સુરત ઓલપાડના કુડસદ ગામ પાસે રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પટકાતા ૩ યુવકોનાં મોત Oct 21, 2026 સુરત,પટકાયેલા યુવકોમાંથી એકની હાલત ગંભીરસુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ પરથી એક મોટરસાઇકલ પર સવાર ચાર યુવકો પૂરઝડપે પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇકચાલકે કાબૂ ગુમાવતા બાઇક અચાનક બ્રિજની સેફ્ટી વોલ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે વાહન પર સવાર ચારેય યુવકો ફંગોળાઈને 50 ફૂટ જેટલા ઊંચા બ્રિજ પરથી નીચે જમીન પર પટકાયા હતા. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે ચારમાંથી 3 યુવકોના મોત નીપજ્યાં હતા. જ્યારે આ દુર્ઘટનામાં ચોથો યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તબીબો તેની સઘન સારવાર કરી રહ્યા છે. આ કરુણાંતિકાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે. Previous Post Next Post