાં પણ ભારે ખર્ચસંશોધકોએ નોંધ્યું છે કે ડાયાબિટીસનો આર્થિક પ્રભાવ કેન્સર અને અલ્ઝાઇમર જેવી બીમારીઓ કરતાં પણ વધારે છે. આ કારણે ડાયાબિટીસ દુનિયાની સૌથી ખર્ચાળ દીર્ઘકાલીન બીમારીઓમાંની એક બની ગઈ છે.નિષ્ણાતોનું માનવું છે કે નિવારણ (Prevention) હજી પણ સૌથી અસરકારક ઉપાય છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સ્વસ્થ આહાર, વજન નિયંત્રણ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી ડાયાબિટીસ તેમજ તેના કારણે થતા આર્થિક બોજને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળી શકે છે.સાથે જ, વહેલી તકે રોગની ઓળખ, વ્યાપક સ્ક્રીનિંગ, ઝડપી નિદાન અને સમયસર સારવાર અત્યંત જરૂરી છે, જેથી લાંબા ગાળાના ખર્ચ વધારતી જટિલતાઓથી બચી શકાય.વિશ્વના ચોથા ભાગથી વધુ ડાયાબિટીસ દર્દીઓ ભારતનાં હોવાને કારણે, આ અભ્યાસ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ડાયાબિટીસ સામેની લડત માત્ર આરોગ્ય સુધારવા માટે નહીં, પરંતુ ભારતનાં આર્થિક ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પણ અનિવાર્ય છે.
India ભારતમાં ‘10 મિનિટ ડિલિવરી’ પર બ્રેક, ગિગ વર્કર્સની સુરક્ષા માટે સરકારનો ટાઈમ લિમિટ હટાવવાનો આદેશ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી ડિલિવરી સેવાઓનો ભારે પ્રચાર થયો હતો. બ્લિંકકિટ, ઝેપ્ટો, સ્વીગી સહિતની ક્વિક કોમર્સ કંપનીઓ દ્વારા “10 મિનિટમાં ડિલિવરી” જેવી આક્રમક જાહેરાતો કરવામાં આવી રહી હતી. જોકે, આ ઝડપી ડિલિવરીના દબાણમાં ગિગ વર્કર્સના જીવ જોખમમાં મૂકાતા હોવાના ગંભીર મુદ્દા સામે આવતા હવે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે.ગિગ વર્કર્સને પડતી મુશ્કેલીઓને લઈને છેલ્લા એક મહિનાથી દેશભરમાં ચર્ચા ચાલી રહી હતી. 25 ડિસેમ્બરે મોટી સંખ્યામાં ડિલિવરી પાર્ટનર્સ દ્વારા હડતાળ પણ કરવામાં આવી હતી. વિપક્ષ સહિત વિવિધ સંગઠનો દ્વારા સરકારને આ મુદ્દે નિયમો ઘડવાની માંગ કરવામાં આવી હતી. અંતે, કેન્દ્ર સરકારે ક્વિક કોમર્સ સેક્ટર પર કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે કંપનીઓને આપ્યા સ્પષ્ટ નિર્દેશકેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ક્વિક કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મોટાભાગની કંપનીઓએ સરકારને ખાતરી આપી છે કે હવે તેઓ પોતાની જાહેરાતો, એપ્સ અને સોશિયલ મીડિયા પરથી “10 મિનિટ ડિલિવરી”ની સમયમર્યાદા દૂર કરશે.મીડિયા અહેવાલો મુજબ, બ્લિંકકિટ, ઝેપ્ટો, સ્વીગી સહિતની કંપનીઓ સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે ગ્રાહકને ઝડપી સેવા આપવા માટે કોઈ પણ વ્યક્તિના જીવ સાથે જોખમ ન લેવાય. ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતાસરકારે કંપનીઓને સૂચના આપી છે કે ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષા અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. 10 મિનિટની સમયમર્યાદા પૂર્ણ કરવા માટે થતું દબાણ ગિગ વર્કર્સને ટ્રાફિક નિયમો તોડવા મજબૂર કરતું હતું, જે અનેક અકસ્માતોનું કારણ બનતું હતું.ઘણીવાર મોડું થવાથી ડિલિવરી પાર્ટનર્સને ઓછા રેટિંગ, દંડ અથવા ઇન્સેન્ટિવ ગુમાવવાનો સામનો કરવો પડતો હતો. પરિણામે તેઓ ઝડપથી વાહન ચલાવતા, ખોટી બાજુથી જતા અને સિગ્નલ તોડતા જોવા મળતા હતા. ગિગ ઇકોનોમીમાં બદલાવની શરૂઆતસરકારના આ નિર્ણયને ગિગ વર્કર્સ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સમયમર્યાદા હટાવવાથી કામકાજનું દબાણ ઘટશે અને માર્ગ સુરક્ષા સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટેક્નોલોજી અને વ્યવસાયિક સ્પર્ધા માનવ જીવનથી ઉપર હોઈ શકે નહીં. આવનારા સમયમાં ગિગ ઇકોનોમી માટે વધુ વ્યાપક માર્ગદર્શિકા અને સુરક્ષા નિયમો ઘડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.‘10 મિનિટ ડિલિવરી’ મોડલ પર રોક લગાવવાનો નિર્ણય માત્ર એક નીતિગત ફેરફાર નથી, પરંતુ લાખો ગિગ વર્કર્સના જીવન અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવાયેલો મહત્વપૂર્ણ પગલું છે. સરકારના આ હસ્તક્ષેપથી ક્વિક કોમર્સ ક્ષેત્રમાં જવાબદારીપૂર્ણ વ્યવહાર અને માનવકેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
Rajkot રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ ખાતે રક્તદાન શિબિર: સેવા અને સંવેદનાનો ઉત્તમ સંદેશ દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ ઉજવાતો રાષ્ટ્રીય યુવા દિવસ ભારતના મહાન સંત, તત્ત્વચિંતક અને યુગપુરુષ સ્વામી વિવેકાનંદના જન્મદિનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. સ્વામીજીના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ, દેશપ્રેમ, સેવા અને માનવતાની સાચી દિશા બતાવે છે. તેમના આદર્શોને જીવનમાં ઉતારવાના હેતુસર સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્ય અને જાગૃતિ કાર્યક્રમો યોજાય છે. આ જ અનુક્રમમાં રાજકોટ સ્થિત શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે તારીખ 11-01-2026ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને માનવ સેવાનું મહત્ત્વ સમજાય તે હતો. સ્વામી વિવેકાનંદના “માનવ સેવા એ જ ઈશ્વર સેવા”ના સૂત્રને સાકાર કરતી આ પ્રવૃત્તિ દ્વારા જીવન બચાવવાના મહાન કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આશ્રમ જેવી આધ્યાત્મિક અને સેવાભાવી સંસ્થામાં આયોજિત આ શિબિરએ સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન સમાજસેવી વિનયભાઈ જસાણીના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. તેમની પ્રેરણાથી શહેરના અનેક યુવાનો, સેવાભાવી સંસ્થાના સભ્યો તેમજ સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. રક્તદાન માટે આવનાર દરેક દાતાની આરોગ્ય તપાસ બાદ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા સલામત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.રક્તદાન એક એવું મહાન દાન છે, જેના દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિનું જીવન બચી શકે છે. આજના સમયમાં અકસ્માતો, ગંભીર રોગો, પ્રસૂતિ તથા સર્જરી દરમિયાન રક્તની સતત જરૂરિયાત રહે છે. છતાં પણ રક્તની અછત ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. આવા સમયે સ્વૈચ્છિક રક્તદાન શિબિરો સમાજ માટે આશીર્વાદ સમાન બની રહે છે. રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત આ શિબિરે રક્તસંગ્રહ સાથે-સાથે લોકોમાં રક્તદાન અંગેની ભ્રાંતિઓ દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ શિબિરમાં ભાગ લેનાર યુવાનોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય યુવા દિવસ જેવા પવિત્ર અવસર પર રક્તદાન કરીને તેમને આત્મસંતોષ અને ગૌરવની લાગણી અનુભવી હતી. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાઈ યુવાનો સમાજ માટે કંઈક ઉપયોગી કરી શકીએ તે ભાવનાથી આગળ આવ્યા હતા, જે આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા કહી શકાય.અંતે કહી શકાય કે રામકૃષ્ણ આશ્રમ ખાતે યોજાયેલી રક્તદાન શિબિરે માત્ર રક્તસંગ્રહ પૂરતો સીમિત ન રહી, પરંતુ યુવાનોમાં સેવા, સંવેદના અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવ્યા. રાષ્ટ્રીય યુવા દિવસના સંદેશને સાચા અર્થમાં જીવંત કરતી આ પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.
