ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

નવી દિલ્હી,

શરૂઆતના એક્ઝિટ પોલ ખોટા પાડતા લિકુડ પાર્ટી અને જમણેરી ગઠબંધનની મોટી સરસાઈ

ઇઝરાયલમાં યોજાયેલી ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીની મત ગણતરી દરમિયાન અત્યંત નાટકીય અને મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. શરૂઆતના એક્ઝિટ પોલમાં બેન્જામિન નેતન્યાહૂ માટે ભારે પડકારજનક પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી, પરંતુ મત ગણતરી આગળ વધવાની સાથે જ તેમની લિકુડ પાર્ટી અને જમણેરી ગઠબંધને જોરદાર વાપસી કરીને બહુમતી તરફ કદમ વધાર્યા છે.

સવારે પ૪ ટકાથી વધુ ગણતરી પૂર્ણ થતાં સુધીમાં નેતન્યાહૂ સમર્થક જમણેરી ગઠબંધન સત્તા માટે જરૂરી ૬૧ બેઠકોના જાદુઈ આંકડાની ખૂબ નજીક પહોંચી ગયું છે. નેતન્યાહૂની લિકુડ પાર્ટી ૨૯ બેઠકો પર લીડ ધરાવતી સૌથી મોટી સિંગલ પાર્ટી તરીકે ઉભરી આવી છે. નેતન્યાહૂના જમણેરી ગઠબંધને ૫૭ બેઠકો પર જીત દર્જ કરી છે, જ્યારે વિપક્ષી ગઠબંધનને ૪૭ બેઠકો મળી છે. આ સિવાય આરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા પક્ષો જોઈન્ટ લિસ્ટ અને રા'મ (Ra'am) એ કુલ ૧૬ બેઠકો પર સરસાઈ મેળવી છે. વલણો સત્તાની તરફેણમાં આવતા જ નેતન્યાહૂના સમર્થકોમાં ભારે ઉત્સાહ છવાયો છે અને ઉજવણી શરુ થઈ ગઈ છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