રેસકોર્સ પર દિવાળી કાર્નિવલ: ચાર દિવસ રોશનીથી ઝગમગશે રીંગ રોડ Oct 23, 2026 રાજકોટ,ધનતેરસની રાત્રે ભવ્ય અને રંગારંગ આતશબાજીરાજકોટવાસીઓ તહેવારોનો આનંદ ઉત્સાહભેર માણી શકે તે માટે રેસકોર્સ રિંગરોડ પર આગામી ચાર દિવસ સુધી ભવ્ય રોશનીભર્યા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના દિવસો દરમિયાન આ સમગ્ર વિસ્તાર આકર્ષક લાઈટીંગ અને સુંદર રોશનીથી ઝગમગી ઉઠશે, જે શહેરીજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.આ ચાર દિવસીય રોશનીના મહાપર્વ દરમિયાન ખાસ કરીને ધનતેરસના પવિત્ર દિવસે નગરજનો માટે એક અદ્ભુત નઝારો જોવા મળશે. ધનતેરસની રાત્રે રેસકોર્સ વિસ્તારમાં ભવ્ય અને આકર્ષક આતશબાજીનું આયોજન કરાયું છે, જેનાથી આકાશ રંગબેરંગી રોશનીથી દીપી ઉઠશે. દિવાળીના આ આનંદોત્સવમાં પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે અને ઉત્સવનો ભરપૂર આનંદ માણે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. Previous Post Next Post