Gujrat રાજકોટ-ભાવનગર-જામનગર-જૂનાગઢ માટે સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ લોન્ચ, રૂ.1.80 લાખ કરોડના પ્રોજેક્ટ્સ જાહેર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ગુજરાતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા માટે રાજ્ય અને શહેર લોજિસ્ટિક્સ યોજનાઓનું સંકલન’ વિષય પર યોજાયેલા સેમિનારમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ માટે ‘સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ’ તેમજ સમગ્ર રાજ્ય માટે ‘ગુજરાત સ્ટેટ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન’નું ભવ્ય રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સેમિનાર દરમિયાન લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ત્રણ મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યોજનાઓ રાજ્યની આર્થિક ગતિશીલતા વધારવા અને ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ માળખું પૂરુ પાડવા માટે માઈલસ્ટોન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય અને શહેર સ્તરની લોજિસ્ટિક્સ યોજનાઓનું સંકલન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝન અને ‘આત્મનિર્ભર ભારત’ મિશન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે, લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સુધારાઓ થવાથી ઉદ્યોગોનો ખર્ચ ઘટશે, પરિવહન વધુ ઝડપી બનશે અને રાજ્યની સ્પર્ધાત્મક ક્ષમતા વધશે.આ માસ્ટર પ્લાન અને સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ અંતર્ગત અંદાજે રૂ. 1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પ્રોજેક્ટ્સનું અમલીકરણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો વર્ષ 2026 થી 2030 દરમિયાન રૂ. 41.9 હજાર કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું આયોજન છે. બીજો તબક્કો વર્ષ 2031 થી 2035 દરમિયાન રૂ. 1.16 લાખ કરોડના રોકાણ સાથે અમલમાં મૂકવામાં આવશે, જ્યારે ત્રીજો અને અંતિમ તબક્કો વર્ષ 2036 થી 2047 દરમિયાન રૂ. 21.9 હજાર કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ માટે તૈયાર કરાયેલા સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, માલસામાનના પરિવહનને સુવ્યવસ્થિત બનાવવા, પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ મોડલ વિકસાવવા અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર કેન્દ્રિત રહેશે. ખાસ કરીને બંદરો, ઔદ્યોગિક વિસ્તારો અને શહેરોના આંતરિક માર્ગજાળને વધુ કાર્યક્ષમ બનાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.સેમિનારમાં ફ્લેન્ડર્સ-બેલ્જિયમના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર સુશ્રી ઈવા વર્સ્ટ્રેલેન, નિપ્પોન કોઈ ઈન્ડિયાના ટાકુયા નાકાગાવા, એપીએમ ટર્મિનલ્સના શ્રી ક્લિન્ટ કાર્માઈકલ અને ડીપી વર્લ્ડ GCC ના યુસુફ તાંબવાલા સહિતના આંતરરાષ્ટ્રીય વક્તાઓએ પણ હાજરી આપી હતી. તેમણે વૈશ્વિક સ્તરે લોજિસ્ટિક્સ ક્ષેત્રના અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, શૈક્ષણિક નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પેનલ ચર્ચા દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા. લગભગ 100 જેટલા પ્રતિનિધિઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.રાજ્ય સરકારની આ પહેલથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત આધાર મળશે, નવા રોજગાર અવસર ઊભા થશે અને ઉદ્યોગ વિકાસને વધુ વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Ahmedabad અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ, આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ સર્જ્યું આકર્ષણ આજકાલ પતંગ ઉડાડવું માત્ર બાળકીઓની રમતમાં જ નહીં, પરંતુ એક કલાત્મક અને વ્યાવસાયિક પ્રવૃત્તિ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ગયું છે. અમદાવાદમાં દર વર્ષે ઉજવાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આ કલાનું પ્રતિનિધિત્વ કરે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલી આ ભવ્ય ઉજવણીમાં આ વર્ષે દેશ-વિદેશના અનેક પ્રતિભાશાળી પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં તમામ પ્રદર્શિત પતંગોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.ઉત્તરાયણ પર્વ પહેલાં યોજાયેલ આ મહોત્સવમાં સ્થાનિક પતંગબાજો ઉપરાંત, અન્ય રાજ્યો અને વિદેશથી આવેલા પતંગબાજોએ પણ ભાગ લીધો હતો. આ અવસરે, આકાશમાં રંગબેરંગી પતંગોની લહેરાવટ, વિવિધ આકારો અને ડિઝાઇનોને જોઈને પ્રવાસીઓ અને દર્શકો અદ્ભૂત આનંદ અનુભવતા નજરે પડ્યા. પતંગબાજોએ પોતાની કલા અને કુશળતાનો જાદૂ આકાશમાં છાંદવા માટે રજૂ કર્યો હતો.સ્થાનિક પતંગબાજ ગોપાલ પટેલે પોતાની વિશેષ કલેક્શન વિશે જણાવ્યું હતું કે, "મારી પાસે લગભગ 80 લાખ રૂપિયાના પતંગોનો કલેક્શન છે, જેમાં પક્ષીઓ, દરિયાઈ જીવો જેમ કે ડોલ્ફિન, ટાઇગર ફિશ, સ્ટિંગ રે સહિતના વિવિધ આકારના પતંગો છે. આ પતંગો પેરાશૂટ નાયલોન મટીરિયલથી તૈયાર કરવામાં આવ્યા છે, જે હલકું, ટકાઉ અને લાંબા સમય સુધી પવન અને વરસાદથી પ્રભાવિત નહીં થાય તે માટે બનેલું છે. એક મોટો પતંગ બનાવવા માટે અંદાજે દોઢ મહિનો લાગતો હોય છે અને તેમાં 200 મીટર સુધી કાપડ વપરાય છે. પતંગ ઉડાડવા માટે ડાયનિમા લાઇનનો ઉપયોગ થાય છે, જે અત્યંત મજબૂત હોય છે."મણિનગરના તુષાર ગજ્જરે જણાવ્યું કે, "અમારા પતંગોમાં ખાસ આકર્ષણ ધરાવતી ટેકનોલોજી આધારિત સ્પેસ શટલ અને ઓક્ટોપસ આકારની કાઈટ્સ છે. સ્પેસ શટલ પતંગ ઉડાડવા માટે ઓછામાં ઓછા 20-25 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપ જરૂરી હોય છે. નાયલોન કાપડ પતંગને પવનના ઝોકથી ઉંચાઈમાં લઈ જાય છે અને પાણી કે તડકાથી નુકસાન નહીં થાય તે માટે તૈયાર કરવામાં આવ્યું છે." મુંબઈથી આવેલા આઈ સર્જન ડો. નમ્રતા જોશી આ મહોત્સવમાં છેલ્લા સાત વર્ષથી ભાગ લઈ રહ્યા છે. તેઓ ખાસ આ વર્ષે અમેરિકાથી લાવેલા ડ્રેગન ફ્લાય, ડ્રેગન કાઇટ અને સ્ટિંગ રે જેવા અનોખા પતંગો લઇ આવ્યા હતા. નમ્રતાએ જણાવ્યું કે, તેઓ બાળપણથી પતંગ ઉડાડવાના શોખીન છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પોતાના પતંગોનું પ્રદર્શન કરવાનું મહત્વ તેમને સમજી આવ્યું છે. તેઓએ ગુજરાતની ઉત્તમ પવનવાળી ઉત્તરીયાણ સિઝન અને ખાસ કરીને 'ઊંધિયું'નો આનંદ માણવાનો અનુભવ વ્યક્ત કર્યો.આ મહોત્સવ માત્ર પતંગ ઉડાડવાની રમત નહીં, પણ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓને જોડવાનો એક મહત્વપૂર્ણ મંચ છે. પતંગબાજો પોતાની કલાને વિવિધ શૈલીઓ અને ટેકનિક દ્વારા રજૂ કરે છે, જેનાથી પ્રેક્ષકોને માત્ર દ્રશ્યમાધ્યમમાં જ નહીં, પણ કુશળતાની સાક્ષાત્કાર પણ જોવા મળે છે. વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો અને સ્થાનિક પ્રતિભાઓ વચ્ચેનો આ સંયોજન પતંગ મહોત્સવને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવે છે.ઉત્તરાયણ મહોત્સવ દરમિયાન બાળકો, યુવાન અને વરિષ્ઠ લોકોની વિશાળ સંખ્યા સાબરમતી રિવરફ્રન્ટ પર ઉપસ્થિત રહી, જ્યાં પતંગોની રંગબેરંગી લહેરાવટ અને અનોખા આકારોના પતંગોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. વિવિધ વર્ગોના લોકો પતંગની કુશળતા, ડિઝાઇન અને ઉડ્ડયન શૈલીનું મોજ માણી રહ્યા હતા.આ રીતે, અમદાવાદનું આ આકાશી પતંગ મહોત્સવ માત્ર રમતમાં મજબૂત નહીં, પણ વૈશ્વિક સ્તરે ગુજરાતની સાંસ્કૃતિક અને કળાત્મક પ્રતિભાનું દ્રશ્ય પણ ઊભું કરે છે. પતંગબાજોની મહેનત, નૈપુણ્ય અને સૃજનાત્મકતાને જોઈને સ્પષ્ટ થાય છે કે આ મહોત્સવ દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક આકર્ષક ગંતવ્ય બની રહ્યો છે.
Gujrat સૌરાષ્ટ્ર-કચ્છ દેશનું વિકાસ કેન્દ્ર બનશે, રાજ્ય સરકાર-રોડમેપ તૈયાર: મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉદ્યોગમાં નવી તકો રાજકોટમાં સવારે 13 જાન્યુઆરી, 2026ના રોજ મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત બે દિવસીય “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - કચ્છ અને સૌરાષ્ટ્ર”નું સમાપન ગૌરવપૂર્ણ રીતે થયું. રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી કે કુલ રૂ. 5.78 લાખ કરોડના રોકાણના 5492 એમ.ઓ.યુ. સાફલ્યપૂર્વક પૂર્ણ થયા છે. આ ઉપલબ્ધિ સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નક્કર રોડમેપની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.મંત્રીએ જણાવ્યું કે, 2047 સુધી સૌરાષ્ટ્ર અને કચ્છને ભારતના વિકાસના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઉભું કરવા રાજ્ય સરકારે વિવિધ ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ આયોજન બનાવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, અને આજે આ યોજના ગુજરાતને ન માત્ર દેશમાં, પરંતુ વિશ્વ સ્તરે વિકાસના મંચ પર સ્થાપિત કરી રહી છે. આજની કોન્ફરન્સમાં વિશ્વના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોએ ભાગ લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ માટે ઊંડાણપૂર્વકના ચર્ચાઓને સફળતા આપી છે. મંત્રીએ ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે, 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાતમાં રૂ. 66 હજાર કરોડના માત્ર 80 એમ.ઓ.યુ. થયા હતા, જ્યારે આજે 5.78 લાખ કરોડના 5492 એમ.ઓ.યુ. નોંધાયા છે. આ આંકડા ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક માન્યતાનું પ્રતિબિંબ છે. મંત્રીએ ઉદ્યોગકારોને આહ્વાન કર્યો કે તેઓ નવી ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયા જેવા આયામોમાં રોકાણ કરે, જેથી ગુજરાત વધુ આત્મનિર્ભર બને અને નવા ઉદ્યોગોના દરવાજા ખુલા થાય.ઉદ્યોગ સચિવ મમતા વર્માએ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, “સ્કેલ અને સ્કિલ”ને સુમેળમાં લાવીને ઉદ્યોગસાહસિકોને મજબૂત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં 50થી વધુ સેમિનાર, બીટુબી, બીટુજી મિટિંગ્સ અને રિવર્સ બાયર્સ સેલર્સ મિટિંગ યોજવામાં આવ્યા, જેમાં યુવા પેઢીને નવી દિશા અને તક મળી.રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે, કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છની ક્ષમતાને વૈશ્વિક સ્તરે દર્શાવતું એક મજબૂત મંચ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોમાં સાહસિક ઉદ્યોગસાહસિકતા જન્મથી જ છે; તેમના પૂર્વજોએ દરિયાઓ પર નેવીગેશન અને વેપારમાં પ્રખ્યાતી મેળવેલી છે.મંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ટેક્નોલોજી અને ન્યૂ એજ ઈનોવેશનમાં રોકાણ માટે પ્રોત્સાહિત કર્યું. રાજ્યમાં વર્ષ 2027માં સેમી કન્ડક્ટર ક્ષેત્રનું હબ બની રહ્યું છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ વિકાસ માટે મહત્વપૂર્ણ રહેશે.ઉપસ્થિત મહાનુભાવોએ કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઉદ્યોગકારો, હસ્તકલા કારીગરો અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓનું પુરસ્કાર અને સન્માન કર્યું. કોન્ફરન્સમાં 24 દેશોના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિ નોંધાઈ, જે આ રિજનલ કોન્ફરન્સને ઐતિહાસિક બનાવે છે.આ અવસરે “Kutch Saurashtra: Anchoring Gujarat’s Vision” નામનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું, જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને ટેક્નોલોજીકલ પ્રગતિ પર પ્રકાશ પાડતું દસ્તાવેજ છે.રાજકોટમાં યોજાયેલ આ રિજનલ કોન્ફરન્સે સાબિત કર્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર ભૌગોલિક જ નહીં, પરંતુ ભારતના વૈશ્વિક સ્તરે વિકાસના મુખ્ય કેન્દ્ર બનવા માટે સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વ હેઠળ આ વિસ્તારના ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થવા જઈ રહી છે.આવી રીતે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સે સૌરાષ્ટ્ર-કચ્છને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઊભું કરવાની દ્રષ્ટિ અને મિશનને વધુ સ્પષ્ટ રીતે આગળ ધપાવ્યું છે, જે ગુજરાતના ભવિષ્ય માટે નવું પ્રેરણાસ્રોત બની રહ્યું છે.
