કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત Oct 28, 2026 ભોપાલ,બચ્ચાના શરીરમાંથી બંદૂકના 5 છરરા મળી આવતા ચકચાર; કેન્દ્રની તપાસ ટીમ દોડીમધ્ય પ્રદેશના વિશ્વપ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કમાં 'પ્રોજેક્ટ ચિત્તા' હેઠળ સંવર્ધિત અને આકાર પામેલા મહિલા ચિત્તા 'નિર્વા'ના ૧૯ મહિનાના બચ્ચાનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ દરમિયાન મૃત બાળ ચિત્તાના શરીરમાંથી પેલેટ ગનના પાંચ છરરા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે તેના પર શિકારીઓ અથવા અજાણ્યા શખ્સો દ્વારા સીધો ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ગંભીર સુરક્ષા ચૂક અને શિકારના પ્રયાસને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ઉચ્ચસ્તરીય તપાસ ટીમ કુનો ખાતે રવાના કરવામાં આવી છે. તે સિવાય મધ્ય પ્રદેશ સરકાર દ્વારા બનાવની ઊંડાણપૂર્વક કાનૂની તપાસ કરવા અને ગુનેગારોને પકડી પાડવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. Previous Post Next Post