રાજકોટ એરપોર્ટ પરથી ૨૫મીથી ૧૯ ફ્લાઈટ્સ ઉડાન ભરશે

રાજકોટ એરપોર્ટ પરથી ૨૫મીથી ૧૯ ફ્લાઈટ્સ ઉડાન ભરશે

રાજકોટ,

દિલ્હી, મુંબઈ, ગોવા, પુણે સહિતના શહેરો માટે એર કનેક્ટિવિટી વધતા પ્રવાસીઓને મોટી રાહત

રાજકોટના હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શિડ્યુલ હેઠળ આગામી ૨૫મી તારીખથી ૧૯ જેટલી ફ્લાઇટ્સની ઉડાન શરૂ થવા જઈ રહી છે. તહેવારો દરમિયાન રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી બહારગામ કે દેશ-વિદેશમાં ફરવા જતા હજારો મુસાફરોને આ નવી અને વિસ્તૃત ફ્લાઈટ સેવાઓનો સીધો મોટો લાભ મળશે.

નવા શિડ્યુલ અનુસાર, રાજકોટથી દેશના વિવિધ મુખ્ય શહેરોને જોડતી ફ્લાઇટ્સ ચાલુ કરવામાં આવશે. જેમાં દિલ્હી માટે ૬, મુંબઈ માટે ૫, અને નવી મુંબઈ માટે ૨ ફ્લાઇટ્સ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે પુણે, હૈદરાબાદ, બેંગલોર, ગોવા, સુરત અને મુન્દ્રા માટે પણ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસનું આયોજન કરતા લોકો માટે આ એર કનેક્ટિવિટી વધવાથી મુસાફરી વધુ સરળ, ઝડપી અને સુમગમ બનશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!