ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો Oct 28, 2026 અમદાવાદ,સોનું ₹૧.૪૪ લાખ અને ચાંદી ₹૧.૯૬ લાખ પ્રતિ કિલોની અંદર આવી, ખરીદી માટે ઉત્તમ તકઆગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોની ટાણે જ વૈશ્વિક અને ઘેરલુ બુલિયન માર્કેટમાં કિંમતો તૂટતાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે..આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર સોનું ૦.૩૬% ઘટીને ૪,૦૫૯.૯૦ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ૦.૫૪% ઘટીને ૫૪.૨૨૦ ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. અમદાવાદ અને રાજકોટ સહિતના ગુજરાતના મુખ્ય શહેરોમાં ૨૪ કેરેટ સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧,૪૪,૦૦૦ તથા ૨૨ કેરેટ સોનું રૂ. ૧,૩૨,૦૦૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે દેશના પાટનગર દિલ્હીમાં ૨૪ કેરેટ સોનું રૂ. ૧,૪૪,૧૦૦ પર પહોંચ્યું છે. ચાંદીના ભાવ પણ ગગડીને રૂ. ૨ લાખની સપાટીથી નીચે ઉતરી પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૯૬ લાખ આસપાસ બોલાઈ રહ્યા છે. તહેવારોના પ્રારંભે જ ભાવ નીચે આવતાં સોના-ચાંદીમાં રોકાણનું પ્રમાણ વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. Next Post