વડોદરા-હાલોલ રોડ પર ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

વડોદરા-હાલોલ રોડ પર ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

વડોદરા,

કોટંબી સ્ટેડિયમ નજીક પરોઢિયે સર્જાયેલી દુર્ઘટનામાં 26થી વધુ લોકો ઈજાગ્રસ્ત, બસના પતરા કાપીને મુસાફરોને બહાર કઢાયા

વડોદરા-હાલોલ રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ કોટંબી સ્ટેડિયમ નજીક ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા પાંચ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં ૨૬થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને વાહનચાલકો દોડી આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ ટીમ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને એનડીઆરએફ (NDRF) ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર જવાનોએ જેસીબી (JCB) ની મદદથી ટ્રક અને બસને અલગ કર્યા હતા અને ગેસ કટર વડે બસના પતરા કાપીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

બચાવ કામગીરી માટે એન.ડી આર.એફની મદદ લેવાઈ

આ ગંભીર દુર્ઘટનાને પગલે હાઈવે પર ચારથી પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવા અને અકસ્માતના કારણોની તપાસ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત થયેલા મુસાફરો પૈકી પાંચ લોકોની હાલત હાલમાં ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વહેલી સવારના સમયે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