સસ્તા ક્રૂડની આયાત પર સંકટ, રશિયાના ઓઈલ પર અમેરિકાના કડક વલણથી ભારતની મુશ્કેલીઓ વધી

સસ્તા ક્રૂડની આયાત પર સંકટ, રશિયાના ઓઈલ પર અમેરિકાના કડક વલણથી ભારતની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હી,

G7 શિખર સંમેલનમાં રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત થવાના સંકેતો: ભારત માટે ઊર્જા સુરક્ષાનો મોટો પડકાર


ફ્રાન્સના એવિયન-લેસ-બૅન્સમાં ચાલી રહેલા G7 શિખર સંમેલનમાંથી ભારત માટે ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય G7 નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે રશિયા પર આર્થિક દબાણ વધારવાની તૈયારીઓ કરી લીધી છે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં રશિયન ઓઈલ પર આપવામાં આવેલી અસ્થાયી છૂટછાટ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. આ નિર્ણયની સીધી અસર ભારતની ઊર્જા સુરક્ષા અને સસ્તા ક્રૂડ ઓઈલની આયાત પર પડે તેમ છે.

ઈરાન સાથેનો તણાવ ઘટતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઈલની અવરજવર સામાન્ય થતાં, અમેરિકાએ હવે રશિયાને આર્થિક રીતે ભીંસમાં લેવા માટે કડક વલણ અપનાવ્યું છે. પ્રમુખ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે રશિયા પર ફરીથી કડક આર્થિક પ્રતિબંધો લાગુ કરવાનો સમય આવી ગયો છે. G7 દેશોએ રશિયાની ઊર્જા કમાણી રોકવા માટે સંમતિ સાધી છે, જેમાં ખાસ કરીને રશિયાના 'શેડો ફ્લીટ' એટલે કે ગુપ્ત ઓઈલ ટેન્કરો પર નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે. આ સ્થિતિમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવું ભારત માટે કૂટનીતિક અને નાણાકીય જોખમનું કામ બની શકે છે.

ભારત વિશ્વના સૌથી મોટા ઓઈલ આયાતકારોમાંનું એક છે અને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળા સમયે રાહત દરે રશિયન ઓઈલ ભારત માટે વરદાન સાબિત થયું હતું. અમેરિકાએ વૈશ્વિક બજારમાં સ્થિરતા જાળવવા માટે ભારતને રશિયન ઓઈલ ખરીદવા માટે આપેલી છૂટછાટ આજે ડેડલાઈન પર આવીને ઉભી છે. જો આ છૂટછાટ લંબાવવામાં નહીં આવે, તો ભારતીય રિફાઇનરીઓ માટે સસ્તા ઓઈલનો પુરવઠો મેળવવો મુશ્કેલ બનશે. નોંધનીય છે કે, 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર'ના તાજેતરના રિપોર્ટ મુજબ, મે 2026માં ભારતે રશિયા પાસેથી અંદાજે 6.7 બિલિયન ડોલરનું ઈંધણ આયાત કર્યું હતું, જે ભારતની વધતી જતી આયાતી નિર્ભરતા દર્શાવે છે. હવે આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો અને વૈશ્વિક સંબંધો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે, તે જોવું મહત્વનું રહેશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!