દિવાળી પહેલા અમૂલે ઘીના ભાવમાં ₹૫૦નો વધારો કર્યો Nov 04, 2026 અમદાવાદ,૧ કિલો ઘી વધીને ₹૬૮૦ થયું જ્યારે બટરના ભાવ ઊંચકાતા મીઠાઈઓ મોંઘી બનશેઅમૂલ દ્વારા ૧ કિલો ઘીના પેકેટ પર સીધો ₹૫૦નો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે ૧ કિલો ઘી ₹૬૩૦ થી વધીને સીધું ₹૬૮૦ પર પહોંચી ગયું છે. આ સાથે જ ૫૦૦ ગ્રામ ઘીનું પાઉચ ₹૩૪૫ થયું છે. એટલું જ નહીં, બટરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં ૧૦૦ ગ્રામ બટર ₹૬૬ અને ૫૦૦ ગ્રામ બટરનું પેકેટ વધીને ₹૩૨૫ થઈ ગયું છે. અમદાવાદ અને વડોદરા જેવા પ્રમુખ શહેરોમાં નકલી ઘી સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન કાર્યવાહી બાદ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની માંગમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે અને સાથે જ ગાયના ઘીની અછત પણ સર્જાઈ છે. તહેવારોના દિવસોમાં ઘી-બટરના આ ભાવવધારાથી ફરસાણ અને મીઠાઈઓની ખરીદી તેમજ ઘરમાં બનતી વાનગીઓનું બજેટ વધી ગયું છે. Previous Post Next Post