અમેરિકન જનતાએ યુદ્ધ સામે ના કહી દીધી: ટ્રમ્પની હાર પર ઈરાનની તીખી પ્રતિક્રિયા Nov 04, 2026 નવી દિલ્હી,ઈરાન સામે કોઈ સાહસ કર્યું તો પરિણામ ભયાનક આવશે: ઈરાન સ્પીકરની ચેતવણીઅમેરિકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો પરાજય સાંપડ્યો છે અને ડેમોક્રેટ્સ પક્ષે કોંગ્રેસ પર પોતાનો પ્રભાવ મજબૂત કર્યો છે. આ ચોંકાવનારા રાજકીય પરિણામો સામે આવ્યા બાદ ઈરાન તરફથી કટાક્ષપૂર્ણ અને આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલીબાફે ટ્વિટર (X) પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'અમેરિકાની જનતાએ ફૈંસલો સંભળાવી દીધો છે.' તેમણે ઉમેર્યું કે દેશની જનતાએ સતત વધતી મોંઘવારી અને યુદ્ધપ્રિય નીતિઓ સામે સ્પષ્ટ વિરોધ નોંધાવીને યુદ્ધને 'ના' કહી દીધી છે, જે શાંતિપૂર્ણ સંદેશનું ઈરાન સમર્થન કરે છે. આ સાથે જ ઈરાને વોશિંગ્ટનને કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા દ્વારા ઈરાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું લશ્કરી કે રાજકીય અવિચારી પગલું ભરવામાં આવશે, તો તેનો અત્યંત સખત અને ભયાનક જવાબ આપવામાં આવશે. Previous Post Next Post