દશેરા કાર્યક્રમમાં ભાષણ પૂરું થતાં જ આયોજકો પર ભડક્યા એકનાથ શિંદે Oct 21, 2026 મુંબઈ,"મને ખૂણામાં કોણે બેસાડ્યો? હવે પછી લોકો સમક્ષ હોવો જોઈએ": શિંદેનો ગરમાવોમુંબઈના ગોરેગાંવ સ્થિત નેસ્કો સેન્ટર ખાતે આયોજિત શિવસેનાના વાર્ષિક દશેરા મેળાવડામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ પોતાના ધારદાર ભાષણમાં ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ, વિપક્ષો પર હુમલો કર્યા બાદ ભાષણ પૂરું થતાં જ શિંદે સ્ટેજ પર જ આયોજકો પર લાલઘૂમ થઈ ગયા હતા.મંચ પરથી નીચે ઉતરતા પહેલાં જ માઈક પાસે આવીને એકનાથ શિંદેએ જાહેરમાં જ આયોજકો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કડક અવાજમાં આયોજકોને સુનાવતા કહ્યું હતું કે, "અરે આ આયોજન કોણે કર્યું છે? મને ખૂણામાં કોણે બેસાડી દીધો? મને અહીંથી સામેના લોકો દેખાતા જ નહોતા! હવે પછીના કાર્યક્રમોમાં આ વાતની ખાસ કાળજી રાખજો, મને લોકોની બિલકુલ સામે જ જગ્યા મળવી જોઈએ." ઘટનાસ્થળે હાજર તમામ કાર્યકરો અને સમર્થકો વચ્ચે શિંદેનો આ ગુસ્સો જોઈને ભારે ચર્ચા જાગી હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. Previous Post Next Post