Dharm Dharshan સૂતક શું છે અને કેટલા દિવસ માટે લાગુ પડે તે શાસ્ત્ર મુજબના નિયમો સાથે જાણો વિગતવાર હિન્દુ ધર્મમાં સૂતક એક મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરા છે, જે જન્મ અને મૃત્યુ જેવી ઘટનાઓ પછી લાગતી અશુદ્ધિ દૂર કરવા માટે અનુસરવામાં આવે છે. સામાન્ય ભાષામાં “સૂતક”નો અર્થ શુદ્ધિ છે. આ પરંપરા અનુસાર, જ્યારે પણ કોઈ જીવનમાં મહત્વપૂર્ણ ઘટના, જેમ કે જન્મ અથવા મૃત્યુ, થાય છે ત્યારે શરીર, ઘર અને સામાજિક પરિસર સ્વચ્છ અને શુદ્ધ કરવા માટે સોતકનો પાલન જરૂરી છે. સૂતક શું છે?સૂતકનો આધાર પંચમહાભૂતના તત્વોમાં માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, જ્યારે કોઈ જીવનું જન્મ થાય છે અથવા મૃત્યુ થાય છે, ત્યારે તે તત્વોમાંથી શરીરમાં પ્રવેશ અથવા નિકાસ થાય છે. આ સમયે શુદ્ધિની પ્રક્રિયા કરવી જરૂરી માનવામાં આવે છે. સામાન્ય જીવનમાં, આપણો શરીર મલ-મૂત્ર છૂટ્યા પછી શુદ્ધ થાય છે, તેવી જ રીતે જન્મ અથવા મૃત્યુ પછી પણ શુદ્ધિ કરવી જરૂરી છે.સૂતક પાળવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તે અન્ય યોનિમાં ભટકવાથી મુક્ત થાય છે. તેમ જ, જન્મના સમયે સૂતક પાળવાથી નવા જન્મેલા બાળકને શાંતિ મળે છે અને પાળનારને જીવનના ઋણમાંથી મુક્તિ મળે છે. સૂતકનો સમયગાળોસૂતકનો સમયગાળો વ્યક્તિના જાત, સંબંધ અને પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોય છે. ગરુડ પુરાણ અનુસાર, સૂતકનો સમયગાળો નીચે મુજબ છે:બ્રાહ્મણ: 10 દિવસક્ષત્રિય: 12 દિવસવૈશ્ય: 15-16 દિવસશુદ્ર: 30 દિવસઅન્ય: લગભગ 10 દિવસ સંમબંધીક પરિસ્થિતિ મુજબ પણ સૂતકનો સમય ભિન્ન હોય છે:ગર્ભપાત/ગર્ભક્ષય: માતા-પિતાને 1.5 દિવસનું સૂતકજન્મ: 10-12 દિવસના બાળક માટે માતા-પિતાને પુત્ર હોય તો 3 દિવસ, પુત્રી હોય તો 1 દિવસ3 વર્ષ સુધીના બાળકનું મૃત્યુ: માતા-પિતાને 3 દિવસ, કુટુંબીજનોને 1 દિવસપત્નીનું મૃત્યુ: પતિને 10 દિવસપતિનું મૃત્યુ: પત્નીને 10 દિવસગુરુનું મૃત્યુ: શિષ્યને 3 દિવસમાતામહ/માતામહીના અવસાન: દોહિત્ર/દોહિત્રીઓને 3 દિવસ (વિશેષ પરિસ્થિતિમાં 1-1.5 દિવસ)જમાઈ, સાસુ, સસરા, ફઈ, માસી, સાળો, મિત્ર, સદ્ગુણી શિષ્ય: 1-3 દિવસનાનો/નાની/બાળકનું મૃત્યુ: 1-3 દિવસપોતાના દેશ કે ગામના અધિપતિનું મૃત્યુ: 1 દિવસજન્મના સમયે, પરણાવેલી સ્ત્રીને પિતાને ઘેર મૃત્યુ થાય તો: માતા-પિતાને 3 દિવસ, અન્ય સંબંધીઓને 1 દિવસ સૂતક દરમ્યાન નિષિદ્ધ ક્રિયાઓસૂતક પાળતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આવા નિયમોમાં આવું છે:મંદિરમાં પ્રવેશ ન કરવોકોઈ શુભ કાર્ય ન કરવુંહવન, યજ્ઞ, પૂજા ન કરવીઅગ્નિ સ્પર્શ ન કરવોગુરુ મંત્રનો જાપ સામાન્ય રીતે ન કરવો (સ્વામિનારાયણ મંત્ર સિવાય)મૃત્યુ પામેલા વ્યક્તિ માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવે છેગરુડ પુરાણનું પઠન કરવું શુભ માનવામાં આવે છેજો સૂતકના નિયમો પૂર્ણ થયા પછી પણ મૃત્યુ અંગે નવી માહિતી મળે, તો તે દિવસે ફરીથી સૂતક પાળવો જરૂરી છે. આપઘાત કરનાર વ્યક્તિ માટે સૂતક લાગતો નથી. મહત્વ અને ધાર્મિક ફાયદાસૂતકનું પાલન કરવાથી, માનવામાં આવે છે કે:મૃત્યુ પામેલા જીવને શાંતિ મળેજીવ અન્ય યોનિમાં ભટકવાથી મુક્ત થાયપાળનારને જીવનના ઋણમાંથી મુક્તિ મળેપરિવાર અને ઘર શુદ્ધ રહેસૂતક એક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે, જે શાંતિ, શુદ્ધિ અને આત્માની મુક્તિ માટે અનુસરવામાં આવે છે. સુતક પાળવાથી વ્યક્તિના મન અને મનોદશા પર પણ પ્રતિકૂલ અસર નહીં પડે અને પરિવારમાં અનુકૂળતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ જળવાય છે.આ રીતે, સૂતક એક માત્ર ધાર્મિક નિયમ નહિ, પરંતુ જીવનની મહત્વની ઘટનાઓમાં શાંતિ, સ્મૃતિ અને શ્રદ્ધા જાળવવાનો એક માર્ગ છે.
Cricket શિખર ધવને છૂટાછેડા પછી ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઈ કરી સ્ટાર ખેલાડી જીવનમાં નવી શરૂઆત કરી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવન પોતાના અંગત જીવનને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. લાંબા સમય સુધી વ્યક્તિગત જીવનમાં ઉથલપાથલનો સામનો કર્યા બાદ હવે ધવને જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. છૂટાછેડાના લગભગ ત્રણ વર્ષ પછી શિખર ધવને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન (Sophie Shine) સાથે સગાઈ કરી લીધી છે. આ ખુશખબર તેમણે જાતે જ સોશિયલ મીડિયા મારફતે પોતાના ચાહકો સાથે શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર કરી સત્તાવાર જાહેરાતશિખર ધવને સોમવારે (12 જાન્યુઆરી) પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સોફી સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. તસવીરમાં સોફીના હાથમાં મોટી અને ચમકતી હીરાની રિંગ જોવા મળી રહી છે. સાથે જ પૃષ્ઠભૂમિમાં લાલ ગુલાબ અને મિણબત્તીઓથી સજાવેલું દિલાકાર ડેકોરેશન પણ નજરે પડે છે, જે આ ખાસ ક્ષણને વધુ યાદગાર બનાવે છે.આ તસવીર સાથે શિખર ધવને ભાવુક કેપ્શન લખ્યું હતું,“સાથે હસવાથી લઈને સાથે સપના જોવા સુધી. આપણી સગાઈ માટે મળેલા પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ આભારી છીએ. હવે અમે હંમેશા માટે એકબીજાનો સાથ પસંદ કરીએ છીએ.”આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો હતો. ક્રિકેટ જગતના દિગ્ગજો, સેલિબ્રિટીઝ અને લાખો ફેન્સે શિખર અને સોફીને અભિનંદન પાઠવ્યા હતા. ફેન્સમાં ખુશીની લહેરશિખર ધવન હંમેશા પોતાના હકારાત્મક સ્વભાવ અને સ્મિત માટે જાણીતા રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગત જીવનમાં મુશ્કેલ સમય પસાર કર્યા બાદ હવે તેમને ફરી ખુશ જોતા ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે. તસવીરમાં શિખર અને સોફી બંને ખુશ અને શાંતિભર્યા દેખાય છે, જે તેમની નવી શરૂઆતની સાક્ષી આપે છે. કોણ છે સોફી શાઈન?મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિખર ધવન અને સોફી શાઈન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે, બંનેએ પોતાના સંબંધોને જાહેરમાં બહુ પ્રદર્શિત કર્યા નહોતા. સોફી ઘણી વખત શિખર સાથે વિવિધ પ્રસંગો પર જોવા મળી હતી, પરંતુ બંનેએ પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરવાનું ટાળ્યું હતું.સોફી શાઈન વિશે વધુ વિગતો હજી સામે આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે આઇરિશ મૂળની છે. સોફી સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય નથી, જે દર્શાવે છે કે તે લાઇમલાઇટથી થોડું દૂર રહેવાનું પસંદ કરે છે. હવે લગ્ન ક્યારે?સગાઈની જાહેરાત બાદ હવે ફેન્સના મનમાં એક જ પ્રશ્ન છે – શિખર અને સોફી લગ્ન ક્યારે કરશે? સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કપલ 2026ના મધ્ય ભાગમાં લગ્ન કરી શકે છે. જોકે, શિખર ધવન કે તેમના પરિવાર તરફથી હજી સુધી લગ્નની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, ફેન્સ આતુરતાપૂર્વક આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે. અગાઉના લગ્ન અને છૂટાછેડાઉલ્લેખનીય છે કે આ શિખર ધવનના બીજા લગ્ન હશે. શિખરે વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયન મહિલા આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાંથી તેમને એક પુત્ર જોરાવર છે. જોકે, સમય જતાં બંને વચ્ચે મતભેદ વધ્યા અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ વર્ષ 2023માં દિલ્હીની સાકેત કોર્ટમાં સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા.છૂટાછેડા બાદ શિખર ધવન પોતાના પુત્રથી દૂર રહીને પણ માનસિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. તેમનો પુત્ર હાલ પોતાની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ તમામ પડકારો છતાં શિખરે હંમેશા સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખ્યો. જીવનની નવી ઇનિંગહવે સોફી સાથેની સગાઈ સાથે શિખર ધવનના જીવનમાં એક નવી, ખુશનુમા ઇનિંગની શરૂઆત થઈ છે. ક્રિકેટ મેદાન પર અનેક યાદગાર ઇનિંગ્સ રમનાર “ગબ્બર” હવે વ્યક્તિગત જીવનમાં પણ ખુશી અને સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છે. ફેન્સ અને શુભેચ્છકો આશા રાખી રહ્યા છે કે શિખર ધવનની આવનારી જીવનયાત્રા પ્રેમ, શાંતિ અને આનંદથી ભરપૂર રહેશે.
India પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દહેશત: બે શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તાત્કાલિક ટીમ તૈનાત કરી પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાત વિસ્તારમાં આ બંને કેસ નોંધાતા સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાઈ છે. બંને શંકાસ્પદ દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા પુરુષ અને મહિલા નર્સ હોવાનું સામે આવ્યું છે. હાલ બંનેની હાલત અત્યંત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, આ બંને નર્સ ડિસેમ્બર મહિનામાં મિદનાપુર અને બર્ધમાન ખાતે આવેલા પોતાના વતન ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી લક્ષણો દેખાવા લાગ્યા હતા. હાલત બગડતાં તેમને બારાસાતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોને શંકા જતા તરત જ નિપાહ વાયરસના ટેસ્ટ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સેમ્પલ પુણે મોકલાયા, કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂપશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને શંકાસ્પદ દર્દીઓ એક જ હોસ્પિટલમાં કામ કરતા હોવાથી સંક્રમણની શક્યતા ગંભીર રીતે જોવામાં આવી રહી છે. વાયરસના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે તાત્કાલિક કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બંને દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ બંને નર્સના સેમ્પલ પુષ્ટિ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવવા સુધી સમગ્ર વિસ્તારને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત જિલ્લાઓના મેડિકલ ઓફિસરો સાથે તાકીદની બેઠક યોજી છે અને તમામ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નિપાહ વાયરસ: અત્યંત ઘાતક અને જોખમીનિપાહ વાયરસ એક અત્યંત જીવલેણ વાયરસ માનવામાં આવે છે, જેમાં મૃત્યુદર લગભગ 70 ટકા સુધી નોંધાયો છે. આ વાયરસ મુખ્યત્વે ફળ ખાવાવાળા ચામાચીડિયા (Fruit Bats) દ્વારા ફેલાય છે. ચામાચીડિયાની લાળ, પેશાબ અથવા સંક્રમિત ફળોના સંપર્કમાં આવવાથી માનવમાં ચેપ લાગવાની શક્યતા રહે છે. કેટલીક પરિસ્થિતિમાં ડુક્કર જેવા પશુઓ મારફતે પણ વાયરસ માનવ સુધી પહોંચે છે.નિપાહ વાયરસનો કોઈ ચોક્કસ ઈલાજ અથવા રસી હાલમાં ઉપલબ્ધ નથી. સારવાર મુખ્યત્વે લક્ષણો આધારીત (Supportive Treatment) આપવામાં આવે છે. તાવ, મગજમાં સોજો (એન્સેફેલાઈટિસ), શ્વાસની તકલીફ અને કોમામાં જવાની શક્યતા હોવાને કારણે આ વાયરસને અત્યંત જોખમી ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર એક્શનમાં, ટીમ તૈનાતપરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી તમામ ટેકનિકલ અને લોજિસ્ટિક સહાય આપવાની ખાતરી આપી છે. સાથે સાથે કેન્દ્ર સરકારે તાત્કાલિક એક નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ પશ્ચિમ બંગાળ મોકલી છે.આ ટીમ રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે મળીને સંક્રમણની ચેઇન તોડવા, દેખરેખ વધારવા અને જરૂરી પ્રોટોકોલ અમલમાં મૂકવાની કામગીરી કરી રહી છે. જે લોકો આ બંને નર્સના સંપર્કમાં આવ્યા હતા, તેમને ઓળખીને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય તો તેમને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવાની તૈયારી પણ રાખવામાં આવી છે. જનતાને અપીલઆરોગ્ય વિભાગે જનતાને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. સાથે જ તાવ, શ્વાસમાં તકલીફ અથવા અચાનક બિમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. નિપાહ વાયરસના સંભવિત કેસોને લઈને પશ્ચિમ બંગાળમાં હાલ ઉચ્ચસ્તરીય સતર્કતા જાળવવામાં આવી રહી છે.
Gujrat રાજ્યમાં ઠંડી યથાવત: નલિયામાં 6 ડિગ્રી, અમરેલીમાં તાપમાન 9.7 ડિગ્રી, ઉત્તરાયણએ 5–15 કિમી પવન રાજ્યભરમાં ઠંડીનું જોર હજુ યથાવત જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી શિયાળાની અસર સતત અનુભવાઈ રહી છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડી વધુ તીવ્ર બનતી જઈ રહી છે, જેના કારણે લોકો ગરમ કપડાંમાં સજ્જ જોવા મળી રહ્યા છે.કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડા પવન અને ધુમ્મસના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી હતી. નલિયા સહિત કચ્છના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ઠંડી હવાની લહેર ફરી વળી હતી.સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું છે. અમરેલી જિલ્લામાં અગાઉ તાપમાન 7.8 ડિગ્રી સુધી ઘટ્યું હતું, જ્યારે તાજેતરમાં તેમાં થોડો વધારો નોંધાયો છે અને તાપમાન 9.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. તેમ છતાં ઠંડીની તીવ્રતા હજુ પણ યથાવત છે. ભાવનગર, રાજકોટ, ગીરસોમનાથ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા ઠંડા પવનના પ્રવાહને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા પવનો રાજ્યમાં ઠંડક લાવી રહ્યા છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે થોડી રાહત મળી રહી છે, પરંતુ સાંજ પડતા જ ઠંડી ફરી ચપેટમાં લઈ લે છે.આ વચ્ચે **મકરસંક્રાંતિ (ઉતરાયણ)**ના દિવસે પણ ઠંડીની અસર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પવનના કારણે દિવસ દરમિયાન પતંગોત્સવ માણનાર લોકોને ઠંડકનો અનુભવ થવાની શક્યતા છે. ખાસ કરીને ખુલ્લા મેદાનો અને છત પર પતંગ ચગાવતા લોકો માટે ઠંડા પવન સાથે ઉત્સવ ઉજવવાનો અનોખો અનુભવ રહેશે.ઉતરાયણ દરમિયાન પવનની ગતિ પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે, પરંતુ સાથે સાથે ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેતી રાખવી જરૂરી બનશે. વહેલી સવાર અને સાંજના સમયે ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે.ખેડૂત વર્ગ માટે પણ હાલની ઠંડી મિશ્ર અસર ધરાવે છે. એક તરફ કેટલાક પાકો માટે ઠંડી લાભદાયક સાબિત થઈ શકે છે, તો બીજી તરફ વધુ પડતી ઠંડીથી શાકભાજી અને બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા પણ રહે છે. પશુપાલકોને પણ પોતાના પશુઓને ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે.આગામી બે-ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હાલ તો કોઈ વરસાદની આગાહી કરી નથી, પરંતુ પવન અને ઠંડીના કારણે તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી.આ રીતે રાજ્યમાં ઠંડીની ચમકાર સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉજવાવાનો છે. ઠંડા પવન, સૂર્યપ્રકાશ અને પતંગોના રંગબેરંગી આકાશ વચ્ચે ગુજરાતીઓ ઉત્સવની મોજ માણશે, પરંતુ સાથે સાથે આરોગ્ય અને સુરક્ષાની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી રહેશે.
