ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો Nov 04, 2026 ગાંધીનગર,૮.૮૨ લાખથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને મળશે સીધો આર્થિક લાભગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સીધો ૩ ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ સત્તાવાર નિર્ણયથી રાજ્યભરના આશરે ૪ લાખ સરકારી કર્મચારીઓ અને ૪.૮૨ લાખથી વધુ પેન્શનરો મળીને કુલ ૮.૮૨ લાખથી વધુ લાભાર્થીઓને સીધો ફાયદો મળશે.લાંબા સમયથી કર્મચારી સંગઠનો દ્વારા મોંઘવારી ભથ્થું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ વધારાના અમલથી મોંઘવારી સામે ઝઝૂમતા કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના માસિક આર્થિક ઉપાર્જનમાં સારો એવો વધારો થશે, જેના કારણે કર્મચારી વર્ગમાં દિવાળીના તહેવારો ટાણે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. Next Post