સુરેન્દ્રનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ

સુરેન્દ્રનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ

સુરેન્દ્રનગર,

અમદાવાદ-રાજકોટ રેલવે લાઇન પર મોટી દુર્ઘટના ટળી, અનેક ટ્રેનો પ્રભાવિત

સુરેન્દ્રનગર નજીક દૂધરેજ વિસ્તારમાં આવેલા મામાના મંદિર પાસે આજે એક માલગાડી અચાનક પાટા પરથી નીચે ખડી પડવાની (ડિરેલ થવાની) મોટી ઘટના બની છે. આ અકસ્માતના કારણે રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે અને મુખ્ય રેલવે લાઇન પરનો ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

સદભાગ્યે આ દુર્ઘટનામાં માલગાડી હોવાના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ અમદાવાદ અને રાજકોટ વચ્ચે અવરજવર કરતી અનેક પેસેન્જર તેમજ એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રક પર માઠી અસર પડી છે.

રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક પરથી માલગાડીના ડબ્બાઓને હટાવીને ટ્રેડ રીપેરિંગ અને લાઇન ક્લિયર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી મુસાફરોને પડી રહેલી હાલાકીમાંથી વહેલી તકે રાહત આપી શકાય.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!