જો દલેર મહેંદીએ દારૂ પીધો હોય તો હું ગાવાનું છોડી દઈશ: મિકાસિંહ

જો દલેર મહેંદીએ દારૂ પીધો હોય તો હું ગાવાનું છોડી દઈશ: મિકાસિંહ

તેહરી,

તેહરીના કુંજાપુરી મેળામાં MLA સુબોધ ઉનિયાલના આક્ષેપો સામે મિકા સિંહ આક્રમક

ઉત્તરાખંડના તેહરી ખાતે આયોજિત કુંજાપુરી મેળાના નવરાત્રિ મહોત્સવમાં પર્ફોર્મન્સ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય સુબોધ ઉનિયાલે સ્ટેજ પર આવીને માઇક પર જ દલેર મહેંદી પર દારૂ પીને ગરબા અને ભક્તિ મહોત્સવમાં ગાયન કરવાનો ગંભીર આક્ષેપ મૂકી તેમને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા હતા. દલેર મહેંદીના બચાવમાં તેમના નાના ભાઈ અને ગાયક મિકા સિંહે સ્પષ્ટતા કરી છે કે 59 વર્ષીય દલેર મહેંદીએ ક્યારેય દારૂનું સેવન કર્યું નથી. તાજેતરમાં થયેલી સર્જરી અને ખરાબ તબિયતને કારણે તેઓ સ્ટેજ પર થોડા અસ્વસ્થ જણાઈ રહ્યા હતા. મિકા સિંહે સમગ્ર ઇન્ડસ્ટ્રી સામે ખુલ્લો સવાલ ફેંકતા કહ્યું કે, જો કોઈ પણ વ્યક્તિ સાબિત કરી દે કે દલેર મહેંદીએ દારૂ પીધો હતો, તો તેઓ પોતે સિંગિંગ કરિયર છોડી દેશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!