હૈદરાબાદના ફિલ્મ સિટી નજીકથી ૬.૭૮ કરોડની ફેક કરન્સી જપ્ત Nov 04, 2026 હૈદરાબાદ,ભાડાના મકાનમાં ચાલતા મિની કારખાના પર દરોડો: ચાર આરોપીઓની ધરપકડહૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીની નજીક આવેલા વિસ્તારોમાં ફિલ્મી ઢંગથી નકલી નોટો છાપવાનું એક મોટું કારખાનું ધમધમી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે સઘન કાર્યવાહી કરીને અંદાજે ₹૬.૭૮ કરોડની કિંમતની ૫૦૦-૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટોનો જથ્થો જપ્ત કર્યો છે. આ અડ્ડા પરથી પોલીસે પ્રિન્ટર, લેપટોપ, નોટ કાપવાના મશીનો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ યુટ્યુબ અને સોશિયલ મીડિયા વીડિયોની મદદથી નકલી નોટો બનાવવાનું શીખી હતી. ઝડપાયેલા આ આરોપીઓ મદુપોઝુ કર્ણાકર, ચિન્નોલ્લા માણિક્ય રેડ્ડી, ચેરુકુપેલ્લી રત્નાકર રેડ્ડી અને કરનમ અજય કુમાર માત્ર નોટો છાપતા નહોતા, પરંતુ ખુદને પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને નકલી આઈડી કાર્ડ, વોકી-ટોકી અને નકલી પિસ્તોલ બતાવીને સામાન્ય નાગરિકોને ડરાવીને તોડબાજી અને ઠગાઈ પણ કરતા હતા. પોલીસે આ સમગ્ર રેકેટનો पर्દાફાશ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. Previous Post Next Post