Rashifal મકર સંક્રાંતિ 2026: શાસ્ત્રીય વિગત, દાનવિધિ, રાશિ પ્રમાણે પુણ્ય દાન અને પુણ્યકાળનો શુભ સમય હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર અત્યંત પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસે સંક્રાંતિ ઉજવાય છે અને આ દિવસથી ઉત્તરાયણની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિને દાન, તપ, પૂજા અને સ્નાન માટે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મકર સંક્રાંતિની શાસ્ત્રીય વિગતશાસ્ત્રો મુજબ આ વર્ષે મકર સંક્રાંતિના દેવતાગત તત્વો આ મુજબ છે:વાહન – વાઘ, ઉપવાહન – અશ્વ, વસ્ત્ર – પીળું, તિલક – કેસર, જાતિ – સર્પ, વારનામ – મહોદરી, નક્ષત્રનામ – મંદાકિની, પુષ્પ – જુઈ, વય – કુમારી, ભક્ષણ – દૂધપાક, આભૂષણ – મોતી, પાત્ર – રૂપું, કંચુકી – પર્ણ, સ્થિતિ – બેઠેલી, આયુધ – ગદા. મકર સંક્રાંતિનું આગમન પૂર્વ દિશામાંથી માનવામાં આવે છે, મુખ દક્ષિણ દિશા તરફ, દ્રષ્ટિ વાયવ્ય તરફ અને ગમન પશ્ચિમ દિશા તરફ જણાવાયું છે. મકર સંક્રાંતિનું દાન મહત્ત્વમકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલ દાન અક્ષય ફળ આપે છે એવી માન્યતા છે. આ દિવસે તલ, ઘઉં, મમરા, ગોળ, શેરડી, પીળાં વસ્ત્ર, જીંજરા, ઘી, દૂધ, રૂપાનું પાત્ર, ખીચડી અને દૂધનું દાન વિશેષ પુણ્યદાયક ગણાય છે. ગાય, બ્રાહ્મણ, સાધુ-સંતો, ગરીબ લોકો, જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે સાથે પશુ-પક્ષીઓને પણ દાન કરવાથી મહાન પુણ્ય મળે છે. રાશિ પ્રમાણે દાનરાશિ અનુસાર દાન કરવાથી વિશેષ શુભફળ મળે છે.મેષ, સિંહ, ધન રાશિના જાતકોએ કાળા તલ, કાળા તલના લાડુ, સ્ટીલનું વાસણ, લોખંડ અને કાળું કપડું દાન કરવું શુભ ગણાય છે.વૃષભ, કન્યા, કુંભ રાશિના લોકો માટે ઘઉં, ગોળ, લાલ તલ, લાલ કપડું, તલ અને તાંબાનું દાન ઉત્તમ માનવામાં આવે છે.કર્ક, તુલા, મીન રાશિના જાતકોએ ઘી, ખાંડ, તલ, સફેદ વસ્ત્ર, ચાંદી, રૂપું અને ચોખાનું દાન કરવું જોઈએ.મિથુન, વૃશ્ચિક, મકર રાશિના લોકો માટે ચણાની દાળ, તુવેર દાળ, પીળું કપડું, પિતળ, સોનુ, તલ અને ગોળનું દાન લાભદાયક ગણાય છે. મકર સંક્રાંતિનો પુણ્યકાળઆ વર્ષે મકર સંક્રાંતિનો પુણ્યકાળ તા. 14-01-2026ના બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:27 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન સ્નાન, દાન, જપ-તપ અને પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.મકર સંક્રાંતિ માત્ર પતંગોત્સવ પૂરતી સીમિત ન રહી, પરંતુ દાન, સેવા અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન આપતો પવિત્ર તહેવાર છે.
Rajkot ઉત્તરાયણ સાથે રાજકોટમાં ક્રિકેટ મહોત્સવ: કાલે ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે, રોહિત-કોહલીનું આકર્ષણ, નિરંજન શાહ સ્ટેડિયમ બનશે ક્રેઝનું કેન્દ્ર રાજકોટમાં આવતીકાલે ઉત્તરાયણના પાવન પર્વે પતંગ પર્વ અને ક્રિકેટ જંગની ડબલ ધમાલ જોવા મળવાની છે. એક તરફ આકાશ રંગબેરંગી પતંગોથી છલકાશે તો બીજી તરફ નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચને લઈ સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. મકર સંક્રાંતિના દિવસે આ અનોખા સંયોગે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહની લહેર ફરી વળી છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે શ્રેણીનો બીજો મુકાબલો આવતીકાલે રાજકોટમાં રમાવાનો છે. વડોદરામાં રમાયેલા પ્રથમ વન-ડેમાં ભારતે જીત મેળવી હોવાથી રાજકોટનો મેચ જીતે તો શ્રેણી પર કબ્જો મેળવી શકે છે. આ કારણે ક્રિકેટરસિયાઓમાં ઉત્સાહ દોઢગણો થયો છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે ક્રિકેટ જંગ હોવાથી પતંગ પ્રેમીઓ અને ક્રિકેટ ચાહકો બંને માટે આ દિવસ યાદગાર બની રહે તેવી શક્યતા છે.નિરંજન શાહ સ્ટેડિયમના ઈતિહાસ પર નજર કરીએ તો મહત્વની બાબત એ છે કે વર્ષ 2020 પછી ભારતે આ મેદાન પર એકપણ વન-ડે જીત્યું નથી. અત્યાર સુધી અહીં રમાયેલા ચાર વન-ડે મેચમાં ભારતને ત્રણમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ આંકડાઓ ભારત માટે પડકારરૂપ છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમ આ મેદાન પર પ્રથમ વખત વન-ડે રમશે, એટલે કિવીઝ માટે પણ આ અનુભવ નવીન રહેશે.મેચ પૂર્વે બન્ને ટીમોના ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા રાજકોટ પહોંચી ગયા છે. શહેરના એરપોર્ટ પર તેમજ હોટલ પર ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ ટોટલ સયાજી હોટલમાં જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રોકાઈ છે. ટીમોના આગમન સમયે પ્રશંસકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને પૂર્વ કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આકર્ષણ હંમેશા જેવું જ જબરદસ્ત રહ્યું છે. ચાહકોને આશા છે કે ઉત્તરાયણના દિવસે બન્ને ખેલાડીઓ પોતાના બેટથી વિશેષ રંગ જમાવશે અને ભારતને જીત તરફ દોરી જશે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટરસિયાઓ રાજકોટ પહોંચવાની તૈયારીમાં છે અને સ્ટેડિયમમાં સંપૂર્ણ ભરાવ જોવા મળશે તેવી શક્યતા છે.મેચની તૈયારીના ભાગરૂપે આજે ન્યુઝીલેન્ડની ટીમ બપોરે ત્રણ કલાક માટે નેટ પ્રેક્ટીસ કરશે. કિવીઝ ખેલાડીઓ મેદાન અને પરિસ્થિતિ સાથે પરિચિત થવા માટે ભારે પરસેવો પાડશે. ભારતીય ટીમને નેટ પ્રેક્ટીસ માટે સાંજનો સમય ફાળવવામાં આવ્યો છે. સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન ભારતીય ખેલાડીઓ ફ્લડ લાઇટ હેઠળ અભ્યાસ કરશે. શિયાળાની સિઝનમાં વહેલું અંધારું થતું હોવાથી ડે-નાઇટ મેચ માટે આ પ્રેક્ટીસ ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.પતંગ પર્વ હોવા છતાં ક્રિકેટ પર્વનો ક્રેઝ અદભુત જોવા મળી રહ્યો છે. ઘણા ક્રિકેટપ્રેમીઓ પતંગ છોડીને સ્ટેડિયમમાં મેચ જોવા માટે આતુર છે. શહેરમાં મેચને ધ્યાને રાખીને હોટલથી સ્ટેડિયમ સુધીના માર્ગ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલો, એરપોર્ટ અને સ્ટેડિયમ આસપાસ વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ રાખવા માટે પોલીસ અને ટ્રાફિક જવાનોનો લોખંડી જાપ્તો રહેશે.આ રીતે ઉત્તરાયણના દિવસે રાજકોટમાં પતંગ અને ક્રિકેટની સાથે મળીને સાચી અર્થમાં ડબલ ધમાલ સર્જાવાની છે. રંગબેરંગી પતંગો અને ક્રિકેટના ચોગ્ગા-છગ્ગાઓ વચ્ચે રાજકોટનો આ દિવસ સૌરાષ્ટ્ર માટે યાદગાર બની રહે તેવી પૂરી શક્યતા છે.
રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ 13 Jan 2026
ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ 13 Jan 2026
ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ 13 Jan 2026
જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી 13 Jan 2026
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ 13 Jan 2026
મકરસંક્રાંતિ: પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાને ઉજવણી કરતાં દેશભરના લોકો માટે ઉત્સવ અને આનંદભર્યું પર્વ 13 Jan 2026
ગાંધીનગરમાં GBRCની BSL-4 સુવિધાનું ખાતમુહૂર્ત, રાષ્ટ્રીય મહત્વના બાયોકન્ટેઇનમેન્ટ કેન્દ્ર તરફ મહત્વપૂર્ણ પગલું 13 Jan 2026
અમેરિકા પછી ડાયાબિટીસનો સૌથી મોટો આર્થિક ભાર ભારત પર, આરોગ્ય સાથે અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડતી ખતરનાક બિમારી 13 Jan 2026
ભારતમાં ‘10 મિનિટ ડિલિવરી’ પર બ્રેક, ગિગ વર્કર્સની સુરક્ષા માટે સરકારનો ટાઈમ લિમિટ હટાવવાનો આદેશ 13 Jan 2026
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ ખાતે રક્તદાન શિબિર: સેવા અને સંવેદનાનો ઉત્તમ સંદેશ 13 Jan 2026
રાજકોટ-ભાવનગર-જામનગર-જૂનાગઢ માટે સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ લોન્ચ, રૂ.1.80 લાખ કરોડના પ્રોજેક્ટ્સ જાહેર 13 Jan 2026
અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ, આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ સર્જ્યું આકર્ષણ 13 Jan 2026
સૌરાષ્ટ્ર-કચ્છ દેશનું વિકાસ કેન્દ્ર બનશે, રાજ્ય સરકાર-રોડમેપ તૈયાર: મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉદ્યોગમાં નવી તકો 13 Jan 2026
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દહેશત: બે શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તાત્કાલિક ટીમ તૈનાત કરી 13 Jan 2026
રાજ્યમાં ઠંડી યથાવત: નલિયામાં 6 ડિગ્રી, અમરેલીમાં તાપમાન 9.7 ડિગ્રી, ઉત્તરાયણએ 5–15 કિમી પવન 13 Jan 2026
મકર સંક્રાંતિ 2026: શાસ્ત્રીય વિગત, દાનવિધિ, રાશિ પ્રમાણે પુણ્ય દાન અને પુણ્યકાળનો શુભ સમય 13 Jan 2026
ઉત્તરાયણ સાથે રાજકોટમાં ક્રિકેટ મહોત્સવ: કાલે ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે, રોહિત-કોહલીનું આકર્ષણ, નિરંજન શાહ સ્ટેડિયમ બનશે ક્રેઝનું કેન્દ્ર 13 Jan 2026
રાજકોટ-ભાવનગર-જામનગર-જૂનાગઢ માટે સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ લોન્ચ, રૂ.1.80 લાખ કરોડના પ્રોજેક્ટ્સ જાહેર 1 day ago
સૌરાષ્ટ્ર-કચ્છ દેશનું વિકાસ કેન્દ્ર બનશે, રાજ્ય સરકાર-રોડમેપ તૈયાર: મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉદ્યોગમાં નવી તકો 1 day ago
રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ 13 Jan 2026
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ ખાતે રક્તદાન શિબિર: સેવા અને સંવેદનાનો ઉત્તમ સંદેશ 1 day ago
ઉત્તરાયણ સાથે રાજકોટમાં ક્રિકેટ મહોત્સવ: કાલે ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે, રોહિત-કોહલીનું આકર્ષણ, નિરંજન શાહ સ્ટેડિયમ બનશે ક્રેઝનું કેન્દ્ર 1 day ago
ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ 13 Jan 2026
કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે રાજ્યમાં શિયાળાની ઠંડી બાદ આજે ઘણા અંશે રાહત અનુભવાઈ હતી, પરંતુ આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડીનો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલના જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાશે અને અનેક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકી શકે છે. રાજ્યમાં તાપમાનની હાલની સ્થિતિઅશોકભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં નોર્મલ ન્યુનતમ તાપમાન 12થી 13 ડિગ્રી જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 10થી 11 ડિગ્રી ગણાય છે. 12 જાન્યુઆરી સુધી તાપમાન નોર્મલ કરતાં નીચું રહેવાની આગાહી અનુસાર ગઇકાલ સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.રાજકોટ, અમરેલી અને ભુજ જેવા શહેરોમાં ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું. જોકે 13 જાન્યુઆરીથી તાપમાનમાં થોડી રાહત જોવા મળી છે. શહેરવાર ન્યુનતમ તાપમાનરાજકોટ : 11.1 ડિગ્રી (નોર્મલ કરતાં 1.7 ડિગ્રી ઓછું)અમદાવાદ : 16 ડિગ્રી (નોર્મલ કરતાં 3.7 ડિગ્રી વધુ)વડોદરા : 15 ડિગ્રી (1.9 ડિગ્રી વધુ)ભુજ : 11 ડિગ્રી (0.4 ડિગ્રી ઓછું)ડિસા : 12.3 ડિગ્રી (2.3 ડિગ્રી વધુ)અમરેલી : 12.4 ડિગ્રી (1 ડિગ્રી વધુ) 14થી 16 જાન્યુઆરી : ફરી ઠંડીનો દોરઆગાહીમાં જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં પણ નીચું અને 10 ડિગ્રીથી ઓછું રહેવાની સંભાવના છે. બુધથી શુક્ર દરમિયાન રાજ્યના અનેક સેન્ટરોમાં કડક ઠંડી અનુભવાશે. 17 જાન્યુઆરીથી મળશે રાહત17 જાન્યુઆરી બાદ ઠંડીમાં ધીમે ધીમે રાહત મળશે. ન્યુનતમ તાપમાન ફરી નોર્મલ સ્તરે આવશે અને શિયાળાનો તીવ્ર પ્રભાવ ઘટશે. 17થી 20 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે. ઝાકળવર્ષાની શક્યતા 15થી 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઝાકળવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ખેતી અને વાતાવરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્તરાયણ માટે પવન અનુકૂળઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ પવન ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં 7થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.15 જાન્યુઆરીએ પવનની ઝડપ 8થી 20 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.આથી ઉત્તરાયણના પતંગપર્વ દરમિયાન નોર્મલ પવનના કારણે પતંગરસિયાઓને પૂરતો આનંદ માણવા મળશે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા17થી 20 જાન્યુઆરી દરમિયાન સર્જાનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હળવો-મધ્યમ બરફવર્ષા થવાની શક્યતા છે. Read More
રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. પ્રથમ વન-ડેમાં વડોદરામાં ભારતની ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે કિવી ટીમ શ્રેણીમાં બરાબરી કરવા મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડ ટીમની નેટ પ્રેક્ટિસમેચ પૂર્વે આજે બપોરે 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેપ્ટન માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, કાઇલ જેમીસન સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો. કિવી ટીમ માટે રાજકોટનું મેદાન નવું હોવાથી તેઓ પરિસ્થિતિને સમજવામાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સાંજે નેટમાં ઉતરશેટીમ ઈન્ડિયા આજે સાંજે 5.30 વાગ્યે નેટ પ્રેક્ટિસ કરશે. કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સહિતના ખેલાડીઓ મેદાનમાં દેખાશે. પંત અને વોશિંગટન સુંદર બહારઈજાને કારણે રિષભ પંત બાદ વોશિંગટન સુંદર પણ રાજકોટની મેચમાં નહીં રમે. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જુરેલે તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી વિજય હઝારે ટ્રોફીમાં 7 મેચમાં 558 રન સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ પિચ, રનનો વરસાદ શક્યનિરંજન શાહ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધી અહીં રમાયેલી મેચોમાં મોટા સ્કોર જોવા મળ્યા છે. આવતીકાલની મેચમાં પણ રનફેસ્ટ થવાની પૂરી શક્યતા છે. રોહિત-કોહલી માટે છેલ્લી વન-ડે?ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે રાજકોટની મેચ સંભવિત અંતિમ વન-ડે બની શકે છે. આ કારણે ચાહકોમાં મેચને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વન-ડેનો ઇતિહાસનિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી 4 વન-ડે મેચ રમાઈ છે.ભારતે માત્ર 1 મેચમાં જીત મેળવી3 મેચમાં હારનો સામનો કરવો પડ્યોકુલ મળીને અહીં 13 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટેસ્ટ, T20 અને વન-ડેનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ પહેલીવાર રાજકોટમાં વન-ડે રમશેન્યૂઝીલેન્ડ ટીમ માટે રાજકોટમાં આ પહેલી વન-ડે મેચ છે, જ્યારે ભારતના 8 ખેલાડીઓ અગાઉ અહીં રમવાનો અનુભવ ધરાવે છે. ખેલાડીઓનું ભવ્ય સ્વાગતસોમવારે રાજકોટ પહોંચેલી ટીમ ઈન્ડિયાનું પરંપરાગત ઢોલ-નગારાં અને રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. Read More
ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ કડકડતી ઠંડી અને શીતલહેર દરમિયાન લોકો સામાન્ય રીતે તરસ ઓછી લાગતી હોવાથી પાણી ઓછું પીવે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી હૃદય પર વધારાનું ભારણ પડે છે અને બ્લડપ્રેસર તેમજ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. ❖ શિયાળામાં કેમ વધે છે બ્લડપ્રેસર?દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. સંજીવ નારંગના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં શરીરની ધમનીઓ સંકોચાઈ જાય છે. આ કારણે લોહીનું દબાણ વધે છે. જો પાણીનું સેવન ઓછું થાય તો લોહી વધુ ઘાટું બને છે, જેનાથી બ્લડપ્રેસર અને લોહીના થક્કા (ક્લોટ) બનવાનો જોખમ વધી જાય છે. ❖ ઓપીડીમાં વધી રહ્યા છે બ્લડપ્રેસરના દર્દીઓડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં ઓપીડીમાં એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જેમનું બ્લડપ્રેસર અગાઉ નિયંત્રણમાં હતું, પરંતુ શિયાળાની ઋતુમાં અચાનક વધી ગયું છે. કેટલાક દર્દીઓમાં પગમાં સોજા આવવાના કેસ પણ નોંધાયા છે. ❖ હાર્ટ એટેક અને શ્વાસની બીમારીનો વધતો ખતરોપાણી ઓછું પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે જ ઠંડી હવા સીધી શ્વાસ દ્વારા શરીરમાં જવાથી શ્વાસની નળી સંકોચાઈ જાય છે, જેના કારણે શ્વાસની તકલીફ, દમ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વધી રહી છે, તેમ ડો. સંજીવ સિંહાએ ચેતવણી આપી છે. ❖ ન્યુમોનિયાના કેસોમાં વધારોશિયાળાની ઋતુમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. ઠંડીને હળવાશથી લેવી નહીં, એવી ડોક્ટરોની સલાહ છે. ❖ ડોક્ટરોની મહત્વની સલાહસપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર બ્લડપ્રેસર ચેક કરવુંશક્ય હોય તો ઘરમાં બ્લડપ્રેસર મશીન રાખવુંપૂરતું પાણી પીવું, તરસ ન લાગે તો પણડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ વધુ ઠંડીમાં સવાર-સાંજ ફરવાનું ટાળવું ❖ બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજીવૃદ્ધોએ ન્યુમોનિયાની રસી લેવવીબાળકોને 3-4 ગરમ કપડાં પહેરાવવાંનવજાત બાળકનું ખાસ ધ્યાન રાખવુંમાથું, કાન અને ગળું ઢાંકીને રાખવુંયોગ્ય અને પોષણયુક્ત આહાર લેવોશિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગતી હોવા છતાં પૂરતું પાણી પીવું, નિયમિત તપાસ કરવી અને ઠંડીથી બચાવના પગલાં લેવાં અત્યંત જરૂરી છે. નાની લાપરવાહી પણ ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. Read More
ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ મુંબઇ શેરબજારમાં એક દિવસની તેજી બાદ આજે ફરી એકવાર ભારે અફડાતફડી વચ્ચે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેકસમાં ઇન્ટ્રા-ડે 400 પોઇન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો અને અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. મોટા ભાગના શેરોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળતાં રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.શરૂઆતમાં બજાર સ્થિર ટોન સાથે ખુલ્યું હતું, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ઇરાન સાથે વેપાર કરવા બદલ વધુ 25 ટકા ટેરીફ લાદવાની ધમકી ઉચ્ચારતા જ બજારનું મનોબળ નબળું પડી ગયું હતું. આ નિવેદન બાદ શેરબજારમાં વેચવાલીનો દબાણ વધી ગયો અને માર્કેટ રેડ ઝોનમાં ઉતરી ગયું હતું.ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની સકારાત્મક અપેક્ષાઓ પણ આજના સત્રમાં ધૂંધળી પડતી જોવા મળી હતી. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકાના સતત બદલાતા વ્યાપાર નીતિ સંબંધિત પગલાં અને ટેરીફ વોરનું ચિત્ર જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજારમાં આવો ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.આજના સત્ર દરમિયાન મન્નાપુરમ ફાયનાન્સ, ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, એન્જલ-વન, એચડીએફસી બેન્ક, બીએસઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, નેલ્કો, વેદાંતા અને સ્ટેટ બેન્ક જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ડિક્સન ટેકનોલોજી, ટ્રેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આઇએસબી એગ્રો, વોડાફોન આઇડિયા અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.દિવસના અંતે મુંબઇ શેરબજારનો સેન્સેકસ 236 પોઇન્ટના ઘટાડા સાથે 83,641 પર બંધ થયો હતો. સેન્સેકસે દિવસ દરમિયાન 84,258નું ઊંચું સ્તર અને 83,262નું નીચું સ્તર નોંધાવ્યું હતું. જ્યારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 25,730 પર બંધ રહ્યો હતો. નિફ્ટીનું દિવસનું ઊંચું સ્તર 25,899 અને નીચું સ્તર 25,630 રહ્યું હતું.વિશ્લેષકોના મતે, વૈશ્વિક સ્તરે રાજકીય અને વેપાર સંબંધિત અનિશ્ચિતતા યથાવત રહેતાં ટૂંકા ગાળામાં શેરબજારમાં ચેતનાવાળી અને અસ્થિર ચાલ જોવા મળી શકે છે. Read More
જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી ભારતમાં હેચબેક કાર સેગમેન્ટ ફરી એકવાર ઉછાળો લેતું નજરે પડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SUV અને કોમ્પેક્ટ કારોના વધતા પ્રભાવે પાછળ ધકેલાયેલું નાની કારોનું બજાર હવે GSTમાં થયેલા ઘટાડા બાદ ફરી સજીવ બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલ અને મિની કાર સેગમેન્ટમાં ગ્રાહકોની રસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ભારતીય ઓટોમોબાઇલ બજાર માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.કોવિડ બાદના સમયગાળામાં હેચબેક કારોની માંગમાં ઘટાડો થયો હતો, પરંતુ સરકાર દ્વારા નાની કારો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા આ સેગમેન્ટને મોટી રાહત મળી છે. GSTમાં ઘટાડા પછી કાર ઉત્પાદક કંપનીઓએ ભાવ ઘટાડ્યા, જેના પરિણામે પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકો માટે હેચબેક કાર વધુ સસ્તી અને આકર્ષક બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઉપયોગકર્તાઓ હવે સીધા સ્મોલ કાર તરફ અપગ્રેડ કરતાં જોવા મળી રહ્યા છે.ઓટોમોટિવ કન્સલ્ટન્સી ફર્મ જાટો ડાયનેમિક્સના આંકડાઓ મુજબ, 2025ના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં મારુતિ સુઝુકી અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો, વેગન-આર, ટાટા અલ્ટ્રોઝ અને હ્યુન્ડાઇ i20 જેવી હેચબેક કારોના વેચાણમાં અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં માત્ર મારુતિ સુઝુકીની મિની કારોના વેચાણમાં જ 91.8 ટકાનો ઉછાળો આવ્યો છે, જે આ સેગમેન્ટમાં વધી રહેલી માંગ દર્શાવે છે.ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં હેચબેકનો હિસ્સો વધીને 24.4 ટકા થયો છે, જે વર્ષના પહેલાં નવ મહિનાના 23.5 ટકાની સરખામણીમાં વધુ છે. જો કે મહામારી પહેલાં આ હિસ્સો લગભગ 50 ટકા જેટલો હતો, પરંતુ હાલનો વધારો બજારમાં હેચબેક સેગમેન્ટ માટે હકારાત્મક સંકેત ગણાય છે.મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થી બેનર્જીના જણાવ્યા અનુસાર, GST ઘટાડા પછી એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે, GST ઘટાડા બાદ પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકોમાં હેચબેક પસંદગીમાં આશરે 5 ટકાનો વધારો નોંધાયો છે. વધતી માંગને કારણે કેટલીક લોકપ્રિય કાર મોડલ્સ માટે વેઈટિંગ પીરિયડ દોઢ મહિના સુધી લંબાયો છે, અને કંપની ઉત્પાદન ક્ષમતામાં ફેરફાર કરીને માંગ પૂરી કરવા તૈયારી કરી રહી છે.GST સુધારા બાદ મારુતિ સુઝુકીએ એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં 31 ટકાનો વોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે, જે સમગ્ર ઉદ્યોગ સ્તરે સ્મોલ કાર વેચાણમાં થયેલા 23 ટકાના વધારા કરતાં વધુ છે. આ આંકડા દર્શાવે છે કે હેચબેક સેગમેન્ટમાં કંપનીની મજબૂત પકડ યથાવત છે.ટાટા મોટર્સના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતના જણાવ્યા અનુસાર, 2026ના નાણાકીય વર્ષના બીજા અડધામાં હેચબેક સેગમેન્ટમાં મધ્યમ વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપની FY26 દરમિયાન તેની હેચબેક કારોના વેચાણમાં 18થી 20 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આવનારો ત્રિમાસિક સમયગાળો નિર્ણાયક સાબિત થશે.જાટો ડાયનેમિક્સના પ્રમુખ રવિ ભાટિયાના મત મુજબ, હેચબેક સેગમેન્ટને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ લાંબા ગાળે ગ્રાહકો વધુ આરામ, સુરક્ષા અને પ્રેક્ટિકલ ઉપયોગ ધરાવતા કોમ્પેક્ટ SUV અને ક્રોસઓવર તરફ આકર્ષાઈ રહ્યા છે, જે હેચબેક માટે પડકારરૂપ બની શકે છે.આમ, GSTમાં થયેલા ઘટાડાના કારણે હેચબેક કાર સેગમેન્ટને નવી ઉર્જા મળી છે. જોકે આ ઉછાળો લાંબા ગાળે ટકાઉ રહેશે કે નહીં તે આવનારા મહિનાઓમાં બજારની દિશા અને ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે. Read More
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… ઉત્તરાયણ આવે એટલે આ પંક્તિ આપમેળે હોઠ પર આવી જાય છે. પતંગ માત્ર રમકડું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ સાથે ઊંડે જોડાયેલો એક જીવંત પ્રતીક છે. ખાસ કરીને ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ એકબીજાના પર્યાય સમાન બની ગયા છે. પતંગનો ઈતિહાસ જેટલો રંગબેરંગી છે, એટલી જ તેની ઓળખ, ઉપયોગિતા અને વૈશ્વિક મહત્તા પણ વિશાળ છે.‘પતંગ’ શબ્દ પોતે જ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો મૂળ અર્થ ‘સૂર્ય’ થાય છે. ભગવદોમંડલમાં પતંગના અનેક અર્થો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ઉત્તરાયણના પર્વ પર પતંગ અને પતંગ (સૂર્ય) બંને એકબીજા સાથે ઉમંગ અને ઉત્સાહથી જોડાઈ જાય છે. આ તહેવારમાં સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે અને પતંગો આકાશમાં ઉડતા જીવનમાં નવી ઊર્જા, આશા અને આનંદનો સંદેશ આપે છે.ગુજરાતમાં પતંગને તેના રંગ, આકાર અને કદ પરથી અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. રંગીન પતંગોને પીળી, બગલુ, ભૂરી જેવા નામ આપવામાં આવે છે, જ્યારે ભાતીગળ પતંગોને આંખદાર, કાગડી, ગિલંદર અને અણીદાર તરીકે ઓળખવામાં આવે છે. પછડાવાળા પતંગને પૂંછડીદાર અને કૂમતાવાળા પતંગને ફૂમતેદાર કહેવામાં આવે છે. પાંચ પતંગોના સમૂહને પંજો અને વીસ પતંગોના સમૂહને કુંડી કહેવાય છે. ભાષા બદલાય તેમ પતંગના નામ પણ બદલાય છે. હિન્દીમાં તેને ચંગ કહેવાય છે, મોટા પતંગને તુક્કલ કહેવામાં આવે છે. તાંજોરમાં પાવોલ, બિહારમાં તિલંગી, મારવાડમાં મકડ, કન્નડ ભાષામાં ગાલિપટ્ટુ અને માંજાને નાગુલ કહે છે.ભારત પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પતંગનું મહત્વ વિશેષ છે. જાપાનમાં પતંગને ‘સાજો’ કહે છે અને તેને પુગતી તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં માછલી, ડ્રેગન અને છ ખૂણાવાળા પતંગોની વિશેષ મહત્તા છે. જાપાનમાં ઇ.