અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર Oct 28, 2026 અમદાવાદ,ગોતા સહિતના વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય યથાવત: નાગરિકોની આંદોલનની ચીમકીઅમદાવાદમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ પણ અનેક વિસ્તારોમાં માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય અને ખાડાથી ભરેલી જોવા મળી રહી છે. શહેરીજનોને બિસ્માર રસ્તા અને ખાડાઓમાંથી મુક્તિ અપાવવા માટે અમદાવાદના મેયર દ્વારા અઠવાડિયામાં જ તમામ રસ્તાઓનું રિપેરિંગ પૂરું કરી દેવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ જમીની હકીકત એ છે કે તંત્રના તમામ દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે અને લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, AMC દ્વારા ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ કડક આદેશો પાઠવવામાં આવ્યા હોવા છતાં ખાસ કરીને ગોતા વિસ્તાર સહિતના માર્ગો પર એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે 'રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો' તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કથિત મિલીભગત તેમજ લાપરવાહીને કારણે કામગીરી નબળી ગુણવત્તાવાળી થઈ રહી હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. જનતામાં વધતા રોષ વચ્ચે જો સત્વરે રોડ રિસરફેસિંગની યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. Previous Post Next Post