સ. 1936માં 2500 કિલો કાગળથી બનાવવામાં આવેલો અદ્ભૂત પતંગ વિશ્વવિખ્યાત છે, જે 39 ફૂટ ઊંચો, 21 ફૂટ પહોળો અને 3100 મીટર લાંબો હતો. તેનું કુલ વજન લગભગ સાડા નવ ટન હતું. જાપાનમાં વિશ્વની સૌથી વિશાળ પતંગ બનાવતી કંપની ‘ધ કાઇટ્સ’ પણ આવેલી છે.ભારતમાં પતંગના સંરક્ષણ અને ઇતિહાસને સાચવવા માટે અમદાવાદમાં ઇ.સ. 1986માં ભાનુભાઈ શાહ દ્વારા પતંગનું મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું હતું, જે આજે પણ પતંગપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અમેરિકા ખાતે ‘અમેરિકા કાઇટ ફ્લાયર્સ એસોસિએશન’ નામની સંસ્થા કાર્યરત છે, જેમાં વિશ્વભરના લગભગ 500 જેટલા પતંગપ્રેમી સભ્યો જોડાયેલા છે.ઇતિહાસમાં પતંગનો ઉપયોગ ફક્ત મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી. ઇ.સ. 500 આસપાસ ચીનના શાસક લિસાંગ મૂ પોતાના સૈનિકોને એકત્ર કરવા માટે પતંગ દ્વારા સંકેતિક સંદેશાઓ મોકલતા હોવાનું માનવામાં આવે છે. પંદરમી સદીમાં લિયોનાર્ડો દા વિન્ચીએ ખીણો અને નદીઓનું માપ લેવા પતંગનો ઉપયોગ કર્યો હતો અને તેણે જાતે અનેક અવનવા પતંગો તૈયાર કર્યા હતા. બેન્જામિન ફ્રેન્કલિનનો પતંગ સાથેનો પ્રયોગ તો વિજ્ઞાન જગતમાં ઐતિહાસિક માનવામાં આવે છે, જેમાં વીજળી અંગે મહત્વપૂર્ણ શોધ થઈ હતી.અઢારમી સદીમાં ડો. વિલ્સને પતંગ દ્વારા હવાના દબાણ, ગતિ અને તાપમાન માપવાના પ્રયોગો કર્યા હતા. ઘણા વૈજ્ઞાનિકોએ પતંગ સાથે થર્મોમીટર બાંધીને આકાશના તાપમાનનો અભ્યાસ કર્યો. 19મી સદીમાં યુદ્ધકાળ દરમિયાન દુશ્મનોના મથકની માહિતી મેળવવા, ટાર્ગેટ નિશ્ચિત કરવા અને ટોર્પિડો મૂકવા માટે પણ પતંગનો ઉપયોગ થયો હતો. અમુક યુદ્ધોમાં પતંગ પર નાનો કેમેરો લગાવી દુશ્મનની વ્યૂહરચના જાણી લેવામાં આવતી હતી.નાયગરા ધોધ પર ઝુલતો પૂલ બનાવતી વખતે પતંગ દ્વારા દોરા અને સળીયા સામે પાર પહોંચાડવામાં આવ્યા હતા. બ્રેડન પ્રોવેલે પતંગને વાયરલેસ સંચાર તરીકે ઉપયોગમાં લીધો હતો, જ્યારે ડગ્લાસ આર્કિબોલ્ડે પતંગ દ્વારા એનેમોમીટર ઉડાડી પવનની ઝડપનો અભ્યાસ કર્યો હતો.આ તમામ ઉદાહરણો સાબિત કરે છે કે પતંગ માત્ર ઉત્તરાયણનો આનંદ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિ, વિજ્ઞાન, સંચાર અને ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આજેય જ્યારે ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છલકાય છે, ત્યારે એ પતંગો માત્ર દોરા સાથે બંધાયેલા નથી, પરંતુ પેઢીદર પેઢી વહેતી આવતી પરંપરા, જ્ઞાન અને આનંદની વારસાગાથા સાથે જોડાયેલા છે. Read More
મકરસંક્રાંતિ: પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાને ઉજવણી કરતાં દેશભરના લોકો માટે ઉત્સવ અને આનંદભર્યું પર્વ ભારતના સૌથી પ્રાચીન અને લોકપ્રિય તહેવારોમાં મકરસંક્રાંતિનું નામ વિશેષ સ્થાન ધરાવે છે. આ તહેવાર માત્ર એક પરંપરા કે ધાર્મિક તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાની ઉજવણીનું પ્રતીક છે. દરેક વય અને વર્ગના લોકો આ દિવસે ખુશી અને ભક્તિ સાથે જોડાઈ જાય છે. મકરસંક્રાંતિનો મુલ્યો હવામાન, સૂર્ય અને કૃષિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.મકરસંક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ સૂર્ય દેવતાની ઉપાસના અને કૃતજ્ઞતા દર્શાવવાનો છે. જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રકાશ, ઉર્જા અને ઉત્સાહ લાવનાર સૂર્યનું આ દિવસ પર વિશેષ મહત્ત્વ છે. ભારતમાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, અને આ દિવસને દિનચર્યામાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. મકરસંક્રાંતિ અને કૃષિનું સંબંધમકરસંક્રાંતિ ખેડૂતો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ સમયે પાકો કાપવાની તૈયારી પૂર્ણ થઈ રહી હોય છે. ખેડૂત સમુદાય પોતાના સખત મહેનતના ફળ માટે પ્રકૃતિ અને સૂર્ય દેવતાના આભાર દર્શાવે છે. નવા પાક, જમીન અને કૃષિ સાધનોની પૂજા કરવી એ આ તહેવારની મુખ્ય પરંપરાઓમાં સામેલ છે. આ તહેવાર માત્ર વ્યક્તિગત પ્રસન્નતા નહીં, પરંતુ સમુદાયના શ્રમ અને સહિયારી ખુશીની ઉજવણી પણ છે. રાજ્યો પ્રમાણે ઉજવણીના વિવિધ સ્વરૂપોમકરસંક્રાંતિ દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે, પરંતુ સૂર્યની ભક્તિ અને કૃતજ્ઞતા એ સામાન્ય ભાવના છે. ગુજરાત: અહીં મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ તરીકે ખાસ પ્રખ્યાત છે. સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ સહિતના શહેરોમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરી જાય છે. પરિવારો છત પર ભેગા થઈ પતંગ ઉડાડતા આનંદ અનુભવે છે.તમિલનાડુ: અહીં તે ખોરાક અને સમૃદ્ધિનો ઉત્સવ છે. માટીના વાસણોમાં નવા ચોખા, દૂધ અને ગોળ સાથે પરંપરાગત વાનગીઓ તૈયાર થાય છે. ઘરો અને પ્રાણીઓની પૂજા પણ કરવામાં આવે છે.આંધ્રપ્રદેશ અને તેલંગાણા: આંગણાઓ રંગબેરંગી અલ્પના અને પતંગોથી શણગારવામાં આવે છે. હૂંફ અને લોક ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવાય છે.પંજાબ અને હરિયાણા: લોહરી તરીકે આ તહેવાર ઉજવાય છે. લોકગીતો, નૃત્યો અને તલ, મગફળી, ગોળ વગેરે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ: આ પ્રદેશોમાં મકરસંક્રાંતિ શ્રદ્ધા અને સામાજિક જોડાણ માટેનું પર્વ છે. નદીઓમાં સ્નાન અને દાન કરવું મુખ્ય પરંપરા છે.પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશા: અહીં લોક પરંપરા અને સમુદાય ઉજવણીનું વિશેષ મહત્વ છે. મીઠાઈઓ, આગનું પ્રદર્શન અને લોકગીતો આ તહેવારને ખાસ બનાવે છે. પ્રકાશ અને શુદ્ધતાસ્વચ્છતા અને શુદ્ધતાનો સંદેશ મકરસંક્રાંતિથી મળતો છે. સ્નાન કરવું, ઘરો અને આસપાસની જગ્યાઓને શણગારવું આ દિવસની ખાસ પરંપરા છે. માટીના વાસણોમાં નવા પાક અને દૂધ-ગોળથી બનાવેલી વાનગીઓ ઘરમાં પ્રસાદરૂપે વહેંચાય છે. ધ્યાન અને ભક્તિમકરસંક્રાંતિમાં ધ્યાન, પ્રાર્થના અને આધ્યાત્મિક અભ્યાસનું મહત્વ પણ છે. સૂર્ય, ખેતરો, કૃષિ સાધનો, પ્રાણીઓ અને અનાજની પૂજા કરવાથી પ્રકૃતિ અને સ્રષ્ટા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર પણ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો માટે ખુલ્લું રાખે છે, જ્યાં ભક્તો 41 દિવસના ઉપવાસ અને શિસ્તબદ્ધ જીવન પછી દર્શન કરે છે. દાન અને સમુદાય સેવામકરસંક્રાંતિનો એક મહત્વપૂર્ણ પાસો દાન અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે. નવી લણણી અને પાકમાંથી બનાવેલી વાનગીઓ જરૂરિયાતમંદો સાથે વહેંચી સમાજમાં સમૃદ્ધિ અને સહકારની ભાવના પેદા થાય છે.મકરસંક્રાંતિ ફક્ત એક તહેવાર નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિબિંબ છે. પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાની ઉજવણી સાથે જોડાયેલ આ પર્વ દરેક રાજ્ય અને સમુદાયમાં પોતાની અનોખી શૈલીમાં ઉજવાય છે. આ તહેવાર આપણા જીવનમાં આનંદ, ભક્તિ અને પરસ્પર સ્નેહનો સંદેશ લાવે છે અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય મૂલ્યોને આગળ લાવે છે. Read More
ગાંધીનગરમાં GBRCની BSL-4 સુવિધાનું ખાતમુહૂર્ત, રાષ્ટ્રીય મહત્વના બાયોકન્ટેઇનમેન્ટ કેન્દ્ર તરફ મહત્વપૂર્ણ પગલું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં અત્યાધુનિક BSL-4 Bio-containment Facilityનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા આ BSL-4 સુવિધાને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંશોધન કેન્દ્ર તરીકે અધિકૃત કરવા માટે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ સાથે **‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LoI)**નું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ પગલું દેશના આરોગ્ય અને બાયોટેક સંશોધન ક્ષેત્ર માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. ગંભીર વાયરસ સંશોધનમાં દેશને મળશે મજબૂત આધાર BSL-4 Bio-containment Facility એ એવી અતિઉચ્ચ સુરક્ષાવાળી પ્રયોગશાળા છે, જ્યાં નિપાહ, ઈબોલા, કોરોના જેવા જીવલેણ અને અત્યંત સંક્રમક વાયરસ પર સંશોધન કરવામાં આવે છે. આ સુવિધા કાર્યરત થવાથી ભારતને વિદેશી લેબ પર નિર્ભર રહેવું નહીં પડે અને સ્વદેશી સ્તરે રિસર્ચ, ડાયગ્નોસ્ટિક્સ અને વેક્સિન વિકાસને વેગ મળશે. ‘વિકસિત ભારત 2047’ના વિઝન સાથે સુસંગત પહેલકાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતે હંમેશા વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે અને BSL-4 સુવિધા તેનું ઉત્તમ ઉદાહરણ છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંશોધન, નવી ટેક્નોલોજી અને આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. GBRC ખાતે BSL-4 સુવિધા સ્થાપિત થવાથી ગુજરાત બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સ ક્ષેત્રનું રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનશે. વૈજ્ઞાનિક સંશોધન અને માનવ સંસાધન વિકાસને વેગઆ પ્રોજેક્ટ દ્વારા દેશના વૈજ્ઞાનિકોને ઉચ્ચ સ્તરના સંશોધનની તક મળશે, સાથે જ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે નવી રોજગાર અને તાલીમની તકો પણ ઊભી થશે. આરોગ્ય સુરક્ષા, રોગચાળો નિયંત્રણ અને રાષ્ટ્રીય બાયો-સિક્યુરિટી માટે આ સુવિધા મજબૂત કડી સાબિત થશે.આ રીતે, ગાંધીનગરમાં શરૂ થનારી BSL-4 Bio-containment Facility માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે આરોગ્ય અને વૈજ્ઞાનિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર બનશે. Read More
2 રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ 1 day ago
3 ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ 1 day ago
4 ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ 1 day ago